મેઇઝુ M3X અને પ્રો 6 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, વધુ જાણો અહીં....

Posted By: anuj prajapati

  ચાઈનીઝ ટેક જાયન્ટ મેઇઝુ નવા 2 સ્માર્ટફોન મેઇઝુ M3X અને મેઇઝુ પ્રો 6 પ્લસ લઈને આવી રહ્યું છે. મેઇઝુ M3X મીડ રેન્જ એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે, જેની કિંમત લગભગ 17000 જેટલી રાખવામાં આવી છે. જયારે મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોનની કિંમત લગભગ 30000 જેટલી રાખવામાં આવી છે.

  મેઇઝુ M3X અને પ્રો 6 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, વધુ જાણો અહીં....

  મેઇઝુ M3X 8 ડિસેમ્બરથી વેચાવવા માટે આવી જશે અને મેઇઝુ પ્રો 6 પ્લસ 23 ડિસેમ્બરથી ચાઈનીઝ માર્કેટમાં વેચાવવા માટે આવી જશે.

  એરસેલની લેટેસ્ટ કોમ્બો ઓફર, અનલિમિટેડ કોલ અને ડેટા

  આ બંને સ્માર્ટફોન બે અલગ અલગ સ્ટોરેજ વેરિયંટમાં લોન્ચ થયા છે. બને સ્માર્ટફોન હાઈ એન્ડ ફીચર સાથે આવ્યા છે, જે ઝિઓમી, લેનોવો અને ઓપ્પો જેવા સ્માર્ટફોનને ટક્કર આપી શકે. અહીં બંને સ્માર્ટફોનના હાર્ડવેર અને ફીચર વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. તો એક નજર કરો મેઇઝુ M3X અને મેઇઝુ પ્રો 6 પ્લસ પર....

  યુનિબૉડી મેટલ ડિઝાઇન મોટી ડિસ્પ્લે સાથે

  બંને સ્માર્ટફોન યુનિબૉડી મેટલ ડિઝાઇન અને મોટી 1080પી ડિસ્પ્લે ધરાવે છે. મેઇઝુ M3X સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ફુલ એચડી (1080x1920 pixels) એલસીડી ડિસ્પ્લે આવેલી છે. જયારે મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોનમાં 5.7 ઇંચ QHD (1440x2560 pixels) સુપર અમોલેડ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે આવેલી છે.

  ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  પ્રોસેસર અને રેમ

  મેઇઝુ M3X સ્માર્ટફોનમાં 64 બીટ 2.3GHz મીડિયાટેક પી20 ઓક્ટાકોર પ્રોસેસર આવેલું છે. આ સ્માર્ટફોન 3 જીબી અને 4 જીબી વૅરિયંટમાં આવી રહ્યો છે. જયારે મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો તેમાં એક્સીનોસ 8890 જે માલી T880 MP10 GPU સાથે આવી રહ્યો છે. તેમાં 4 જીબી રેમ મલ્ટીટાસ્કીંગ કરવા માટે ઉપલબ્ધ છે. મેઇઝુ M3X 3GB/32GB અને 4GB/64GB વેરિયંટમાં ઉપલબ્ધ છે. જયારે મેઇઝુ પ્રો 6 પ્લસ 4GB/64GB વેરિયંટમાં જ ઉપલબ્ધ છે.

  કેમેરા અને સોફ્ટવેર

  કેમેરાની વાત કરવામાં આવે તો મેઇઝુ 12 મેગાપિક્સલનો ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશ કેમેરો મેઇઝુ M3X સ્માર્ટફોનમાં આપી રહ્યો છે. આ કેમેરામાં ઓટો ફોકસની સુવિધા અને 4K ફોરમેટ રેકોર્ડિંગની સુવિધા આપવામાં આવી છે. મેઇઝુ M3X માં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હવે મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો તેમાં પણ 12 મેગાપિક્સલનો ડ્યુઅલ ટોન 10 એલઇડી રિંગ ફ્લેશ, લેઝર ઓટો ફોકસ અને 4 એક્સિસ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન આપવામાં આવ્યું છે. બંને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર કામ કરે છે.

  બેટરી અને કનેક્ટિવિટી

  મેઇઝુ M3X સ્માર્ટફોનમાં 3,200mAh બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. જયારે મેઇઝુ પ્રો 6 પ્લસમાં થોડી મોટી 3,400mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેઇઝુ ચાર્જર ઘ્વારા ફોનની 60 ટકા જેટલી બેટરી ખાલી 30 મિનીટમાં જ ચાર્જ કરી શકાય છે.

  વધારાના ફીચર

  બંને સ્માર્ટફોનમાં હોમ બટન પર જ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યા છે. મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોનમાં હિટ રેટ અને ઇન્ફ્રારેટ સેન્સર આપવામાં આવ્યા છે. મેઇઝુ M3X સ્માર્ટફોન પર્લ વાઈટ, ફેન્ટોમ બ્લુ, ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે. જયારે મેઇઝુ પ્રો 6 પ્લસ સ્માર્ટફોન ચમ્પગન ગોલ્ડ, સ્કાય ગ્રે, મૂનલાઇટ સિલ્વર જેવા કલરમાં ઉપલબ્ધ છે.

  આ સ્માર્ટફોન ગ્લોબલ લોન્ચ ક્યારે થશે તેના વિશે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી મુજબ જાન્યુઆરી 2017માં આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ શકે છે.

  ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  English summary
  Meizu M3X will be available in 3GB/32GB and 4GB/64GB variant, while Meizu Pro 6 Plus will be available in 4GB/64 variant paired up with processors clocked at different frequencies.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more