કેમેરા મેગાપિક્સલનું અસલી સત્ય

Posted By: anuj prajapati

પહેલા એવા દિવસો હતો જયારે ખાલી પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે જ ડીએસએલઆર કેમેરા જોવા મળતા હતા. પરંતુ હવે કેમેરા પણ ખુબ જ અલગ અલગ પ્રકાર અને કિંમતમાં મળવા લાગ્યા છે. જેને કારણે અવેરેજ ફોટોગ્રાફરની સંખ્યા પણ વધી ચુકી છે. ડીએસએલઆર કેમેરામાં હવે અલગ અલગ મોડલ અને ફ્રેંડલી ફીચર સામાન્ય માણસને પણ આકર્ષિત કરે છે.

કેમેરા મેગાપિક્સલનું અસલી સત્ય

કેમેરામાં ઇમેજ કવોલિટી ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. લોકો સ્માર્ટફોન કેમેરા કરતા પણ વધારે ડીએસએલઆર કેમેરા પસંદ કરે છે. જેના કારણે ડીએસએલઆર કેમેરા માર્કેટમાં ટ્રેન્ડ કરી રહ્યા છે. જેના કારણે યુઝર પણ મુંજવણમાં પડી જાય છે કે કયો ડીએસએલઆર કેમેરો ખરીદવો જોઈએ.

જો તમે ખાલી તમારા જીવનની બેસ્ટ મોમેન્ટ કેપ્ચર કરવા માંગો છો. તો તમે ઓછી કિંમતના ડીએસએલઆર કેમેરા તરફ જઈ શકો છો. પરંતુ જો તમારા માટે ફોટો કવોલિટી મહત્વની હોય તો તમે પ્રોફેશનલ ડીએસએલઆર કેમેરા ખરીદી શકો છો.

ગુગલ આસિસ્ટન્ટ ને કસ્ટમાઇઝ કરવા માટે ની A થી Z સુધી ની બઘી જ વિગતો

લોકો કેમેરા કવોલિટી તેના પિક્સલને આધારે નક્કી કરતા હોય છે. જયારે તમે નવો કેમેરો ખરીદો છો, ત્યારે સૌથી પહેલો સવાલ આવે છે કે કેટલા મેગાપિક્સલ કેમેરો તેમાં આપવામાં આવ્યો છે. તમે જયારે કેમેરો ખરીદો છો ત્યારે મેગાપિક્સલ વિશે જ પૂછો છો. પરંતુ ઇમેજ કવોલિટી માટે ખાલી મેગાપિક્સલ જ હોવું જરૂરી નથી.

સારા કેમેરા માટે બીજી માહિતી પણ જાણવી જરૂરી છે, જેનું મેગાપિક્સલ સાથે પણ જોડાણ છે. સૌથી પહેલા તમારે ઇમેજ સેન્સર પર ધ્યાન આપવું જોઈએ. ઇમેજ સેન્સર મોટી સાઈઝ સાથે વધુ જગ્યા રોકે છે જે સારી ઇમેજ કવોલિટી આપવામાં મદદ કરે છે.

ઉદાહરણ તરીકે 12 મેગાપિક્સલ કેમેરામાં બીજા 12 મેગાપિક્સલ કેમેરાની સરખામણીમાં 1/4 ભાગનું સેન્સર છે. બંને કેમેરામાં એકસરખા જ મેગાપિક્સલ આપવામાં આવ્યા છે. પરંતુ અલગ અલગ ઇમેજ સેન્સર હોવાને કારણે તેમાં એકસરખી ઇમેજ કવોલિટી નહીં જોવા મળે.

જે ડીએસએલઆર કેમેરામાં લાર્જ ઇમેજ સેન્સર આપવામાં આવ્યું હશે. તેમાં ઇમેજ કવોલિટી ખુબ જ સારી જોવા મળશે. જેના કારણે કેમેરા ખરીદતી વખતે મેગાપિક્સલની સાથે સાથે ઇમેજ સેન્સરને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
People started measuring the quality of any camera based on the megapixel it has. 'How many megapixels does your camera have?" is the first question raised

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot