Just In
જાણો, શું છે માસ્ક્ડ Aadhar અને કેવી રીતે તેનાથી આધાર કાર્ડના દુરુપયોગથી બચી શકાય છે?
Aadhar કાર્ડ દરેક ભારતીય માટે ઓળખનો સૌથી મૂળભૂત અને જરૂરી પુરાવો છે. દેશના દરેક નાગરિક પાસે હવે આધાર કાર્ડ ઉપલબ્ધ છે, જેમાં એક યુનિક આધાર નંબર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલો છે. દરેક આઈડીનો આધાર નંબર એકબીજાથી જુદો છે. સાથે જ આ આધાર કાર્ડ પરથી સરકાર પાસે દરેક નાગરિકની બેઝિક માહિતીનો પણ સંગ્રહ કરાયો છે.

Aadhar કાર્ડ પરથી ભેગી થયેલી માહિતી પરથી જ સરકારને જનસુવિધાના કામો માટે યોજનાઓ શરૂ કરી અમલમાં મૂકવામાં મદદ મળે છે. હાલ કેન્દ્ર સરકાર Aadhar અંગે જાગૃતિ ફેલાવવા માટે જુદાં જુદાં પગલાં લઈ રહી છે. તેમ છતાંય, ઘણા લોકોને તેના ફાયદા વિશે ખૂબ જ ઓછી માહિતી છે. આધાર કાર્ડ દ્વારા કોઈ પણ ભારતીય નાગરિક સબસિડી, પાસપોર્ટ, બેન્ક અકાઉન્ટ ખોલવા જેવી જુદી જુદી સુવિધા મેળવી શકે છે.
જો કે Aadhar નો ઉપયોગ કરતી વખતે તમારા આધાર નંબરનો દુરુપયોગ થવાની શક્યતા પણ વધી જાય છે. એટલે જ UIDAI દ્વારા હવે માસ્ક્ડ આધાર કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આજે અમે તમને જણાવીશું કે માસ્ક્ડ આધાર કાર્ડ શું છે, અને કેવી રીતે તેનો દુરૂપયોગ નથી થઈ શક્તો.
શું છે UIDAI?
Unique Identification Authority of India અથવા UIDAI સરકાર દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે, જે આધાર કાર્ડની તમામ પ્રવૃત્તિ કરે છે. આધાર કાર્ડ ઈસ્યુ કરવાથી લઈને તેમાં સુધારા કરવા સુધીની બધી જ સત્તા UIDAI હસ્તક છે.
શું છે માસ્ક્ડ Aadhar કાર્ડ?
માસ્ક્ડ આધાર કાર્ડમાં UIDAI તમને એક 12 આંકડાનો આઈડી નંબર આપે છે, જેને તમે કોઈ પણ ડર વગર કોઈની પણ સાથે સૅર કરી શકો છો. આ નંબર પરથી હેકર્સ કે ફ્રોડસ્ટર્સને તમારા વિશે કોઈ મહત્વની કે ખાનગી માહિતી મળતી નથી. પરિણામે તમારી માહિતીનો દુરુપયોગ થવાની શક્યતા ઘટી જાય છે. UIDAIના કહેવા મુજબ માસ્ક આધારના વિકલ્પથી તમે તમારા ઈ આધારનો આધાર નંબર પણ માસ્ક્ડ કરીને સુરક્ષિત કરી શકો છો.
કેવી રીતે કરે છે કામ?
માસ્ક્ડ આધાર કાર્ડમાં તમારા આધાર નંબરના પહેલા 8 આંકડા કેરેક્ટર્સમાં ફેરવી નાખવામાં આવે છે, જેમ કે 'XXXX-XXXX’. જ્યારે કોઈ પણ યુઝર પોતાનો માસ્ક્ડ આધાર નંબર કોઈની પણ સાથે શૅર કરે છે, ત્યારે સામેની વ્યક્તિ માત્ર આધાર નંબરના છેલ્લા 4 આંકડા જ જોઈ શકે છે. જો તમારે તમારા આધાર નંબર બધાને ન આપવો હોય તો તમે આધાર કાર્ડની ઈ કોપી ડાઉનલોડ કરી શકો છો, આ માટે માસ્ક્ડ આધારનો વિકલ્પ કાયદેસર છે. 2018માં UIDAIએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી લોકોને માસ્ક્ડ આધારના ઓપ્શનથી અવગત કર્યા હતા.
માસ્ક્ડ આધાર કાર્ડનું મહત્વ
બેન્કમાં eKYCની પ્રોસેસ જેવી કાર્યવાહી માટે યુઝર્સ માસ્ક્ડ આધારનો ઉપયોગ કરી શકે છે. અહીં તમને આધાર કાર્ડ નંબરના છેલ્લા ચાર આંકડા જ જોવા મળતા હોવાથી તમારી માહિતી લીક થવાની શક્યતા નથી. તમે ઈ આધાર દ્વારા માસ્ક્ડ આધાર મેળવી શકો છો. જો તમે ઈ આધાર ડાઉનલોડ કરશો, તો તે પણ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. આ ઓનલાઈન કોપીઝ UIDAIના જવાબદાર અધિકારીઓ દ્વારા ઈ સાઈન કરેલી હોય છે. આધાર એક્ટ મુજબ જ્યાં જ્યાં આધાર કાર્ડની ફિઝિકલ કોપીની જરૂર છે, ત્યાં બધે જ તમે ઈ આધાર પણ આપી શકો છો.
આ રીતે માસ્ક્ડ આધાર કાર્ડ કરો ડાઉનલોડ
- UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જાવ. અથવા તો આ લિંક પર ક્લિક કરો.
https://eaadhaar.uidai.gov.in/
- તમારો 12 આંકડાનો આધાર કાર્ડ નંબર ઈનપુટ કરો.
- હવે અહીં I want masked Aadhar લખેલો વિકલ્પ પસંદ કરો.
- બાદમાં વેબસાઈટ પર સેલ્ફ વેરિફિકેશન માટે દર્શાવવામાં આવતો કેપ્ચા વેરિફિકેશન કોડ દાખલ કરો.
- Send OTP લખેલા વિકલ્પ પર ક્લિક કરો, જેથી તમારા રિજસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે.
- તમારા મોબાઈલ પર રિસીવ થયેલા ઓટીપીને એટર કરો અને હવે Download Aadhar વિકલ્પ પર ક્લિક કરો.
- બસ તમારું ઈ આધાર કાર્ડ સરળતાથી ડાઉનલોડ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470