આ છે ભારતમાં બનેલી ટેક પ્રોડક્ટ્સ, વાપરશો તો ફેન થઈ જશો

By Gizbot Bureau
|

ભારત સરકારતે તાજેતરમાં જ ભારતમાં બનેલી પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે વિદેશમાંથી આવતા લેપટોપ અને ટેબલેટની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં જ લોન્ચ થયેલા JioBook લેપટોપ અને જીયોના અપકમિંગ ફોન લોન્ચની સાથે જ ભારત પણ 21મી સદીમાં ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. જીયો ઉપરાંત પણ ઘણી ભારતીય બ્રાંડ્ઝ છે, જે ટેક માર્કેટમાં પ્રોડક્ટ્સ લોન્ચ કરી ચૂકી છે. આજે અમે તમને ભારતમાં બનેલી ટેક પ્રોડક્ટ્સ વિશે જણાવીશું, જે વાપરીને તમને લાગશે, કે અમને અત્યાર સુધી આના વિશે કેમ ખબર નહોતી!!

આ છે ભારતમાં બનેલી ટેક પ્રોડક્ટ્સ, વાપરશો તો ફેન થઈ જશો

Lava Blaze 5G

Lava Blaze 5G ભારતમાં નવેમ્બર 2022માં લોન્ચ થયો હતો. વ્યાજબી કિંમતે મળતા આ ફોનમાં 8 જીબી, 4 જીબી અને 6 જીબી રેમ એમ ત્રણ વેરિયંટ છે. આ ફોન એન્ડ્રોઈડ 13 આઉટ ઓફ ધી બોક્સ પર કામ કરે છે.

ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્શન 700 SoC પર બેઝ્ડ, Lava Blaze 5Gમાં 90 Hz રિફ્રેશ રેટની સાથે 6.51 ઈંચ HD+ IPS LCD ડિસ્પ્લે છે. આ ફોનમાં USB Type C ચાર્જિંગ સપોર્ટની સાથે સાથે 5,000 mAhની બેટરી છે. આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા છે, જેનો મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે. જ્યારે સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા મળે છે.

Noise Air Buds Mini 2

Noise Air Buds Mini 2 વાયરલેસ સ્ટીરિયો ઈયરફોન બ્લૂટૂથ v5.3 કનેક્ટિવિટી સપોર્ટ ધરાવે છે. ચાર કલર વેરિયંટમાં મળતા આ ઈયરફોનની કિંમત માત્ર 999 રૂપિયા છે. Noise Air Buds Mini 2 13mm ડ્રાઈવરથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે એકવાર ચાર્જ કરવા પર આ ફોન બોક્સ સહિત 45 કલાક સુધીનો પ્લે ટાઈમ આપે છે.

Boat Smart Ring

બોટ દ્વારા ગયા મહિને જ સ્માર્ટ રિંગની જાહેરાત કરવામાં આવી હતી. આ રિંગ એક વિયરેબલ ડિવાઈસ છે, જે હેલ્થ ટ્રેકિંગ ડિવાઈસ તરીકે કામ કરે છે. જે હાર્ટ રેટ, SpO2 અને શરીરનું તાપમાન ચેક કરે છે. બોટની આ સ્માર્ટ રિંગ 5 ATM વોટર અને સ્વેટ રેઝિસ્ટન્સ ધરાવે છે. જો કે, હજી સુધી આ રિંગ માર્કેટમાં લોન્ચ નથી થઈ, પરંતુ બોટ ટૂંક સમયમાં જ તેને ભારતીય યુઝર્સ માટે લોન્ચ કરશે. આ રિંગ ભવિષ્યમાં ફ્લિપકાર્ટ, એમેઝોન અને બોટની સત્તાવાર વેબસાઈટ પર લોન્ચ થશે.

Crossbeats Apex Regal સ્માર્ટ વોચ

સ્માર્ટવોચની કેટેગરીમાં ક્રોસબિટ્સ પોતાની એપેક્સ રીગલ સ્માર્ટવોચને બે કલર ઓપ્શન, બ્લેક અને ગોલ્ડમાં વેચી રહી છે. આ બંને કલર વેરિયંટની કિંમત 3,499 રૂપિયા છે. Crossbeats Apex Regal સ્માર્ટ વોચ 1.43 ઈંચની રાઉન્ડ ડિસ્પ્લે ધરાવે છે. સાથે જ તે ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે IP67નું રેટિંગ ધરાવે છે. આ વોચમાં 280 mAh બેટરી આપવામાં આ છે, જે સ્ટેન્ડ બાય ટાઈમ પર 30 દિવસ સુધી કામ કરે છે. આ બેટરીમાં 100થી વધુ પ્રિલોડેડ એક્ટિવિટીઝ અને AI હેલ્થ સેન્સર છે.

Zebronics Zeb-Juke Bar 9750 Pro સાઉન્ડ બાર

વધુ એક ભારતીય બ્રાન્ડ Zebronics બ્લૂટૂથ સ્પીકર્સ, ડેસ્કટોપ સ્પીકર્સ, હોમ થિયેટર યુનિટ અને સાઉન્ડ બાર જેવા ઓડિયો હાર્ડવેર વેચે છે. વેબ-ઝૂક બાર 9750 પ્રો સાઉન્ડ બાર એક સબવૂફર, એક સાઉન્ડ બાર અને 2 વાયરલેસ રિયર સેટેલાઈટ સ્પીકર્સનો કોમ્બો છે. જેમાં કનેક્ટિવિટી માટે HDMI eARC, ઓપ્ટિકલ અને બ્લૂટૂથ 5.0નો સપોર્ટ ધરાવે છે. આ ડિવાઈસને USB અથવા AUX કેબલ દ્વારા કનેક્ટ કરી શકાય છે.

Best Mobiles in India

English summary
Make in India these Indian tech products will make you fan

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X