Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ચૂંટણી પહેલા જૂના વોટર આઈડીને બદલી મેળવો રંગીન સ્માર્ટ કાર્ડ, ઓનલાઈન કરો પ્રોસેસ
લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવાથી લઈને વોટર આઈડીમાં નામ ચેક કરવા માટેની પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. પરંતુ જો તમે હજી પણ પેલું જુનુ પુરાણું કાગળનું લેમિનેટ કરેલું ચૂંટણી કાર્ડ વાપરો છો, તો તમે હવે નવું સ્માર્ટ કાર્ડ કઢાવી શકો છો. આના માટે ખાસ મહેનતની પણ જરૂર નથી. અને આ કાર્ડને લેમિનેશનની પણ જરૂર નથી. ઉપરાંત જૂના વોટર આઈડી કાર્ડના બદલે સ્માર્ટ કાર્ડ મેળવવાની સુવિધા પણ સાવ ફ્રી છે. આના માટે તમારે બસ કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના છે.

ફ્રીમાં મળશે PVC સ્માર્ટ કાર્ડ
દરેક ભારતીય નાગરિકને ચૂંટણી પંચ દ્વારા પીવીસી વોટર આઈડી કાર્ડ એટલે કે સ્માર્ટ કાર્ડ નિઃશુલ્ક આપવામાં આવે છે. લોકસભાની ચંટણીમાં આપણે બધા એ વોટ આપવાનો છે, ત્યારે પીવીસી કાર્ડ મેળવવા માટે તમારે માત્ર ઘરે બેઠા બેઠા ઓનલાઈન અપ્લાય કરવાનું છે.
પીવીસી કાર્ડ ઘરે બેઠા મેળવવા માટે અરજી કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા વોટર્સ સર્વિસ પોર્ટલ https://voters.eci.gov.in/ પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે અહીં તમારે Shifting of residence/correction of entries in existing electoral roll/replacement of EPIC/marking of PwD વાળા ફોર્મ 8 પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 3: જો તમે અહીં અકાઉન્ટ ક્રિએટ નથી કર્યું, તો પહેલા સાઈન અપ કરો.
સ્ટેપ 4: અકાઉન્ટ ક્રિએટ કરેલું છે, તો પાસવર્ડ નાખીને લોગઈન કરો.
સ્ટેપ 5: હવે EPIC નંબર નાખીને Issue of Replacement EPIC without correction પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે તમારી સામે એક ફોર્મ ખુલશે, જેમાં તમારે ડિટેઈલ્સ ભરવાની છે.
સ્ટેપ 7: નવું કાર્ડ અપ્લાય કરતા સમયે ત્રણ ઓપ્શન Lost, Destroyed, Mutilated એમ મળશે. તમારે આમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે.
સ્ટેપ 8: હવે આખું ફોર્મ ભર્યા બાદ ફરી એકવાર ફોર્મને ચેક કરી લો.
સ્ટેપ 9: ફોર્મ સબમિટ કર્યા બાદ તમને એક રેફરન્સ નંબર મળશે. જે બાદ ભરેલું ફોર્મ તમારા પોતાના રેકોર્ડ માટે ડાઉનલોડ કરી રાખો.
આટલી પ્રોસેસ કર્યાના થોડા સમય બાદ તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ છે, તેના પર પોસ્ટ દ્વારા આ નવું પીવીસી કાર્ડ મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications