Lok Sabha Election માટે ઓનલાઈન ચેક કરો, ક્યાં છે તમારું પોલિંગ બૂથ

By Gizbot Bureau
|

લોકસભા ચૂંટણીની શરૂઆત થવા જઈ રહી છે. આ ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ રહી છે. પહેલા તબક્કાની શરૂઆતમ 19 એપ્રિલથી થવાની છે અને ગુજરાતમાં મતદાન 7 તારીખે થશે. આ ચૂંટણીમાં વોટ આપતા પહેલા તમને એ ખબર હોવી જરૂરી છે કે તમારું મતદાન મથક કયું છે અને ક્યાં છે. જો તમને આ ખબર હશે, તો તમારો ઘણો સમય બચશે અને તમે સમયાનુસાર વોટ આપી શક્શો. પોલિંગ બૂથની આ બધી જ માહિતી તમે ઘરે બેઠા તમારા ફોન કે પછી લેપટોપથી મેળવી શકો છો.

ગુજરાતમાં 7 તારીખે મતદાન થવાનું છે, અને આ દિવસે જાહેર રજા આપવામાં આવી છે. જેથી દરેક નાગરિકો સમય આપીને મત આપવાની ફરજ નિભાવી શકે. મત આપવા માટે તમારે એ જાણવું જરૂરી છે કે તમારું પોલિંગ બૂથ ક્યાં છે, તો જ તમે વૉટ આપી શક્શો. જો તમને પોલિંગ બૂથ વિશે માહિતી નહીં હોય, તો તમારે મત આપવા માટે તપાસ કરવી પડશે. પોલિંગ બૂથ કયું છે, ક્યાં છે, તેની માહિતી તમે ઓનલાઈન મેળવી શક્શો. આ માટે તમારે શું કરવાનું છે, તેની ડિટેઈલમાં માહિતી અમે તમને આ આર્ટિકલમાં આપી રહ્યા છીએ.

Lok Sabha Election માટે ઓનલાઈન ચેક કરો, ક્યાં છે તમારું પોલિંગ બૂથ

વેબસાઈટ પર આ રીતે સર્ચ કરો પોલિંગ બૂથ

સ્ટેપ 1: સૌથી પહેલા Election Commission of Indiaની વેબસાઈટ ઓપન કરો. આ માટે તમે https://voterportal.eci.gov.in/ લિંક પર ક્લિક કરી શકો છો.

સ્ટેપ 2: આ સાઈટ પર તમે રજિસ્ટર ઈમેઈલ આઈડી અથવા લોગ ઈન કરવું પડશે.

સ્ટેપ 3: હવે તમારે Find Polling Station ઓપ્શન પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 4: હવે તમને સ્ક્રીન પર જે માહિતી પૂછવામાં આવી છે, તે માહિતી અપડેટ કરવાની છે.

સ્ટેપ 5: આટલું કરતા જ તમને સ્ક્રીન પર પોલિંગ બૂથની માહિતી મળી જશે.

મોબાઈલ એપ દ્વારા પોલિંગ બૂથની માહિતી મેળવવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

તમે વેબસાઈટ ઉપરાંત તમારા સ્માર્ટફોનમાં એપ દ્વારા જ પોલિંગ બૂથની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે ફોનમાં વોટર હેલ્ફલાઈન એપ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરવાની છે. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝ્સ માટે અવેલેબલ છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં Voter Helpline App ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરો.

સ્ટેપ 2: બાદમાં એપમાં તમને find your polling station ઓપ્શન મળશે.

સ્ટેપ 3: અહીં તમારે રાજ્ય, જિલ્લા અને મત વિસ્તાર જેવી માહિતી આપવાની છે.

સ્ટેપ 4: હવે સર્ચ પર ક્લિક કરીને તમે નજીકના પોલિંગ બૂથ વિશેની માહિતી મેળવી શકો છો.

Best Mobiles in India

English summary
Lok Sabha Election 2024 check your polling booth online

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X