Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોનમાં સેવ કરેલા ફોટો, વીડિયો કોઈ નહીં જોઈ શકે, બસ આ સિક્રેટ ટ્રિકનો કરો ઉપયોગ
સ્માર્ટફોનમાં ઘણી વાર આપણા પ્રાઈવેટ ફોટોઝ અને વીડિયોઝ પણ હોય છે. આ ફોટોઝ અને વીડિયોઝ કોઈ જોઈ ન જાય ,તેના માટે તેને સંતાડવાજ રૂરી હોય છે. જો તમે પણ ફોનની ગૂગલ ફોટોઝ એપમાં આવા કટેલાક ફોટો અને વીડિયો હાઈડ કરવા ઈચ્છો છો, તો અમે તમારી હેલ્પ કરીશું. અમે તમને એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ફોટો અને વીડિયો હાઈડ કરવાની જબરજસ્ત ટ્રિક જણાવીશું. આ ટ્રિક દ્વારા તમે પ્રાઈવેટ ફોટો અને વીડિયો બીજાને ન દેખાય તે રીતે હાઈડ કરી શક્શો.

લૉક્ડ ફોલ્ડર કરશે મદદ
ગૂગલ ફોટો અને વીડિયોને લૉક્ડ ફોલ્ડરમાં રાખવાની સુવિધા આપે છે. આ લૉક્ડ ફોલ્ડરને ફોના પિનથી લોક કરી શકાય છે. લૉક ફોલ્ડરમાં મૂવ કરેલા ફોટો અને વીડિયો ફોટો ગ્રીડ, મેમરી, સર્ચ કે પછી આલ્બમમાં દેખાતા નથી. ખાસ વાત એ છે કે લૉક્ડ ફોલ્ડરના ફોટો અને વીડિયો એ એપ્સ પણ નથી જોઈ શક્તી જેમની પાસે તમારી ફોટો એપનું એક્સેસ છે.
લૉક્ડ ફોલ્ડર માટે આ રીતે કરો સેટ અપ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે લાઈબ્રેરી પર ટેપ કરીને લૉક્ડ ઓપ્શનમાં જાવ
સ્ટેપ 3: હવે Set Up locked Folder ઓપ્શન સિલેક્ટ કરો.
સ્ટેપ 4: હવે ડિવાઈસને અનલૉક કરવા માટે સ્ક્રીન પર દેખાતા સ્ટેપ્સને ફોલો કરો. જો તમારું લૉક્ડ ફોલ્ડર ખાલી છે, તો અહીંત મને Nothing here Yet લખેલું જોવા મળશે.
સ્ટેપ 5: ધ્યાન રાખો કે જો તમે ફોનનું સ્ક્રીન લૉક સેટ નથી કર્યું, તો લૉક્ડ ફોલ્ડર માટે તે સેટ કરવું ફરજિયાત છે. લૉક્ડ ફોલ્ડર અને ફોનનું સ્ક્રીન લૉક એક જ રહેશે. તમે બંને માટે અલગ અલગ પાસવર્ડ સેટ નહીં કરી શકો.
લૉક્ડ ફોલ્ડરના ઓટોમેટિક બેકઅપ માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ગૂગલ અકાઉન્ટમાં સાઈન ઈન કરો.
સ્ટેપ 3: ટોપ પર દેખાતા પ્રોફાઈલ ફોટો કે નામ પર ટેપ કરો.
સ્ટેપ 4: ફોટોઝ સેટિંગ્સ પર ટેપ કરીને બેક અપમાં જાવ અને બેક અપ લૉક્ડ ફોલ્ડર સિલેક્ટ કરો.
સ્ટેપ 5: લૉક્ડ ફોલ્ડર ઓપન કરો.
સ્ટેપ 6: પ્રોમ્પ્ટ મળે એટલે ડિવાઈસનું લૉક સ્ક્રીન યુઝ કરો.
સ્ટેપ 7: જરૂર પ્રમાણે લૉક્ડ ફોલ્ડરના બેક અપને ઓન ઓફ કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications