Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
LinkedIn પર પણ હવે યુટ્યુબની જેમ જોઈ શકાશે વીડિયો, આવશે નવું ફીચર
આમ તો LinkedIn પ્લેટફોર્મનો ઉપયોગ મોટા ભાગે વર્કિંગ પ્રોફેશનલ્સ જ કરતા હોય છે. માઈક્રોસોફ્ટની માલિકીના આ પ્લેટફોર્મના ભારતમાં કરોડો યુઝર્સ છે. અહીં લોકો પોતાનું કામ દર્શાવે છે, કામ શોધે છે, પોતાના માટે ટેલેન્ટેડ કર્મચારીઓ શોધે છે. એટલે કે LinkedIn પર મોટાભાગે કામને લગતી જ વાતો થાય છે. પરંતુ હવે એવી ચર્ચા છે કે LinkedIn પોતા યુઝર્સ માટે ટૂંક સમયમાં જ શોર્ટ વીડિયો ફીચર લઈને આવી રહ્યું છે.

શોર્ટ વીડિયો ફીચર થશે લોન્ચ
જો LinkedIn પર ખરેખર શોર્ટ વીડિયો ફીચર આવશે, તો તેની ટક્કર ઈન્સ્ટાગ્રામ, ટિકટોક અને યુટ્યુબ જેવી લોકપ્રિય એપ્સ સાથે થશે. શક્ય છે કે કંપની વધુ યુઝર્સને પોતાના પ્લેટફોર્મ પર લાવવા માટે અત્યારના સૌથી વધુ ટ્રેન્ડિંગ શોર્ટ વીડિયો ફીચરને લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે.
કંપનીનું શું કહેવું છે?
આ ફીચરને લઈને કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે LinkedInનો ઉદ્દેશ્ય યુઝર્સ સુધી તેમના ઉપયોગી વીડિયો પહોંચાડવાનો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લિંક્ડઈન પર રિલેટેડ વીડિયોઝ દર્શાવવા માટે કંપની હાલ નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. યોગ્ય વીડિયોઝ કેવી રીતે યુઝર્સ સુધી પહોંચાડી શકાય, તેના અલ્ગોરિધમનું પણ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
સામે આવ્યો અનઓફિશિયલ લૂક
જો કે, આ ફીચર વિશે હજી વધુ માહિતી સામે નથી આવી. પરંતુ ઓનલાઈન શૅર કરવામાં આવેલા એક ડેમોમાં આ ફીચરનો અનઓફિશિયલ લૂક દેખાય છે. જેમાં એપમાં એક વીડિયો બટન અને ટિકટોક તેમજ ઈન્સ્ટાગ્રામની જેમ શોર્ટ વીડિયો ફીડ જોવા મળે છે.
LinkedIn દ્વારા બનાવાઈ ખાસ ટીમ
આ રિપોર્ટમા એમ પણ કહેવામાં આવ્યું છે કે લિંક્ડઈન કન્ટેન્ટ ક્રિએટર્સને આકર્ષવા માટે આ નવા ફીચર પર કામ કરી રહ્યું છે. નવા ક્રિએટર્સને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ટીમ બનાવી રહ્યું છે અને આયોજન પણ કરી રહ્યું છે. પરંતુ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામની જેમ લિંક્ડઈન યુઝર્સ પાસે લાખો ફોરોઅર્સ નથઈ. એટલે આ પ્લેટફોર્મ પર ટિકટોક સ્ટાર્સની તુલનામાં ક્રિએટર્સનું ઓછું ફોલોઈંગ મોટો પડકાર છે.
આ ઉપરાંત બીજી તરફ X પણ વીડિયો પ્લેટફોર્મ બનવાની કોશિશ કરી રહ્યું છે, જેમાં કન્ટેન્ટ ક્રિએટર્સ સીધા જ વીડિયો પોસ્ટ કરીને કમાણી પણ કરી શકે છે. એટલે ટેક નિષ્ણાતોનું કહેવું છે કે વીડિયો ક્ષેત્રે ટકી રહેવું LinkedIn માટે સરળ નહીં હોય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
