Just In
- 583 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 584 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 585 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 586 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
LinkedIn યુઝર્સ માટે ઈન્સ્ટાગ્રામ જેવું વીડિયો ફીચર લોન્ચ, આ રીતે કરો યુઝ
LinkedIn દ્વારા પોતાના યુઝર્સ માટે એક નવું ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. હવે LinkedIn પર કેટલાક યુઝર્સને એક સ્પેસિફિક વીડિયો ટેબ દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ ફીચર વિશે માર્ચ મહિનામાં પહેલીવાર માહિતી સામે આવી હતી. કંપની આ વીડિયો ટેબ ફીચર ખાસ કરીને એન્ગેજમેન્ટ વધારવા માટે લાવી છે. નવા ફીચર વિશે LinkedIn ઈન્ડિયાના પ્રોડક્ટ હેડ અજય દત્તે જાહેરાત કરી છે. LinkedInનું આ ફીચર લગભગ ઈન્સ્ટાગ્રામ રીલ જેવું જ છે.
LinkedIn યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ
આ ફીચર વિશે સત્તાવાર રીતે જાહેરાત ભલે છેક આજે કરવામાં આવી, પરંતુ કેટલાક યુઝર્સને LinkedInનું આ શોર્ટ વીડિયો ફીચર ગત મહિને જ મળવાની શરૂઆત થઈ ચૂકી હતી. આ વીડિયો ટેબ ફીચર એન્ડ્રોઈડ પર હોમ અને માય નેટવર્ક ટેબની વચ્ચે જોવા મળે છે. હાલ આ વીડિયો ફીચર આઈફોન યુઝર્સ માટે રોલઆઉટ નથી કરવામાં આવ્યું. યુઝર્સ આ ટેબ પર જઈને વીડિયોઝ જોઈ શકે છે, તેને લાઈક અને કમેન્ટ પણ કરી શકે છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ રીલ્સની જેમ જ અહીંથી વીડિયોને શૅર પણ કરી શકાય છે.

અજય દત્તાએ LinkedIn પર જ કરી જાહેરાત
આ નવા ફીચર વિશે LinkedIn ઈન્ડિયાના પ્રોડક્ટ હેડ અજય જત્તાએ જાહેરાત કરતા કહ્યું છે કે વીડિયો ફોર્મેટમ ખૂબ ઝડપથી વિક્સી રહ્યું છે. વીડિયોઝ અપલોડ કરવાની સંખ્યા દર વર્ષે 25 ટકા વધી રહી છે. એટલે લોકો હવે ઈચ્છે છે કે તેઓ કોઈ પણ માહિતી વીડિયો દ્વારા મેળવે. તેઓ પોતાની જોબ્સ કે કામને લગતી અપડેટ્સ પણ વીડિયો દ્વારા મેળવે. જો તમને પણ આ ફીચર હજી સુધી નથી મળ્યું તો તમે પ્લે સ્ટોર પર જઈને LinkedIn એપ અપડેટ કરી શકો છો.
વર્ષની શરૂઆતમાં શરૂ થયું હતું ટેસ્ટિંગ
આ વર્ષની શરૂઆતમાં જ LinkedInના પ્રવક્તા સૂજી ઓવેન્સે કહ્યું હતું કે કંપની પોતાના યુઝર્સને LinkedIn પર રિલેટેડ વીડિયો દર્શાવવાના ફીચર પર કામ કરી રહી છે. હવે આખરે કંપનીએ આ ફીચર લોન્ચ પણ કરી દીધું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications