Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
LinkedIn પર AI ટૂલનો કરો ઉપયોગ, ફટાફટ મળશે મનગમતી નોકરી
નોકરી કરતો કોઈ પણ વ્યક્તિ ભાગ્યે જ LinkedIn પ્લેટફોર્મથી અજાણ હશે. LinkedIn દ્વારા નવેમ્બર 2023માં AI Powered ટૂલ લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા રાઈટિંગ અને રાઈટિંગ ટૂલ્સ, રિક્રુટમેન્ટ પેજિસ અને કંપની પેજિસ અવેલેબલ છે. જો કે LinkedInના આ એઆઈ ફીચર્સ હાલ માત્ર પ્રીમિયમ મેમ્બર્સ જ યુઝ કરી શકે છે. પરંતુ જો તમે પ્રીમિયમ મેમ્બર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે પણ LinkedInનિં સેલ્સ નેવિગટેર કે રિક્રુટર ટૂલ 30 દિવસ માટે ફ્રીમાં યુઝ કરી શકો છો. આ સેલ્સ નેવિગેટર કે રિક્ટર ટૂલ દ્વારા તમે LinkedIn પર રહેલા AI ટૂલ્સની સંપૂર્ણ રીતે યુઝ કરી શકો છો.
LinkedIn પર રહેલા AI પાવર્ડ ટૂલ્સ કેવી રીતે તમને તમારી મનગમતી જોબ મેળવવામાં મદદ કરી શકે છે, કેવી રીતે તમારી પ્રોફાઈલને વધુ સારી બનાવી શકે છે, તે વાત અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

AI Powered Job Search
LinkedIn પર નોકરી શોધવાની વાત આવે, ત્યારે સૌથી પહેલા તમારી પ્રોફાઈલ એકદમ અપ ટુ ડેટ હોવી જરૂરી છે, તો જ રિક્રૂટર્સ તમારી પ્રોફાઈલ જોઈને આકર્ષાશે. ઘણીવાર LinkedIn પર નોકરી શોધવી અઘરી પડી જાય છે, પરંતુ AI ટૂલ્સની મદદથી તમે માત્ર એક નાનકડો પ્રોમ્પ્ટ નાખીને નોકરી શોધી શકો છો. દા. ત. 'find me an office-based writing job in Delhi that pays over Rs 60000 per month.’ જ્યારે LinkedIn આ પ્રોમ્પ્ટ વાંચશે, કે તરત જ તે તમને આ રિક્વાયરમેન્ટ પ્રમાણેની નોકરી શોધીને આપશે. આ ઉપરાંત તમે કયા પ્રકારના પ્રોમ્પ્ટથી નોકરી શોધી શકો છો, તે પણ LinkedIn તમને નીચે દર્શાવશે.
AI to Review Your Application
જ્યારે પણ કોઈ વ્યક્તિ નોકરી સર્ચ કરતું હોય, ત્યારે સૌથી પહેલા તો એ જ વિચાર આવે કે મારો રિઝ્યુમ સૌથી બેસ્ટ હોવો જોઈએ. અથવા તો મારી જે પણ ખાસિયતો છે, કે અનુભવ છે, તે હું બરાબર રીતે હાઈલાઈટ કરું. તો આનો જવાબ પણ લિંક્ડઈનના એઆઈ ટૂલ પાસે છે. લિંક્ડઈનનો AI બોટ અહીં પણ નતમારી મદદ માટે તૈયાર છે. આ એઆઈ બોટ તમારો રિઝ્યુમ કે પ્રોફાઈલ અથવા એપ્લીકેશન સુધારવામાં તમારી મદદ કરશે. આ એઆઈ ટૂલ તમારા અનુભવ અને ક્વોલિટીઝને જરૂરી વેકેન્સી પ્રમાણે હાઈલાઈટ કરવામાં મદદ કરશે.
Profile Writing
લિંક્ડઈન પર રહેલું એઆઈ ટૂલ તમારી પ્રોફાઈલ ચેક કરીને, તમે શું લખ્યું છે, તે જુએ છે. બાદમાં તમારી પ્રોફાઈલમાં શું સુધારા વધારા કરવાની જરૂર છે, તે તમને સજેસ્ટ કરે છે. જો કે, તમારી પ્રોફાઈલમાં તમારે આ ચેન્જિસ કરવા કે નહીં, તે તમારે જાતે નક્કી કરવાનું છે. Generative AI LinkedIn પર તમે જ્યારે જોબ સર્ચ કરો છો, ત્યારે કવર મેસેજ લખવામાં પણ મદદ કરી શકે છે. LinkedIn પર Writer with AI link નામનું ફીચર છે, જે તમને મેસેજ ટાઈપ કરવામાં મદદ કરે છે. એકવાર તમે આ ઓપ્શન પર ક્લિક કરશો, એટલે તમને જુદા જુદા પ્રોમ્પ્ટ્સ મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications