Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhar કાર્ડને Voter ID સાથે કરો લિંક, પ્રક્રિયા છે આટલી સરળ
ચૂંટણી પંચે દેશના દરેક નાગરિકોના આધાર કાર્ડ અને વોટર આઈડી લિંક કરવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના દરેક નાગરિકે પોતાના બંને ઓળખ પત્રો એકબીજા સાથે લિંક કરવાના છે. જો કે, આ કામ તમે ઘરે બેઠા સાવ સરળતાથી ઓનલાઈન પણ કરી શકો છો. બંને ઓળખ પત્રોને લિંક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ચાલો, જાણીએ કેવી રીતે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ એકબીજા સાથે લિંક કરી શકાય છે?

જો, તમે હજી સુધી આધાર કાર્ડને પોતાના વોટર આઈડી સાથે લિંક નથી કર્યું, તો તમે બિલકુલ બરાબર આર્ટિકલ વાંચી રહ્યા છો. અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા સમજાવીશું, જેને અનુસરીને તમે આધાર કાર્ડને વોટર આઈડી સાથે ગણતરીની મિનિટોમાં લિંક કરી શક્શો.
અહીં અમે 11 સ્ટેપ્સ લખ્યા છે. તમારું વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ સાથે લઈને બેસો અને નીચે આપેલા સ્ટેપ્સ મુજબ આગળ વધતા જાવ.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે nsvpની સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે, આ માટે તમે અહીં આપેલી લિંક પર પણ ક્લિક કરી શકો છો. https://www.nvsp.in/
સ્ટેપ 2: હવે તમારે આ વેબસાઈટ પર લોગ ઈન કરવાનું છે. જો તમે પહેલીવાર આ વેબસાઈટ વિઝીટ કરી રહ્યા છો તો રજિસ્ટર બટન પર ક્લિક કરો, અહીં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી રજિસ્ટર કરો.
સ્ટેપ 3: હવે તમને વેબસાઈટની જમણી બાજુ ઉપરની તરફ રહેલા ડેશબોર્ડના વિકલ્પ દેખાશે. તેની બરાબર બાજુમાં તમને એક ડાઉન એરો દેખાશે, તેના પર ક્લિક કરો. હવે તમારે અહીં My Profile વિકલ્પ પસંદ કરવાનો છે.
સ્ટેપ 4: હવે એડિટ પ્રોફાઈલ વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારે તમારા વોટર આઈડીની ડિટેઈલ્સ ભરવાની રહેશે.
સ્ટેપ 5: બાદમાં નીચે આપેલા કેપ્ચા કોડને એન્ટર કરો. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આ વન ટાઈમ પાસવર્ડને ઈનપુટ કરીને આગળ વધો.
સ્ટેપ 6: હવે હોમ બટન પર ક્લિક કરો અને અહીં ફોર્મનો વિકલ્પ મળશે.
સ્ટેપ 7: બાદમાં નીચે સ્ક્રોલ કરો અહીં તમને Letter of information of Aadhaar Number for the Purpose of Electoral Roll Authentication વિકલ્પ પર જવાનુ છે. જેની ડાબી બાજુ તમને 6B Option મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 8: હવે અહીં તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રેસ ઈનપુટ કરવાનું રહેશે.
સ્ટેપ 9: હવે Select appropriate Option અંતર્ગત I have my Aadhaar Number વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
સ્ટેપ 10: અહીં તમારે તમારી આધાર ડિટેઈલ્સ એટલે કે આધાર નંબર અને સ્થળ ટાઈપ કરવાનુ છે. બાદમાં કેપ્ચા કોડ ઈનપુટ કરો.
સ્ટેપ 11: હવે પ્રિવ્યુના વિકલ્પ પર ક્લિક કરો અને બાદમાં Submit બટન દબાવો. ઓનસ્ક્રીન નિર્દેશ મુજબ આગળ વધો અને તમારું કામ થઈ જશે.
છે ને સાવ સરળ સ્ટેપ. તો ચૂંટણી પંચ આધાર અને ચૂંટણી કાર્ડને જોડવાની ડેડલાઈન જાહેર કરે એ પહેલા સાવ શાંતિથી આ બંને કાર્ડને લિંક કરી નાખો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications