Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આખા દિવસમાં કેટલાક કલાક વાપર્યો ફોન? કઈ એપ સૌથી વધુ વાપરી, આ રીતે જાણો
સ્માર્ટફોન આજના સમયમાં દરેક ઈન્ટરનેટ યુઝરની સૌથી મોટી જરૂરિયાત બની ચૂક્યા છે. ડિજિટલ સમયમાં બાળકોથી લઈને વૃદ્ધો બધાના જ હાથમાં ફોન હોવો સાવ સામાન્ય છે. ફોનનો ઉપયોગ જરૂરિયાત માટે તો બરાબર છે, પરંતુ દરેક કામમાં, દરેક ક્ષણે હાથમાં ફોન હોય તો તમારા જીવન પર ખરાબ અસર પડી શકે છે. જો તમને પણ લાગતું હોય કે તમે વધારે પડતો જ ફોન વાપરો છો, તો તમે એક ખાસ સેટિંગ કરીને તમારી આ આદત સુધારી શકો છો.

આ રીતે ચેક કરો ફોનનો વપરાશ
સ્ટેપ 1: સૌથી પહેલા ફોનના સેટિંગ્સમાં જાવ
સ્ટેપ 2: હવે સ્ક્રોલ ડાઉન કરીને Digital Wellbeing & Parental Controls પર ટેપ કરો
સ્ટેપ 3: હવે તમે ફોન આખા દિવસમાં કેટલીવાર ઉપયોગ કર્યો, કેટલા કલાક અને કેટલી મિનિટ ફોન વાપરો તે સ્ક્રીન પર જોઈ શકાશે.
સ્ટેપ 4: સાથે જ અહીં તમે કઈ એપનો ઉપયોગ વધારે કર્યો છે, તે એક સર્કલમાં મોટા ભાગમાં દેખાશે.
જો, તમને લાગે છે કે તમ કોઈ એપનો ઉપયોગ વધારે કરો છો, તે આ સેટિંગ્સથી જાણી શકાશે. આના પરથી તમે આદત સુધારી શક્શો. આના માટે એપ લિમિટનું ફીચર પણ કામ લાગે છે. એપ લિમિટનો ઓપ્શન પણ Digital Wellbeing & Parental Controlsમાં જ મળે છે. તેનાથી તમે એ નક્કી કરી શક્શો કે કઈ એપ કેટલી વપરાશે.
એપ લિમિટ સેટ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
સ્ટેપ 1: સૌથી પહેલા Digital Wellbeing & Parental Controlsમાં એપ લિમિટ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 2: હવે સ્ક્રીન પર તમને તમારા બધા જ ફોનમાં રહેલી એપ્સ દેખાશે.
સ્ટેપ 3: અહીં હવે એ એપ પર સિલેક્ટ કરો, જેની લિમિટ સેટ કરવી છે.
સ્ટેપ 4: હવે આ એપના નોટિફિકેશન પણ તમે મેનેજ કરી શકો છો, જેથી તેના નોટિફિકેશન તમને ડિસ્ટર્બ ન કરે.
સ્ટેપ 5: આ ઉપરાંત એપ ટાઈમર નક્કી કરો, જેથી ટાઈમ પતી ગયા પછી તમને નોટિફિકેશન આવે અને તમે એપ ઓછી યુઝ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications