એલજી ઘ્વારા સ્ટાઈલો 3 પ્લસ એન્ડ્રોઇડ 7.0 નોગૅટ સાથે લોન્ચ

Posted By: anuj prajapati

થોડા મહિના પહેલા જ એલજી ઘ્વારા છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહેલો એલજી જી6 સ્માર્ટફોન ખરીદી શકાય તેવી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હાલમાં એલજી ફરી એકવાર ચર્ચામાં છે. એલજી તેમના લેટેસ્ટ મીડ રેન્જ સ્માર્ટફોન એલજી સ્ટાઈલો 3 પ્લસ માટે ચર્ચામાં છે.

એલજી ઘ્વારા સ્ટાઈલો 3 પ્લસ એન્ડ્રોઇડ 7.0 નોગૅટ સાથે લોન્ચ

આ બજેટ-ફ્રેંડલી હેન્ડસેટ ખરીદનારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોગ્ય સ્પેક્સ સાથે આવે છે. આ નવું ફોન $ 225 ની પ્રાઇસ ટેગ ધરાવે છે જે લગભગ 14,600 રૂપિયા ની આસપાસ આવે છે. હવે, કંપનીએ આ ફોન ફક્ત યુ.એસ.માં ટી-મોબાઇલ સાથે ઉપલબ્ધ કર્યો હતો. સુંદર ડિઝાઈન સાથે અને તેમાં આવશ્યક સ્પેક્સ ઓફર કરવાની સાથે બજારની કેટલીક લોકપ્રિયતા પ્રાપ્ત કરવામાં કોઈ શંકા નથી.

સ્લીક અને એલિગન્ટ ડિઝાઇન

સ્લીક અને એલિગન્ટ ડિઝાઇન

એલજી સ્ટાઈલો 3 પ્લસ અન્ય ફોનથી વિપરીત એક આકર્ષક મેટલ ફ્રેમ અને દૂર કરી શકાય તેવા બેક કવર સાથે આવે છે. આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં ફિઝિકલ બટન આપવામાં આવ્યું નથી. સ્માર્ટફોનની પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

સ્પીકર પણ ડિવાઈઝ પાછળ મૂકવામાં આવે છે, જ્યારે 3.5mm ઓડિયો જેક અને માઇક્રો-યુએસબી પોર્ટ સ્માર્ટફોનની નીચે તરફ આપવામાં આવ્યું છે.

ફીચર ડીટેલ

ફીચર ડીટેલ

આ સ્માર્ટફોનમાં 1.4GHz સ્નેપડ્રેગન 435 ઓક્ટાકોર પ્રોસેસર 2 જીબી રેમ સાથે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે અને સિંગલ સિમ સ્લોટ સપોર્ટ કરે છે.

આ સ્માર્ટફોનમાં 5.7 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા વધારી શકો છો.

ગૂગલ ફોટો 500 મિલિયન યુઝર, નવા 3 શેરિંગ ફીચર આવ્યા

એમ્બેડેડ સ્ટાઈલર્સ પેન

એમ્બેડેડ સ્ટાઈલર્સ પેન

આ સ્માર્ટફોન એક સ્ટાઈલર્સ પેન સાથે આવે છે. તે વપરાશકર્તાનાં કાર્યને સરળ બનાવવા માટે ઘણા લક્ષણો આપે છે. તેમાં બીજા પણ ઘણા ફીચર જેવા કે ઇમેજ ઝૂમ, મેમો લખવો, વીડિયો રેકોર્ડ કરવા અને જીફ ફાઈલ બનાવવા જેવા ફીચર આપવામાં આવ્યા છે.

ઓપ્ટિક્સ અને કનેક્ટિવિટી

ઓપ્ટિક્સ અને કનેક્ટિવિટી

એલજી ઘ્વારા સ્ટાઈલો 3 પ્લસ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા ઓટો ફોકસ અને ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. તેમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં 3080mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. હવે જો આ સ્માર્ટફોન કનેક્ટિવિટી ઓપશન વિશે વાત કરવામાં આવે તો તેમાં વાઇફાઇ, બ્લૂટૂથ, 4G VoLTE જેવી સુવિધા આપવામાં આવી છે.

English summary
LG has made its appearance on the headline by launching a mid-ranger, LG Stylo 3 Plus.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot