લેનોવો પી2 જલ્દી થશે લોન્ચ, પાવરહાઉસ 5100 mAH બેટરી

Posted By: anuj prajapati

લેનોવો આવનારો સ્માર્ટફોન લેનોવો પી2 ખુબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે. લેનોવો પી સિરીઝ સ્માર્ટફોનમાં બેટરી પર ખુબ જ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનની બેટરી તેની યુએસપી છે. કંઈક આવું જ આવનારો સ્માર્ટફોન લેનોવો પી2 સાથે પણ છે. વાઇબ પી2 સૌથી પહેલા આઇએએફ 2016 માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

લેનોવો પી2 જલ્દી થશે લોન્ચ, પાવરહાઉસ 5100 mAH બેટરી

લેનોવો વર્ષ 2017 ની શરૂઆત પી સિરીઝ સાથે જ કરવા જઈ રહ્યો છે. પોતાના ઓફિશ્યિલ ટ્વિટર એકાઉન્ટ પર લેનોવો ઘ્વારા તેની જાણકારી પણ આપવામાં આવી હતી.

યૂટ્યૂબ ઓડિયો ને ios પર બેકગ્રાઉન્ડ માં પ્લે કરવા ની સિમ્પલ રીત

લેનોવો પી2 સ્માર્ટફોનમાં 5100 mAH બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં પ્લાસ્ટિક બેક આપવામાં આવી છે, જેના પર મેટલ ફિનિશિંગ કરવામાં આવ્યું છે. લેનોવો સ્માર્ટફોનને તમે બીજી ડિવાઈઝ ચાર્જ કરવા માટે પણ કરી શકો છો.

લેનોવો પી2 સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ફુલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 2GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન બે રેમ વેરિયંટ 3 જીબી અને 4 જીબી વેરિયંટમાં આવ્યો છે. જેમાં 32 જીબી અને 128 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.

લેનોવો પી2 સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો ફ્લેશ લાઈટ સાથે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Lenovo P2 to launch in India soon.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot