Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Mukesh Ambani લાવ્યા જબરજસ્ત સ્કીમ, માત્ર 12 હજારમાં મળશે લેપટોપ
રિલાયન્સ જીયો દ્વારા પોતાના ગ્રાહકોને દિવાળીની જબરજસ્ત ભેટ આપવામાં આવી છે. જો તમે પણ નવું લેપટોપ લેવાનું વિચારી રહ્યા છો, તો મુકેશ અંબાણી તમારા માટે જબરજસ્ત ઓફર લાવ્યા છે. દિવાળીના તહેવાર ટાણે લેપટોપ સાવ સસ્તામાં મળી રહ્યું છે. રિલાયન્સનું જીયો બુક 11 એમેઝોન પરથી તમે સાવ ઓછી કિંમતે ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે જીયો બુક ગત વર્ષે લોન્ચ થયું હતું અને હવે તેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત તમે કેટલીક બેન્ક ઓફર્સનો લાભ પણ મેળવી શકો છો, જે બાદ તમારે આ લેપટોપ માટે એકદમ ઓછી કિંમત ચૂકવવાની છે. JioBook ની કિંમતની સરખામણીએ તેમાં ઘણા સારા ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ મળી રહ્યા છે. આ આર્ટિકલમાં અમે તમને આ લેપટોપની ખાસિયત અને કિંમત જણાવીશું.

ફોનની કિંમતમાં લેપટોપ
નવું લેપટોપ લેવા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. JioBook 11 એમેઝોન પરથી તમે 12,890 રૂપિયામાં ખરીદી શકો છો. આ લેપટોપ ખરીદતા સમયે તમે એમેઝોન ICICI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો, તો આ કિંમત હજી પણ ઓછી થઈ શકે છે. આ 4જી લેપટોપ એવા લોકો માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે, જેમને ઓછી કિંમતે એવું લેપટોપ જોઈએ છીએ, જેમાં વીડિયો જોઈ શકાય, માઈક્રોસોફ્ટ ઓફિસ ચાલુ કરી શકાય અને નાના મોટા કામ કરી શકાય.
લાઈફટાઈમ ઓફિસ
જીયો તેમાં લાઈફટાઈમ માટે ફ્રી માઈક્રોસોફ્ટ ઓફિસ પણ આપી રહ્યું છે. એન્ડ્રોઈડ 4જી લેપટોપમાં ઓક્ટા કોર મીડિયાટેક 8788 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 4 જીબી રેમની સાથે સાથે 64 જીબી સ્ટોરેજ મળે છે. આ સ્ટોરેજને 256 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. આ લેપટોપમાં ડ્યુઅલ બેન્ડ વાઈફાઈની પણ સુવિધા મળે છે. સારી વાત એ છે કે આ લેપટોપનું વજન સાવ ઓછું છે. આ લેપટોપનું વજન માત્ર 990 ગ્રામ છે.
બેટરીની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં આ લેપટોપની બેટરી 7થી 8 કલાક સુધી ચાલે છે. આ ઉપરાંત બેટરીમાં કંપની એક વર્ષની વોરંટી પણ આપી રહી છે.
કયા યુઝર્સ માટે બેસ્ટ?
આ લેપટોપ વધુ હેવી ટાસ્કિંગ માટે ડિઝાઈન નથી કરવામાં આવ્યું. કંપનીનો હેતુ આ લેપટોપનો ઉપયોગ એવા લોકો માટે ડિવાઈસ અવેલેબલ કરવાનો છે, જે ફોન પર બેઝિક કામ કરે છે, પરંતુ નાની સ્ક્રીનને કારણે તેમને મુશ્કેલી પડે છે. આવા લોકો 12 હજારની કિંમતમાં આ લેપટોપ ખીદી શકે છે. આ લેપટોપમાં યુટ્યુબ, નેટફ્લિક્સ, વ્હોટ્સ એપ, ટાઈપિંગ, માઈક્રોસોફ્ટ ઓફિસને લગતા નાના મોટા કામ સરળતાથી કરી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications