Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
કયુ લેપટોપ છે તમારા માટે બેસ્ટ, આ રીતે નક્કી કરો
આજની ફાસ્ટ ડિજીટલ દુનિયામાં લેપટોપ કામ, એન્ટરટેઈનમેન્ટ અને કમ્યુનિકેશન માટે જરૂરી ડિવાઈસ બની ચૂક્યુ છે. પરંતુ પોતાની જરૂરિયાતને અનુરૂપ યોગ્ય લેપટોપની પસંદગી કરવી અઘરી છે, કારણ કે એકવાર તમે માર્કેટમાં જશો, તો તમને અઢળક ઓપ્શન્સ મળી રહેશે. આ સંખ્યાબંધ ઓપ્શનમાંથી યોગ્ય લેપટોપની પસંદગી કરવી એ ઘાસના ઢગલામાંથી સોય શોધવા બરાબર છે. પરંતુ લેપટોપ ખરીદતા સમયે યોગ્ય ફીચર્સ, બેટરી લાઈફ, સાઈઠ અને પોર્ટેબલિટી જેવી માહિતી ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો તમે પહેલીવાર લેપટોપ ખરીદી રહ્યા છો, તો થોડા વધારે સાવચેત રહેવાની જરૂર છે. અહીં અમે તમને કેટલીક એવી માહિતી જણાવી રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખવાથી તમે તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય લેપટોપ પસંદ કરી શક્શો.

બજેટ અને જરૂરિયાત
લેપટોપ ખરીદતા પહેલા એ ધ્યાનમાં રાખો કે તમે લેપટોપ કેવા પ્રકારના કામ માટે ખરીદી રહ્યા છો, આ લેપટોપનો મહત્તમ ઉપયોગ શેમાં થવાનો છે. શું તમે એક ગેમર છો? શું એક પ્રોફેશનલ છો, જેને હાઈ પર્ફોમન્સ કમ્યુટરની જરૂર છે કે પછી એક વિદ્યાર્થી કે એવા વ્યક્તિ છો, જે લેપટોપનો ઉપયોગ વેબ બ્રાઉઝિંગ અને મીડિયા કન્ઝપ્શન માટે કરવાનો છે. આ પ્રકારની જરૂરિયાત ધ્યાનમાં રાખવાથી તમારા ઓપ્શન લિમિટેડ થઈ જશે, સાથે જ તમે સરળતાથી યોગ્ય લેપટોપની પસંદગી કરી શક્શો. જરૂરિયાત નક્કી થઈ જવાથી તમે લેપટોપ માટેનું બજેટ પણ નક્કી કરી શક્શો, એટલે તમારા ઓપ્શન હજી ઘટી જશે, જેને કારણે તમને આસાની રહેશે.
સ્ક્રીન સાઈઝ
લેપટોપની સ્ક્રીન સાઈઝ પણ અગત્યનો મુદ્દો છે. ઘણીવાર આપણે ઉતાવળમાં જરૂર કરતા મોટું કે નાનું લેપટોપ ખરીદી લઈએ છીએ. જેને કારણે જ્યારે રોજેરોજ તેનો ઉપયોગ કરીએ, ત્યારે મુશ્કેલી સર્જાય છે. જો તમે વિદ્યાર્થી છો અને તમારે લેપટોપને લાંબા સમય સુધી કેરી કરવાનું છે, તો તમે નાની સાઈઝનું કે પછી કોમ્પેક્ટ લેપટોપ લઈ શકો છો, જેથી તેની હેરફેર સરળતાથી થઈ શકે. પરંતુ જો તમે ગ્રાફિક્સ, એડિટિંગ માટે લેપટોપ કરીદી રહ્યા છો, કે પછી તમે પ્રોગ્રામિંગ કરો છો, તો તમારે ફૂલ સાઈઝનું લેપટોપ લેવું જોઈએ, જેથી તમને મોટી સ્ક્રીન અને મોટું કી બોર્ડ મળે. ધ્યાન રાખો કે તમારા બજેટ પ્રમાણે તમે હાઈ રિઝોલ્યુશનનું લેપટોપ ખરીદો, કારણ કે તેનાથી તમને સોશિયલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટમાં વધારે આનંદ આવશે.
બેટરી લાઈફ
જો તમારે લેપટોપ લઈને સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવાનું છે, તો તમારા માટે લેપટોપની બેટરી લાઈફ અગત્યની બની જાય છે. આવી સ્થિતિમાં તમારે એવું લેપટોપ ખરીદવું જોઈએ, જેની બેટરી લાંબા સમય સુધી ટકે છે. જેથી તમારે વારંવાર લેપટોપને ચાર્જ ન કરવું પડે અને એક જગ્યાએ બેસી ન રહેવું પડે. આ માટે તમારે મેન્યુફેક્ચરરે આપેલા બેટરી બેકઅપના આંકડા પર વિશ્વાસ કરવાના બદલે તેના રિવ્યુ અને યુઝર્સ એક્સપીરિયન્સ પર ધ્યાન આપવું જોઈએ.
સ્પેશિફિકેશન્સ કમ્પેર કરો.
ઓછી કિંમતમાં સારું લેપટોપ ખરીદવા માટે તમારે લેપટોપના પ્રોસેસર, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, સ્ટોરેજ, ઓપરેટિંગ સિસ્ટમ અને બેટરી લાઈફ પર પણ ધ્યાન આપવું જોઈએ. યોગ્ય સ્પેસિફિકેશન્સવાળું લેપટોપ મેળવવા માટે રિસર્ચ કરો અને જુદા જુદા મોડેલ્સની સરખામણી કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications