Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
લેપટોપની બેટરી ફટાફટ ઉતરી રહી છે? તો આ ટિપ્સ કરો ફોલો
પ્રોફેશનલ હોય કે પર્સનલ લાઈફ, લેપટોપ વગર એક દિવસની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય છે. સમયની સાથે સાતે ટેક્નોલોજી પણ એડવાન્સ બની રહી છે. આ એડવાન્સ ફીચરની મદદ આપણે ઘણા કામ સરળતાથી કરી લઈએ છીએ. પરંતુ હજી પણ લેપટોપ યુઝર્સની સૌથી મોટી ચિંતા બેટરીને લઈને હોય છે. હવે તો ઘણા લાંબી બેટરી લાઈફ ધરાવતા લેપટોપ માર્કેટમાં આવી ગયા છે, પરંતુ ઈન્ટરનેટ અને મલ્ટીટાસ્કિંગને કારણે બેટરી પર્ફોમન્સને ઘણી અસર થાય છે. આ ઉપરાંત સમયની સાથે સાથે લેપટોપની બેટરી લાઈફ પણ ઘટવા લાગે છે.

જો તમે પણ લેપટોપની બેટરી લાઈફની સમસ્યા અનુભવી રહ્યા છો, તો આ આર્ટિકલમાં અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેનાથી તમે લેપટોપની બેટરી લાઈફને એડજસ્ટ કરી શકો છો.
ઓપ્ટિમાઈઝ્ડ પાવર મોડ
વધુ સારા બેટરી બેકઅપ માટે તમારા લેપટોપને બેસ્ટ પાવર એફિશિયન્સી મોડ પર ખો. તેનાથી તમારા લેપટોપની બેટરી ધીરે ધીરે વપરાશે. આ ઉપરાંત લેપટોપના પર્ફોમન્સને પણ અસર નહીં થાય. આ મોડ એવા યુઝર્સ માટે બેસ્ટ છે, જે લેપટોપ પર વધારે ટાઈપિંગ કરે છે, અને તેમણે હેવી ગ્રાફિક્સ કે પછી કોડિંગ જેવા ટાસ્ક નથી કરવાના.
ઓટો એનર્જી સેવર અનેબલ કરો.
તમારા લેપટોપને હંમેશા એનર્જી સેવિંગ મોડ પર રાખો. આ ફીચરને કારણે જેવી તમારા લેપટોપની બેટરી 30 ટકા પર પહોંચશે, તો આ મોડ એક્ટિવ થઈ જશે. આમ કરવાથી લેપટોપનું પર્ફોમન્સ થોડું ડાઉન થશે, પરંતુ તમારી બેટરી લાંબી ચાલશે. જેથી તમે થોડો લાંબો સમય કામ કરી શક્શો.
ઓટો સ્ક્રીન ઓફ અને હાઈબર્નેશન પણ સેટ કરો
જ્યારે પણ તમે તમારું લેપટોપ યુઝ નથી કરી રહ્યા, તો સ્ક્રીન ઓફ રાખો. સ્ક્રીન ઓફને ઓટો સિલેક્ટ કરી રાખો. આ ઉપરાંત જો તમે ચા પીવા જઈ રહ્યા છો કે નાનકડો બ્રેક લઈ રહ્યા છો, તો લેપટોપને ઓન રાખવા બદલે હાઈબરનેશન મોડ પર રાખો. તેનાથી પાવર કન્ઝ્યુમ નહીં થાય અને બેટરી બચશે.
ઓટો બ્રાઈટનેસ એડજસ્ટમેન્ટ
તમારા લેપટોપની સ્ક્રીનની ઓટો બ્રાઈટનેસ સેટ કરો. તેનાથી સ્ક્રીનની બ્રાઈટનેસ તમારી આસપાસના વાતાવરણ કે અજવાળા પ્રમાણે સેટ થઈ જશે. તેનાથી બેટરી લાઈફ બેલેન્સ થવામાં મદદ મળે છે.
ક્લોઝ લિડ ટુ સ્લીપ એક્ટિવેટ કરો
લેપટોપના સેટિંગ્સમાં જઈને ક્લોઝ લિડ ટુ સ્લીપ એક્ટિવેટ કરો. એટલે તમે જ્યારે પણ લેપટોપની લીડ બંધ કરશો, તો તમારું લેપટોપ સ્લીપ મોડમાં જતું રહેશે. તેનાથી બેટરી ઓછી વપરાશે.
તમે ઉપર જણાવેલા બધા જ સ્ટેપ્સ ફોલો કરીને તમારા લેપટોપની બેટરીના બેકઅપને ઈમ્પ્રૂવ કરી શકો છો. સાથે જ ધ્યાન રાખો કે તમારા લેપટોપને લાંબા સમય સુધી ચાર્જિંગમાં ન મૂકી રાખો. બેટરી ફૂલ થઈ જાય એટલે ચાર્જરને અનપ્લગ કરી લો. હંમેશા ઓફિશિયલ ચાર્જરનો જ ઉપયોગ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications