Instagram પર ઘટ્યા ફોલોઅર્સ? જાણો કોણે કર્યા તમને અનફોલો

By Gizbot Bureau
|

આજકાલ ઈન્સ્ટાગ્રામ લગભગ દરેક યુઝર વાપરે છે. એમાંય રીલ્સ લોન્ચ થયા બાદ ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા જબરજસ્ત વધી છે. લોકોને ઈન્સ્ટાગ્રામ પર કેટલા યુઝર્સ છે, તેના પરથી તેમની લોકપ્રિયતા નક્કી થાય છે. ખાસ તો, જો ફોલોઅર્સ વધે ઘટે તો લોકોના મૂડ પર પણ અસર પડે છે. પણ, જો તમારા ફોલોઅર્સ વધે, તો ઈન્સ્ટાગ્રામ તમને નોટિફિકેશન આપે છે, પરંતુ જો કોઈ તમને અનફોલો કરે તો ઈન્સ્ટાગ્રામ તમને નોટિફિકેશન નથી આપતું. બસ તમારા ફોલોઅર્સનો આંકડો ઘટી જાય છે. તમને કોણે અનફોલો કર્યા, તે ત્યાં સુધી નથી જાણી શકાતું, જ્યાં સુધી તમને આગળ તપાસ નથી કરતા.

Instagram પર ઘટ્યા ફોલોઅર્સ? જાણો કોણે કર્યા તમને અનફોલો

જાણો કોણએ કર્યા તમને અનફોલો

જો તમે તમારા ફોલોઅર્સની લિસ્ટ ખોલીને સ્ક્રોલ કરશો, તો તમને જાણ થશે કે હજી પણ કોણ તમને ફોલો અકરે છે, અને કોણ નથી કરતું. પરંતુ આ માટે તમને તમારા બધા જ ફોલોઅર્સ યાદ હોવા જરૂરી છે. જો તમારા ફોલોઅર્સ વધારે છે, તો આ કામ અઘરું છે. અસંખ્ય ફોલોઅર્સના નામ યાદ રાખવા શક્ય નથી. પરંતુ આજે અમે તમારા માટે એવી રીત લઈને આવ્યા છીએ, જેની મદદથી તમને જાણી શક્શો કે કોણે તમને અનફોલો કર્યા છે.

થર્ડ પાર્ટી એપનો ઉપયોગ નથી સેફ

ઈન્સ્ટાગ્રામ પર કોણે તમને અનફોલો કર્યા છે, તે જાણવા માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા તો એ ધ્યાન રાખો કે જ્યારે તમને કોઈ પણ થર્ડ પાર્ટી એપમાં લોગ ઈન કરો છો, તો તમારો બધો જ ઈન્સ્ટાગ્રામનો ડેટા એ એપ સુધી પહોંચે છે. આ એપ તમારા ફોનની ગેલેરી અને લોકેશન જાણવાની પરમિશન પણ માગી શકે છે. થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં હંમેશા જોખમ હોય છે. આવી એપ્સ તમારો ડેટા કોઈને પણ વેચી શકે છે, એટલે આવી એપ્લીકેશન વાપરતા સમયે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

Followers & Unfollowers App

જો તમારે એ જાણવું છે કે ઈન્સ્ટાગ્રામ પર કોણે તમને અનફોલો કર્યા તો, તમે આ એપ ડાઉનલોડ કરશો, જ્યારે જ્યારે કોઈ તમને અનફોલો કરશે, ત્યારે ત્યારે એપ તમને નોટિફિકેશન આપશે. ફોલોઅર્સ એન્ડ અનફોલોઅર્સ ઉપરાંત ફોલોમીટર નામની પણ એપનો ઉપયોગ તમને કરી શકો છો, જે તમને કોઈ અનફોલો કરશે, તેની નોટિફિકેશન આપશે.

આ રીતે જાણો કોણે કર્યા છે તમને અનફોલો

- આ એપનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને FollowerS & Unfollowers એપ ડાઉનલોડ કરો.

- એપ ખોલો અને અહીં તમારા ઈન્સ્ટાગ્રામ ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.

- હવ સાઈડ મેન્યુ ઓપન કરો, અહીં Recent Unfollowers પર ક્લિક કરો.

- હવે તમે એ અકાઉન્ટને જોઈ શક્શો, જેણે તાજેતરમાં જ તમને અનફોલો કર્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
know who unfollowed you on Instagram use this steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X