Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jio 5G શું તમારા મોબાઈલમાં કરશે સપોર્ટ? વાંચો લિસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આજે દેશમાં 5જી સર્વિસની શરૂઆત કરાવી દીધી છે. જીયોની 5જી સર્વિસ દિવાળી સુધી દેશમાં શરૂ થવાની છે. જીયોએ પોતાની એજીએમમાં કરેલી જાહેરાત મુજબ કંપની સ્ટેન્ડ અલોન 5જી નેટવર્ક લોન્ચ કરવાની છે, જે 5જી સંપૂર્ણ રીતે આત્મનિર્ભર રહેશે. એટલે કે જીઓ પોતાની 5જી સર્વિસ માટે અલગથી ઈન્ફ્રાસ્ટર્કચર તૈયાર કરશે. જો કે, 5જી લોન્ચ થતાં જ સૌથી મોટો સવાલ એ છે કે કયા ફોનમાં જીયોનું 5જી નેટવર્ક સપોર્ટ કરશે. ભારતીય માર્કેટમાં હાલ લગભગ દરેક કંપનીના 5જી ફોન વેચાઈ રહ્યા છે, પરંતુ 5જી માટે જરૂરી બેન્ડને લઈ લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો તમે જીયોનું 5જી સીમ લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે જીયો 5જી તમારા ફોનમાં સપોર્ટ કરશે કે નહીં.

Jio 5g SA બેન્ડ્ઝ
સૌથી પહેલા તમને એ જણાવી દઈએ કે જીયોનું 5જી નેટવર્ક n3, n5, n28, n77 અને n78 બેન્ડઝને સપોર્ટ કરશે અને તમામ 22 સર્કલમાં તેની સર્વિસ મળશે, જેની શરૂઆત કેટલાક મેટ્રો શહેરથી થશે. તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમારા ફોનમાં આ બેન્ડ્ઝ સપોર્ટ કરે છે કે નહીં.
Xiaomi, Redmi, Pocoના આ ફોનમાં થશે સોપર્ટ
Xiaomi, Redmi, Pocoમાં 5G SA, 5G NSA બંને પ્રકારના 5જી નેટવર્કનો સપોર્ટ છે. શાઓમીના કહેવા પ્રમાણે OTA દ્વારા પણ કંપની એ તમામ ફનમાં સ્ટેન્ડ અલોન 5જી સપોર્ટ આપશે, જેમાં NSAનો સપોર્ટ છે. Xiaomi 11 Lite NE 5G થી લઈને Xiaomi 12 Pro સુધીના તમામ ફોનમાં જીયો 5જી સપોર્ટ કરશે. તો Poco M4 5Gથી લઈને X4 Pro 5Gમાં NSA અને SA નેટવર્કનો સપોર્ટ મળશે.
Realmeના આ ફોનમાં 5g કરશે સપોર્ટ
Realme 9i 5Gમાં NSA અને SA એમ બંને પ્રકારના 5G બેન્ડનો સપોર્ટ છે. આ ઉપરાંત Realme 9 Pro Plus 5G અને Realme 9 Pro 5Gમાં પણ જીયોનું 5જી સપોર્ટ કરશે. Realme GT સિરીઝમાં પણ NSA અને SA બંને પ્રકારના 5જી નેટવર્કનો સપોર્ટ મળશે. કંપનીએ પોતાના અન્ય ફોનમાં 5જીના સપોર્ટ અંગે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ એક અપડેટ બાદ રિયલમીના NSA નેટવર્ક ધરાવતા ફોનમાં પણ જીયોનું 5જી ચાલવા લાગશે.
OnePlusના આ ફોનમાં 5જી કરશે સપોર્ટ
OnePlus 8 Seriesથી લઈને OnePlus Nord 5G સુધીના હેન્ડસેટમાં 5જી સપોર્ટ કરે છે, પરંતુ n78 બેન્ડ મામલે આ ફોનની ટીકા થઈ ચૂકી છે. OnePlus Nordમાં NSA 5જી સપોર્ટ કરે છે કે SA તે અંગે હજી સુધી કંપનીએ ખુલાસો નથી કર્યો. OnePlus 9 Seriesમાં n41 અને n78 સપોર્ટ થશે, એટલે કે આ ફોનમાં સ્ટેન્ડ અલોન અને નોન સ્ટેન્ડ અલોન 5જી બંને સપોર્ટ કરશે. પરંતુ જીયો પાસે n41 બેન્ડ નથી, એટલે આ ફોનમાં જીયોનું 5જી વાપરવામાં તકલીફ થવાની સક્યતા છે. OnePlus Nord 2 5G, Nord CE 2 5G ઉપરાંત OnePlus Nord CE 2 liteમાં ઘણા બધા બેન્ડનો 5જી સપોર્ટ છે. જ્યારે OnePlsu 10 Pro, OnePlus 10R, OnePlsu 10T ફોનમાં જીયોનું 5જી સપોર્ટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications