Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
શું તમારા ફોનમાં વાઈરસ છે? આ રીતે જાણો અને કરો રિમૂવ
શું તમારો ફોન વારંવાર હેંગ થાય છે અને તમને લાગે છે કે તેમાં વાઈરસ આવી ગયો છે? ઘણીવાર યુઝર્સને લાગે છે કે તેમનો ફોન સ્લો થયો છે અથવા તો વારંવાર હેંગ થાય છે, કારણ કે તેમાં વાઈરસ આવી ગયો છે. આ વાઈરસને તમે ફોનમાંથી હટાવી શકો છો. આ માટે ઘણીવાર યુઝર્સ પોતાના ફોનને ફેક્ટરી રિસેટ કરી દે છએ.

પરંતુ ફેક્ટરી રિસેટનો અર્થ છે કે તમારા ફોનમાં રહેલો બધો જ ડેટા ડિલીટ કરી દેવો. સરળ શબ્દોમાં કહીએ તો ફેક્ટરી રીસેટ કરવાથી તમારો ફોન બિલકુલ નવો થઈ જાય છે, જેમાં તમારો કોઈ પર્સનલ ડેટા અથવા એપ નથી હોતી. કોઈ કોઈ પ્રિ ઈન્સ્ટોલ્ડ એપ્સ જ ફોનમાં બચે છે. આ બાદ તમે ફરી ફોન યુઝ કરવાનો શરૂ કરો છો, તેમ તેમ તેમાં ડેટા એક્ઠો થતો જાય છે.
આમ ફેક્ટરી રિસેટ કરવાથી તમે બધો જ ડેટા ગુમાવી દો છો. તો શું એવી કોઈ રીત છે, જેનાથી ફોનમાં રહેલા વાઈરસ પણ નીકળઈ જાય અને તમારે ડેટા પણ ન ગુમાવવો પડે? જી હું, તમે આવું કરી શકો છો. આ માટે તમારે પર કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના છે.
તમારા ફોનમાં વાઈરસ છે કે નહીં તે જાણઓ.
સૌથી પહેલા તો તમારે સમજવું પડશે કે શું સાચે તમારા ફોનમાં વાઈરસ છે કે નહીં. આ માટે તમારે ફોનને રિસ્ટાર્ટ કરીને ચેક કરવો જોઈએ. રિસ્ટાર્ટ કર્યા બાદ જો તમારો ફોન યોગ્ય સ્પીડે ચાલે છે તો તમારા ફોનમાં વાઈરસ નથી. પરંતુ જો રિસ્ટાર્ટ થયા બાદ પણ ફોન સ્લો જ ચાલતો હોય, તો તમારે બીજા કેટલાક પોઈન્ટને રિવ્યુ કરવા પડશે.
આ પોઈન્ટ્સ પર ધ્યાન આપો.
- શું તમે કોઈ નવી એપ તાજેતરમાં ઈન્સ્ટ્લ કરી છે, જે બાદ તમારો ફોન સ્લો થઈ ગયો છે?
- શું તમે કોઈ થર્ડ પાર્ટી સ્ટોર પરથી કોઈ ફાઈલ ડાઉનલોડ કરી છે?
- તમે ભૂલથઈ એવી કોઈ ફાઈલ તો ડાઉનલોડ નથી કરી ને, જે બાદ તમને વધારે એડ્સ દેખાવા લાગી હોય.
- શું કોઈ એક જ એપ ઓપન કરવામાં તમને વારંવાર મુશ્કેલી આવી રહી છે?
સેટિંગ્સમાં જઈને ચેક કરો.
જો આમાંથી કોઈ પણ સવાલનો જવાબ હા છે, તો તેનો અર્થ છે કે તમારા ફોનમાં કોઈલ માલવેર છે. આ માલવેરને ચેક કરવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમને એપ્સનો ઓપ્શન મળશે, જેમા તમારા ફોનમાં રહેલી બધી જ એપ્સ દેખાશે. જો આ લિસ્ટમાં કોઈ એવી એપ છે, જે તમે ડાઉનલોડ નથી કરી અને તે પહેલા તમારા ફોનમાં નહોતી, તો તમારે આ એપને રિમૂવ કરી દેવી જોઈએ.
આ ઉપરાંત એવી વધારાની એપ્સ પણ અનઈન્સ્ટોલ કરી દો, જે તમે યુઝ નથી કરતા. અહીં તમારે એ પણ ચેક કરવું જોઈએ કે તમે જે એપ્સ યુઝ કરો છો, તેમાં કોઈની પાસે વધારાની પરમિશન તો નથીને. વાઈરસ અથવા માલવેર એપ્સની સૌથી મોટી ઓળખ એ છે કે આ એપ્સ તમારા ફોનના બધા જ ફીચર્સનો યુઝ કરે છે.
ગૂગલ પ્લે પ્રોટેક્ટનો ઉપયોગ કરો.
તમે ફોનમાં રહેલા વાઈરસ કે માલવેરની ઓળખ કરવા માટે ગૂગલ પ્લે પ્રોટેક્ટ સ્કેનનો ઉપણ ઉપયોગ કરી શકો છો. આ એક એન્ડ્રોઈડ બિલ્ટ ઈન સિક્યોરિટી સિસ્ટમ છે. જેને ઓપન કરવા માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. બાદમાં તમારા પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો. અહીં તમને મેનેજ એપ્સનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો. બાદમાંત મને Scan Apps With Play Protectનો ઓપ્શન મળશે. તેની મદદથી તમે ફોનમાં કોઈ શંકાસ્પદ એપ છે કે નહીં તે ચેક કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications