Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Photos, Videos લેતા સમયે GPS રાખો બંધ, નહીં તો લીક થઈ જશે આ ઈન્ફોર્મેશન
આજકાલ આપણે બધા જ જે પણ કામ કરીએ છીએ, તેના ફોટોઝ અને વીડિયોઝ ક્લિક કરીએ છીએ. ક્લિક કર્યા બાદ તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરીએ છીએ, જેથી આપણા મિત્રો, ઓળખીતા લોકો તે જોઈ શકે. આ ટ્રેન્ડ આપણે બધા જ ફોલો કરીએ છીએ.
પરંતુ શું તમે ફોટોઝ અને વીડિયોઝ અપલોડ કરતા સમયે અગત્યની બાબતોનું ધ્યાન રાખો છો? જો નહીં, તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. તમે ઓનલાઈન સેલ્ફી સ્ટોકિંગનો શિકાર બની શકો છો. એટલે ફોટોઝ, વીડિયોઝ લેતા સમયે તમારે ફોનમાં કેટલાક સેટિંગ્સ બદલી લેવા જરૂરી છે, જેથી તમે ઓનલાઈન સેલ્ફી સ્ટોકિંગનો શઇકાર બનવાથી બચી શકો.

ફોનમાં બંધ કરો GPS
જો તમને ફોટોઝ અને વીડિયોઝ અપલોડ કરવાનો શોખ છે, અને તમે તેને ઓનલાઈન અપલોડ કરો છો, તો ફોટોઝ કે વીડિયોઝ ક્લિક કરતા સમયે તમારા ફોનનું જીપીએસ બંધ હોવું જરૂરી છે. આની પાછળનું કારણ તમારી સેફ્ટી છે.
જો તમે જીપીએસ બંધ નહીં કરો, તો સ્કેમર્સ તમારા વિશે બધી જ માહિતી મેળવી શકે છે. તમે ક્યાં છો, ક્યાં ફરો છો, શું કરી રહ્યા છો, આ બધી જ માહિતી સ્કેમર્સને તમારા અપલોડ કરેલા ફોટા પરથી મળી શકે છે.
આવું એટલા માટે થાય છે, કારણ કે તમે જ્યારે ફોટોઝ કે વીડિયોઝ ક્લિક કરો છો, ત્યારે જો તમારું જીપીએસ ઓન હોય, તો તમે જે જગ્યાએથી ફોટો પાડ્યો છે, તેના અક્ષાંસ અને રેખાંશ સહિત લોકેશન ફોટોઝની સાથે નોટ થાય છે. પછી ફોટો ડાઉનલોડ કરીને કોઈ પણ વ્યક્તિ આ માહિતી ચેક કરી શકે છે.
આ તમારું એક્ઝેટ લોકેશન હોય છે, જેના દ્વારા સ્કેમર્સ તમારા સુધી સરળતાથઈ પહોંચી શખે છે. આને ઓનલાઈન સ્ટોકિંગ બાય સેલ્ફી ફોટો કે વીડિયો તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી બચવા માટે ધ્યાન રાખો કે તમે જ્યારે પણ કોઈ ફોટો કે વીડિયો લો છો, ત્યારે તમારું જીપીએસ હંમેશા ઓફ હોય.
પ્રાઈવસી માટે આટલી બાબતોનું ધ્યાન રાખો
- ક્યારેય તમારા પ્રોફાઈલમાં બધી જ માહિતી શૅર ન કરો. એટલી જ માહિતી શૅર કરો, જે બધા જ જાણે તો તમને કોઈ નુક્સાન ન થાય.
- તમારી પોસ્ટ જોવાનો ઓપ્શન એટલા જ લોકો માટે રાખો, જેને તમે ઓળખો છો, જેના પર તમે ભરોસો કરો છો. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રાઈવસી સેટિંગ્સ હોય છે, તે ચેક કરીને ઓન કરો.
- તમારા ફોટોઝ, વીડિયોઝ અપલોડ કરતા સમયે લોકેશન શૅર ન કરો
- આ ઉપરાંત બેકગ્રાઉન્ડમાં પણ એવી વસ્તુઓ ટાળો, જે તમારા લોકેશનને એક્સપોઝ કરતી હોય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
