JioStarની વેબસાઈટ થઈ લોન્ચ, 15 રૂપિયાથી શરૂ થશે પ્લાન

By Gizbot Bureau
|

Reliance Jio અને Walt Disneyનું મર્જર થઈ ને ડિઝની સ્ટાર બની ચૂક્યુ છે. આ મર્જરની સાથે જ ઓટીટી સેક્ટરના બે દિગ્ગજ પ્લેટફોર્મ બેમાંથી એક થઈ ચૂક્યા છે, જેમાં જીયો સિનેમા અને જીયો હોટસ્ટાર સામેલ છે. આ બંને પ્લેટફોર્મે મળીને એક નવા એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મની શરૂઆત કરી છે, જેનું નામ JioStar રાખવામાં આવ્યું છે. જીયોસ્ટાર વેબસાઈટ લાઈવ થઈ ચૂકી છે. આ પ્લેટફોર્મ પર તમે જીયો અને ડિઝની બંનેના કન્ટેન્ટનું એક્સેસ કરી શક્શો. આ નવી વેબસાઈટ લોન્ચ કરવાની સાથે સાથે કંપનીએ કેટલાક એન્ટરટેઈનમેન્ટ પેક્સ પણ લોન્ચ કર્યા છે. ચાલો જાણીએ બધી જ ડિટેઈલ્સ.

JioStarની વેબસાઈટ થઈ લોન્ચ, 15 રૂપિયાથી શરૂ થશે પ્લાન

જીયો સ્ટારની વેબસાઈટ લોન્ચ થવાની સાથે જ કંપનીએ પોતાની સાઈટ પર કેટલાક એન્ટરટેઈનમેન્ટ પેક્સની માહિતી રિલીઝ કરી દીધી છે. હાલ તો કંપનીએ બે જ પ્રકારના પેક રિલીઝ કર્યા છે, જેમાં એક SD અને એક HD પેક સામેલ છે. આ પેક્સની કિંમત માત્ર 15 રૂપિયાથી શરૂ થાય છે. એસડીમાં તમને હિન્દી, મરાઠી, બંગાળી, તેલુગુ જેવી ભાષાઓમાં કન્ટેન્ટ જોવાની સુવિધા મળશે. જ્યારે એચડીમાં હિન્દી, મરાઠી સહિત કિડ્સ કન્ટેન્ટ સામેલ છે.

હિન્દી પેક

Star Value Pack Hindiની કિંમત દર મહિને 59 રૂપિયા છે, જેમાં તમને 16 ચેનલ્સ જોવા મળશે. જેમાં સ્ટારની ચેનલ્સ સામેલ છે. જ્યારે એચડી પેકની કિંમત પ્રતિ મહિના 88 રૂપિયા છે. આ ઉપરાંત આમાં એક Star Premium Pack Hindi પણ સામેલ છે, જેની કિંમત પ્રતિ મહિના 105 રૂપિયા છે, જેમાં તમને 23 ચેનલ્સ જોવા મળશે. જ્યારે તેના જ એચડી પેકની કિંમત પ્રતિ મહિના 125 રૂપિયા છે.

મરાઠી પેક

Star Value Pack Marathiની કિંમત પ્રતિ મહિના 67 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં તમને જુદી જુદી 18 ચેનલ્સ જોવા મળશે. જ્યારે Star Premium Pack Marathiની કિંમત 110 રૂપિયા પ્રતિ મહિના છે, જેમાં તમને 25 ચેનલ્સનું એક્સેસ મળશે.

મલયાલમ પેક

Star Value Pack Malayalamની કિંમત પ્રતિ મહિના 57 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેમાં તમને 10 ચેનલ્સ જોવા મળશે. જ્યારે સ્ટાર પ્રીમિયમ પેક મલયાલમની કિંમત 105 રૂપિયા પ્રતિ મહિનો નક્કી કરવામાં આવી છે, જેમાં તમને 15 ચેનલ્સ જોવા મળશે.

તમિલ પેક

Star Value Pack તમિલની કિંમત પ્રતિ મહિના 45 રૂપિયા છે. જેમાં 10 ચેનલનું એક્સેસ મળશે. જ્યારે સ્ટાર પ્રીમિયમ પેક મલયાલમની કિંમત 105 રૂપિયા પ્રતિ મહિના છે, જેમાં તમને 16 ચેનલ્સનું એક્સેસ મળશે.

તેલુગુ પેક

Star Value Pack તેલુગુ પેક જોવા મટે પ્રતિ મહિને 59 રૂિયા ચૂકવવા પડશે, જેમાં તમને 11 ચેનલ્સ જોવા મળશે. જ્યારે સ્ટાર પ્રીમિયમ પેક મલયાલમ માટે 105 રૂપિયા દર મહિને આપવા પડશે. જેમાં જુદી જુદી 17 ચેનલ્સનો એક્સેસ મળશે.

કન્નડા પેક

Star Value Pack કન્નડાની કિંમત 45 રૂપિયા પ્રતિ મહિના છે. જેમાં 9 ચેનલ્સ એક્સેસ કરી શકાય છે. સ્ટાર પ્રીમિયમ પેક મલયાલમની કિંમત 105 રૂપિયા પ્રતિ માસ છે, જેમાં તમને 15 ચેનલ્સ જોવા મળશે.

બંગાળી પેક

Star Value Pack બંગાળી જોવા માટે તમારે દર મહિને 65 રૂપિયા આપવાના છે, જેમાં 17 ચેનલ્સ સામેલ છે. જ્યારે સ્ટાર પ્રીમિયમ પેક મલયાલમ જોવા માટે દર મહિને 110 રૂપિયા ચૂકવવા પડશે, જેમાં તમને 22 ચેનલ્સ જોવા મળશે.

ઉડિયા પેક

સ્ટાર વેલ્યુ પેક ઓડિયાની કિંમત 65 રૂપિયા પ્રતિ માસ છે. જેમાં 17 ચેનલ્સનું એક્સેસ સામેલ છે. જ્યારે સ્ટાર પ્રીમિયમ પેક મલયાલમની કિંમત 110 રૂપિયા પ્રતિ મહિના છે, જેમાં તમને 24 ચેનલ્સ જોવા મળશે.

કીડ્સ પેક

ડિઝની કિડ્સ પેકની કિંમત 15 રૂપિયા પ્રતિ મહિના છે. જેમાં 3 ચેનલ્સ જ જોવા મળશે. જ્યારે ડિઝની હંગામા કિડ્સ પેકની કિંમત પણ 15 રૂપિયા જ રખાઈ છે, જેમાં 4 ચેનલ્સ જોવા મળશે.

Best Mobiles in India

English summary
JioStar website launched know all the plans

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X