જીઓફોન નેક્સટ ની કિંમત માં વધારો આ કારણો ના લીધે થઇ શકે છે

By Gizbot Bureau
|

છેલ્લા ઘણા સમય થી જીઓફોન નેક્સટ ચર્ચા માં રહ્યું છે. આ સ્માર્ટફોન ને પહેલા 10મી સપ્ટેમ્બર ના રોજ લોન્ચ કરવા નો હતો પરંતુ હવે ચિપસેટ ની અંદર ડીલે ને કારણે જીઓ અને ગુગલ દ્વારા આ સ્માર્ટફોન ના લોન્ચ ને પાછળ ધકેલવા માં આવેલ છે. અને હવે એવું જણાવવા માં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન ને દિવાળી પર લોન્ચ કરવા માં આવી શકે છે એટલે કે તેને હવે નવેમ્બર મહિના ની અંદર લોન્ચ કરવા માં આવશે. અને બીજા એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે જીઓફોન નેક્સટ ની કિંમત માં પણ વધારો કરવા માં આવી શકે છે.

જીઓફોન નેક્સટ ની કિંમત માં વધારો આ કારણો ના લીધે થઇ શકે છે

જીઓફોન નેક્સટ ની કિંમત માં શા માટે વધારો કરવા માં આવી શકે છે?

ઇકોનોમિક્સ ટાઈમ્સ ના એક રિપોર્ટ ના જણાવ્યા અનુસાર અત્યારે આખા વિશ્વ ની અંદર ચિપસેટ ની અછત ઉભી થઇ છે જેના કારણે બધા જ કોમ્પોનેન્ટ્સ ની કિંમત ની અંદર 20% નો વધારો કરવા માં આવેલ છે. અને તેના કારણે જીઓફોન નેક્સટ ની કિંમત માં પણ વધારો કરવા માં આવી શકે છે. જોકે અત્યારે જીઓ દ્વારા આ સ્માર્ટફોન ની કિંમત વિષે કોઈ જાહેરાત કરવા માં આવેલ નથી પરંતુ એવું માનવા માં આવી રહ્યું છે કે જીઓફોન નેક્સટ ની કિંમત રૂ. 3499 રાખવા માં આવી શકે છે.

અને આ રિપોર્ટ ની અંદર વધુ માં જણાવવા માં આવ્યું હતું કે, જિયો ફોન નેક્સ્ટ આગામી વર્ષ માટે નવા એસકેયુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે તે પહેલાં તેની મર્યાદિત શેલ્ફ લાઇફ હોઈ શકે છે કારણ કે આગામી 6-8 મહિના માટે ઘટકોની ઉપલબ્ધતા અને કિંમત પ્રબળ હોવાની શક્યતા છે.

નવા જીઓફોન નેક્સટ ની અંદર 5.5 ઇંચ ની ડિસ્પ્લે ની સાથે એન્ડ્રોઇડ 11 એન્ડ્રોઇડ ગો એડિશન ની સાથે લોન્ચ કરવા માં આવી શકે છે. અને આ સ્માર્ટફોન ની અંદર સ્નાપડ્રેગન પ્રોસેસર આપવા માં આવશે જેની સાથે 2 અને 3જીબી રેમ ના વિકલ્પ અને 16 અને 32 જીબી ના સ્ટોરેજ ના વિકલ્પ આપવા માં આવશે.

જો કેમેરા ની વાત કરવા માં આવે તો જીઓફોન નેક્સટ ની અંદર પાછળ ની તરફ 13એમપી કેમેરા અને આગળ ની તરફ 8એમપી સેલ્ફી કેમેરા આપવા માં આવશે. અને આ સ્માર્ટફોન ની અંદર 2500 એમએએચ ની બેટરી આપવા માં આવશે તેની સાથે ડ્યુઅલ સિમ સપોર્ટ, બ્લુટુથ 4.2, અને જીપીએસ કનેક્ટિવિટી ના વિકલ્પ પણ આપવા માં આવશે. અને જો આ સ્માર્ટફોન ના બીજા બધા ફીચર્સ ની વાત કરવા માં આવે તો તેની અંદર ટેક્સ્ટ લેન્ગવેજ ટ્રાન્સલેશન, ઓગમેન્ટેડ રિયાલિટી ફિલ્ટર્સ, સ્માર્ટ કેમેરા, વોઇસ આસિસ્ટન્ટ, સ્ક્રીન ટેક્સ્ટ લેન્ગવેજ ટ્રાન્સલેશન, અને બીજા ઘણા બધા ફીચર્સ આપવા માં આવશે.

વધુમાં, આગામી જિયોફોન નેક્સ્ટ મુખ્યત્વે એવા લોકો માટે છે જે 2G થી 4G કનેક્ટિવિટીમાં અપગ્રેડ કરવા માંગે છે. હવે, તે કેટલું ખર્ચ થશે તે જોવાનું રહે છે. આ બધી જ માહિતી વિષે જીઓ દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત કરવા માં આવેલ નથી તેથી જ્યાં સુધી જીઓ દ્વારા કોઈ પુષ્ટિ કરવા માં ન આવે ત્યાં સુધી આ બધી જ વિગતો ને અફવા માનવી જરૂરી છે.

Best Mobiles in India

Read more about:
English summary
JioPhone Next Price Might Be Higher Than Expected; Here's Why

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X