જીઓ ફોન નેક્સટ ને ભારત માં ઓફિશિયલી લોન્ચ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

જીઓ દ્વારા ગુગલ સાથે મળી અને તેમના પ્રથમ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટફોનને ઓફિશિયલી લોન્ચ કરવામાં આવેલ છે. જેનું નામ જીઓ ફોન નેક્સ્ટ રાખવામાં આવેલ છે. આ એક જ સ્ક્રીન સ્માર્ટફોન છે કે જેને ભારતની અંદર 10 મી સપ્ટેમ્બરથી ઉપલબ્ધ કરવામાં આવશે. તો ચાલો આ સ્માર્ટફોન વિશે વધુ જાણીએ.

જીઓ ફોન નેક્સટ ને ભારત માં ઓફિશિયલી લોન્ચ કરવા માં આવ્યો

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે જીઓ ફોન ને કાસ્ટ ની અંદર એન્ડ્રોઇડ ઓએસ ના ઓપ્ટિમાઇઝડ કરેલા વર્ઝનને આપવામાં આવેલ છે જેની અંદર ભવિષ્યમાં સોફ્ટવેર અપડેટ પણ આપવામાં આવશે. જીઓફોન નેક્સટ એન્ડ્રોઇડના એડિશન પર કામ કરી શકે છે. જીઓ દ્વારા આ સ્માર્ટફોનના હાર્ડવેર વિશે કોઈ માહિતી આપવામાં આવેલ નથી.

આ સ્માર્ટ ફોનની અંદર પ્લાસ્ટિક પોલી કાર્બોનેટ બોડી આપવામાં આવશે. જેમાં પાછળની તરફ સીંગલ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ ની સાથે આપવામાં આવશે. અને આગળની તરફ પણ માત્ર એક જ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. જોકે અત્યારે આ સ્માર્ટફોન વિશે કોઈ વધુ માહિતી આપવામાં આવેલ નથી.

સાથે સાથે આ સ્માર્ટ ફોનની અંદર ગુગલ પ્લે સ્ટોર પણ આપવામાં આવશે જેના કારણે લોકો તેમની મનપસંદ એપ્સને કોઈપણ સ્પાયવેર અથવા વાયરસ ની ચિંતા કર્યા વિના ડાઉનલોડ કરી શકશે. સાથે સાથે આ સ્માર્ટ ફોનની અંદર લાઈવ ટ્રાન્સલેટ એપ પણ આપવામાં આવશે. જેથી જો પ્રથમ વખત સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે તેઓને સરળતા રહે.

જીઓફોન નેક્સટ એ એક 4જી ફોન હશે

જોકે કંપની દ્વારા આ વાત વિશે કોઈ પુષ્ટી કરવામાં આવેલ નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ એક ફોરજી સ્માર્ટફોન હશે જેની અંદર ડ્યુઅલ સિમ કાર્ડ સ્લોટ માઇક્રો એસડી કાર્ડની સાથે આપવામાં આવશે. જોકે આ સ્માર્ટફોન જીઓ નેટવર્ક ની સાથે લોક આવી શકે છે જેથી યુઝર્સ કોઈ બીજા સીમ કાર્ડ નો ઉપયોગ કરી શકે નહીં.

અને અત્યારે જે રીતે જીઓફોન માટે અલગથી સ્પેશિયલ રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવે છે તેવી જ રીતે ભવિષ્યમાં જીઓફોન નેક્સટ માટે પણ અલગથી રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવી શકે છે. અને આ સ્માર્ટફોન અત્યારના ઉપલબ્ધ રિચાર્જ પ્લાન ની સાથે પણ કામ કરી શકે છે.

જીઓફોન નેક્સ્ટ ની કિંમત અને ઉપલબ્ધતા

જીઓ ફોન નેક્સટ એ આખા વિશ્વની અંદર સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ જીઓ દ્વારા અત્યારના જીઓફોન યુઝર્સ માટે એક્સચેન્જ ઓફર અને લોન્ચ કરવામાં આવી શકે છે જેથી તેઓ સરળતાથી જીઓફોન નેક્સટ પર સ્વિચ થઈ શકે. મુકેશ અંબાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીઓફોન નેક્સટ અને ભારતની અંદર ૧૦મી સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થી ઉપલબ્ધ કરવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
JioPhone Next Officially Launched In India: Price, Features, Availability, And More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X