Just In
જીઓફોન નેક્સટ નું લોન્ચ નજીક, તેના સ્પેસિફિકેશન, કિંમત, વગેરે વિષે જાણો.
જીઓફોન નેક્સટ ને દિવાળી ની પહેલા રોલ આઉટ કરવા નું શરૂ કરવા માં આવી શકે છે. જોકે આ સ્માર્ટફોન સૌથી પહેલા 10મી સપ્ટેમ્બર ના રોજ લોન્ચ થવા નો હતો. જયારે તે સમયે જીઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ સ્માર્ટફોન ને અત્યારે ઘણા બધા યુઝર્સ ની સાથે ટેસ્ટ કરવા માં આવી રહ્યો છે અને તેને હવે દિવાળી ની પહેલા લોન્ચ કરવાં માં આવશે.

આજ ના સમય માં ચિપ શોર્ટેજ ને કારણે ટચ ઇન્ડસ્ટ્રી ની અંદર ખુબ જ તકલીફ પડી રહી છે. અને તેના કારણે જ સ્માર્ટફોન ના પ્રોડક્શન પણ અટકી રહ્યા છે. અને ઘણા બધા રિપોર્ટ્સ નું પણ એવું જ કહેવું છે કે જીઓફોન નેક્સટ ની અંદર પણ ચિપશોર્ટેજ ના કારણે જ મોડું થઇ રહ્યું છે. કંપનીએ ગયા મહિને કહ્યું હતું કે "વધારાનો સમય" "વર્તમાન ઉદ્યોગ-વ્યાપક, વૈશ્વિક સેમિકન્ડક્ટરની અછતને ઘટાડવામાં મદદ કરશે."
આ નવા જિયોફોન નેક્સ્ટ ને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે અપગ્રેડ તરીકે સેવા આપવાનું છે અને તેઓ સસ્તું ભાવે સારી સુવિધાઓ સાથે ટચ-સ્ક્રીન મેળવવા માંગે છે. "ઉપકરણ અને ઓપરેટિંગ ઓપરેટિંગ સિસ્ટમ વધુ શક્તિશાળી સ્માર્ટફોન સાથે સંકળાયેલ પ્રીમિયમ ક્ષમતાઓ પૂરી પાડશે, જેમાં વોઇસ આસિસ્ટન્ટ સુવિધાઓ છે જે લોકોને સામગ્રીને એક્સેસ કરવા અને ફોનને તેમની પોતાની ભાષામાં નેવિગેટ કરવા માટે સક્ષમ બનાવે છે. અને સુરક્ષા અપડેટ્સ, ”જિયોએ ગયા મહિને જણાવ્યું હતું.
જીઓફોન નેક્સટ વિષે અમુક બાબતો ની માહિતી જીઓ દ્વારા તેમની એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર આપવા માં આવી હતી, જોકે આ સ્માર્ટફોન ની કિંમત શું હશે તેના વિષે કંપની દ્વારા કોઈ માહિતી આપી ન હતી. જીઓફોન નેક્સટ ને જૂન મહિના ની અંદર લોન્ચ કરવા માં આવ્યો હતો આ સ્માર્ટફોન ને ગુગલ ની સાથે કોલ્બ્રેશન ની સાથે બનાવવા માં આવેલ છે. તો ચાલો જીઓફોન નેક્સટ વિષે વધુ જાણીયે.
જીઓ ફોન નેક્સટ ને ભારત માં કઈ કિંમત પર લોન્ચ કરવા માં આવી શકે છે?
જેવું કે ઉપર જણાવવા માં આવ્યું છે રિલાયન્સ જીઓ દ્વારા તેમના જીઓફોન નેક્સટ ની કિંમત શું હશે તેના વિષે કોઈ પુષ્ટિ કરવા માં આવેલ નથી. પરંતુ અમુક ઓનલાઇન રિપોર્ટ્સ દ્વારા એવું જાણવા મળી રહ્યું કે આ સ્માર્ટફોન ની કિંમત ભારત ની અંદર રૂ. 3499 રાખવા માં આવી શકે છે.
જીઓફોન નેક્સટ ફીચર્સ
આ સ્માર્ટફોન ની અંદર ક્યાં સ્પેસિફિકેશન આપવા માં આવશે તેના વિષે જીઓ દ્વારા કોઈ ખાસ માહિતી આપવા માં આવેલ નથી પરંતુ જીઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ સ્માર્ટફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ અપડેટ અને સુરક્ષા ની સાથે આવશે. જીઓફોન નેક્સટ ની અંદર રીડ અલાઉડ અને ટ્રાન્સલેટ નવ ના ફીચર ની સાથે સાથે ગુગલ પ્લે પણ પહેલા થી જ આપવા માં આવશે.
જીઓફોન નેક્સટ એચડીઆર મોડ સાથે સિંગલ રિયર કેમેરા અને સ્નેપચેટ લેન્સ ઓફર કરશે જે ફોનના કેમેરાથી સીધા જ સુલભ હશે. જિયોફોન નેક્સ્ટ ગૂગલ આસિસ્ટન્ટને સપોર્ટ કરશે જે યુઝર્સને વ voiceઇસ કમાન્ડનો ઉપયોગ કરીને લાઇવ ક્રિકેટ સ્કોર્સ, હવામાન અપડેટ મેળવવાની મંજૂરી આપશે. આગળ કોઈ ડિજિટલ આસિસ્ટન્ટને જીઓ સાવન પર મ્યુઝિક વગાડવા અથવા માય જીઓ એપ પર જીઓ બેલેન્સ ચેક કરવા માટે કહી શકે છે.
અને જો જુના રિપોર્ટ્સ નું માનવા માં આવે તો આ સ્માર્ટફોન ની અંદર 5.5 ઇંચ ની ડિસ્પ્લે ક્વાલકોમ ક્યુએમ215 પ્રોસેસર, 2500એમએએચ ની બેટરી અને 2 અથવા 3 જીબી રેમ ના વિકલ્પ આપવા માં આવશે. અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 ગો એડિશન પર ચાલશે અને તેની અંદર 4જી કનેક્ટિવિટી પણ આપવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470