જીઓફોન નેક્સટ ના અલ્ટરનેટિવ વિકલ્પો ક્યાં છે કે જેની અંદર વધુ સારી વેલ્યુ મળી રહી છે?

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા તેમના જીઓફોન નેક્સટ હવે માત્ર અમુક દિવસો ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે ત્યારે આ જીઓફોન નેક્સટ ને માત્ર રૂ. 1999 ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે કે જેઓ દ્વારા તેમના 18 અથવા 24 મહિના ના ઇએમઆઇ ના વિકલ્પ ને પસન્દ કરવા માં આવશે. પરંતુ જો તમે બધા જ પૈસા એક સાથે ભરી અને જીઓફોન નેક્સટ ને મેળવવા માંગો છો તો તેવા સંજોગો ની અંદર તમારે રૂ. 6499 ચૂકવવા પડશે.

જીઓફોન નેક્સટ ના અલ્ટરનેટિવ વિકલ્પો ક્યાં છે

જીઓફોન નેક્સટ રૂ. 1999 ની કિંમત પર ખુબ જ આકર્ષક લાગે છે પરંતુ જયારે આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 6499 સાંભળવા મળે છે ત્યારે તેનું બધું જ આકર્ષણ ખોવાય જાય છે. અને તેની સાથે જીઓફોન નેક્સટ ની અંદર નેટવર્ક ની મર્યાદા પણ રાખવા માં આવેલ છે અને જયારે તેને બીજા સ્માર્ટફોન ની સાથે સરખાવવા માં આવે છે જેની કિંમત રૂ. 6000 ની આસ પાસ હોઈ ત્યારે જીઓફોન નેક્સટ થોડો ઓઉટડેટેડ પણ લાગે છે.

અમે હવે એવા સ્માર્ટફોનની યાદી લઈને આવ્યા છીએ જે જીઓફોન નેક્સ્ટને ટક્કર આપી શકે છે. તેથી, જો તમે જીઓફોન નેક્સ્ટ જેવા સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો તમે આમાંથી એક ઉપકરણને ધ્યાનમાં લઈ શકો છો. તેની ટોચ પર, જીઓફોન નેક્સ્ટથી વિપરીત, તમે આમાંથી એક આજે વહેલી તકે મેળવી શકો છો.

રેડમી 9એ

રેડમી 9એ ને જયારે જીઓફોન નેક્સટ ની સાથે સરખાવવા માં આવે છે ત્યારે રેડમી 9એ બધા જ વિભાગો ની અંદર જીઓફોન નેક્સટ ને પાછળ ધકેલે છે. આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 6999 રાખવા માં આવેલ છે અને તેની અંદર વધુ સારી ડિસ્પ્લે, કેમેરા, લુક, અને ફીચર્સ આપવા માં આવે છે. અને તે બધી જ વસ્તુઓ ની સાથે આ સ્માર્ટફોન વધુ શક્તિશાળી મીડિયાટેક હેલીઓ જી25 પ્રોસેસર ની સાથે આપવા માં આવે છે.

અને રેડમી 9એ ની અંદર 5000 એમએએચ ની બેટરી આપવા માં આવે છે જયારે જીઓફોન નેક્સટ ની અંદર 3500 એમએએચ ની બેટરી આપવા માં આવે છે. જેથી તમને માત્ર રૂ. 500 વધુ આપી અને વધુ સારો ડીવાઈસ મળી શકે છે.

રિઅલમી સી11 2011

જીઓફોન નેક્સ્ટ સાથે સ્પર્ધા કરી શકે તેવો બીજો સ્માર્ટફોન છે રિઅલમી સી11 2021. તમે અહીં જે પેકેજ મેળવો છો તે રેડમી 9એ જેવું જ છે જેમાં વોટરડ્રોપ નોચ સાથે 6.5-ઇંચ એચડી ડિસ્પ્લે છે, જે 10વોટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,000 એમએએચ બેટરી દ્વારા સંચાલિત છે.

ઈન્ફિનિક્સ સ્માર્ટ 5એ

ઈન્ફિનિક્સ સ્માર્ટ 5એ ની કિંમત રૂ. 6,699 અને કિંમતની દ્રષ્ટિએ જીઓફોન નેક્સ્ટની ખૂબ નજીક આવે છે. ઉપકરણમાં 6.52-ઇંચની ડિસ્પ્લે છે, જે જીઓફોન નેક્સ્ટ કરતાં મોટી અને વધુ અત્યાધુનિક છે. વધુમાં, ડીવાઈસ ની અંદર મીડિયાટેક હેલીઓ એ20 નો ઉપયોગ કરે છે અને 5000 એમએએચ બેટરી દ્વારા સંચાલિત છે.

લાવા ઝેડ66

લાવા ઝેડ66 ની કિંમત રૂ. 7000 રાખવા માં આવેલ છે જેની અંદર તમને પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા આપવા માં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 13એમપી નું આપવા માં આવે છે. અને રૂ. 7000 કરતા ઓછી કિંમત ની અંદર મોટા ભાગ ના સ્માર્ટફોન ની અંદર 2જીબી રેમ આપવા માં આવે છે જયારે આ સ્માર્ટફોન ની અંદર 3જીબી રેમ આપવા માં આવે છે.

આઈટેલ વિઝન 1

આઈટેલ વિઝન 1 ની કિંમત પણ રૂ. 6999 રાખવા માં આવેલ છે અને આ સમાર્ટફોન ની અંદર પણ પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે, અને આ સ્માર્ટફોન ની અંદર આગળ ની તરફ 5એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર ક્વાલ્કોમ નું યુબિસોક પ્રોસેસર આપવા માં આવે છે જેની સાથે 4000 એમએએચ ની બેટરી આપવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
These are the budget smartphones that are way better than the JioPhone Next, which just costs around Rs. 6,000 in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X