Just In
જીઓ ફોન લાઈટ ફીચર ફોન રૂપિયા 400 માં ઉપલબ્ધ થઇ શકે છે
આજે જ્યારે ભારતની અંદર ઘણા બધા લોકો દ્વારા આયોજિત સર્વિસ અને ફાઇવજી સ્માર્ટફોન માટે રાહ જોવામાં આવી રહી છે ત્યારે રિલાયન્સ જીઓ દ્વારા એક ફીચર ફોન પર પણ કામ કરવામાં આવ્યું છે કે જેની અંદર ઇન્ટરનેટ કનેક્શન આપવામાં નહીં આવે આ ફીચર ફોન એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે કે જેઓ ઇન્ટરનેટ સાથે જોડાયેલા રહેવા માંગતા નથી અને માત્ર સરળ ફીચર ફોન ની જરૂરિયાત રાખે છે.

91 મોબાઇલ્સ ના રિપોર્ટ અનુસાર જીઓ દ્વારા રિટેલર્સ ની સાથે મળી અને જીઓ ફોન લાઈટ માટે અલગ-અલગ ઓપિનિયન મેળવવામાં આવી રહ્યા છે જેથી તેઓ પોતાનો સર્વે કરી શકે. અને જો આ સમાચાર સાચા સાબિત થાય છે તો કંપની દ્વારા આ એવો પ્રથમ ફોન હશે કે જેની અંદર ઇન્ટરનેટ કનેકટીવિટી આપવામાં નહીં આવે.
અપેક્ષિત કિંમત
રિપોર્ટ ની અંદર તેવું જણાવવામાં આવ્યું હતું કે જીઓ ફોન લાઈટ ની કિંમત રૂપિયા 400 ની આસપાસ રાખવામાં આવી શકે છે અને એવી પણ શક્યતા થઈ શકે છે કે આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 399 રાખવામાં આવી શકે. અને કંપની દ્વારા આ ફોનની સાથે રૂપિયા 50 નું રિચાર્જ પણ આપવામાં આવી શકે છે જેની અંદર 28 દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે.
અને આ સ્પેશિયલ જીઓ ફોન લાઈટ રિચાર્જ પેક ની સાથે ફ્રી વોઇસ કોલિંગ બેનિફિટ્ ના લાભો આપવામાં આવશે જેની અંદર જીઓ અને લેન્ડલાઈન પર અનલિમિટેડ વોઇસ કોલિંગ આપવામાં આવશે અને બીજા નેટવર્કના ચોક્કસ નંબર પણ ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી શકે છે.
જીઓ ફોન લાઈટમાં થી શું અપેક્ષા રાખી શકાય છે
એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે જીઓ ફોન લાઈટ ની અંદર નાની ડિસ્પ્લે અને આલ્ફાન્યૂમેરિક કીપેડ આપવામાં આવી શકે છે જોકે આ ફીચર ફોન વિશે કોઈ પણ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી અને તે હજુ ડેવલોપમેન્ટ ની અંદર હોય તેવું જણાવવામાં આવ્યું હતું. જીઓ ફોન અને જીઓ ફોન ટુ આ બંનેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અંન્યુઅલ જનરલ મીટીંગ ની અંદર લોન્ચ કરવામાં આવ્યા હતા અને તેવી જ રીતે તેમની વર્ષ 2020 ની એજીએમ ની અંદર જીઓ ફોન લાઇટને લોન્ચ કરવામાં આવી શકે છે.
અમે શું વિચારીએ છીએ?
ફીચર ફોન માર્કેટ ભારતની અંદર જીઓ ફોન દ્વારા ડોમિનેટ કરવામાં આવે છે જેની અંદર રેવન્યુ અને યુઝર્સ બન્નેનો સમાવેશ થઈ જાય છે. કંપનીનો પ્રથમ ફીચર ફોન કે જે ફોરજી સપોર્ટની સાથે આપવામાં આવ્યો હતો તેને ભારતની અંદર ઘણા બધા રૂરલ એરીયાની અંદર ઘણા બધા સબ્સ્ક્રાઇબર્સ નટુજી માંથી ફોરજી ની અંદર કન્વર્ટ કર્યા હતા.
અને હવે જ્યારે જીઓ ફોન લાઈટ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમારું માનવું છે કે આ પણ ખૂબ જ સફળ ફીચર ફોન સાબિત થઇ શકે છે કેમ કે તેની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવી છે અને તેની સાથે સાથે કંપની દ્વારા રૂપિયા 50 નું રિચાર્જ પણ આપવામાં આવે છે જે મોટાભાગના ગ્રાહકોની દરરોજની જરૂરિયાતો પૂરી કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470