આખા દેશની અંદર jio ફાઇબર સર્વિસ પ્રથમ બે મહિના માટે ફ્રીમાં આપવામાં આવી શકે છે

By Gizbot Bureau
|

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા તેમની 42મી એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર ગયા મહિને તેમની નવી બ્રોડબેન્ડ સર્વિસ ની જાહેરાત કરવામાં આવી હતી કે જેની સાથે સેટ ટોપ બોક્સ અને લેન્ડલાઈન કોલિંગ સર્વિસ પણ આપવામાં આવશે. આ સર્વિસ નું નામ ત્યારબાદ બદલી અને jio ફાઇબર સર્વિસ કરી નાખવામાં આવ્યું હતું કે જે આખા ભારતની અંદર 5 મી સપ્ટેમ્બરથી ઉપલબ્ધ કરી દેવામાં આવશે. અને તેના પ્રિવ્યુ ગ્રાહકો માટે આ સર્વિસને પ્રથમ બે મહિના માટે ફ્રી રાખવામાં આવી શકે છે.

આખા દેશની અંદર jio ફાઇબર સર્વિસ પ્રથમ બે મહિના માટે ફ્રીમાં આપવામાં

આ સર્વિસ દ્વારા કંપની દ્વારા તેમની વર્ષ 2018 ની એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યાર બાદ રૂપિયા 2500 ની સિક્યુરિટી ડિપોઝિટ કરી અને અમુક શહેરોની અંદર આ સર્વિસ ની પુરી ઓફર પણ શરૂ કરી દેવામાં આવી હતી. રિલાયન્સ જીઓ ફાઇબરના લોન્ચ થયા બાદ ઓછામાં ઓછા બે મહિના સુધી આ ગ્રાહકોએ કોઈપણ પ્રકારની ફી ભરવી પડશે નહીં. અને માત્ર તેટલું જ નહીં પરંતુ પ્રિવ્યૂ ગ્રાહકો તેમણે ભરેલી રૂપિયા 2500 ની સિક્યુરિટી ડિપોઝિટ પણ પાછી ખેંચી શકે છે.

એક વખત જ્યારે આ સર્વિસને કોમર્શિયલ લોન્ચ કરી દેવામાં આવશે ત્યારબાદ જેટલા પણ નવા ગ્રાહકો આ સર્વિસનો લાભ મેળવશે તેમણે રૂપિયા 500ની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની રહેશે અને રૂપિયા એક હજારના ઇન્સ્ટોલેશન ચાર્જીસ ચૂકવવા પડશે. જે ગ્રાહકો આ સર્વિસ મેળવવા માગતા હોય તેઓ રિલાયન્સ જીઓ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

શરૂઆત ની અંદર આ સર્વિસ ને માત્ર અમુક શહેરોની અંદર જ લાગુ કરવામાં આવી રહ્યું છે. અત્યારે આ સર્વિસને દિલ્હી મુંબઈ કલકત્તા જયપુર હૈદરાબાદ સુરત વડોદરા ચેન્નઈ નોઈડા ગાઝિયાબાદ ભુવનેશ્વર વારાણસી અલ્હાબાદ બેંગ્લોર સુરત આગ્રા મેરઠ વિઝાગ લખનઉ જમશેદપુર હરિદ્વાર ગયા પટના પોર્ટ બ્લેયર પંજાબ અને બીજા અમુક શહેરોની અંદર લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

આપણને બધાને પહેલાથી જ ખબર છે કે રિલાયન્સ જીઓ ફાઇબર પ્લાન રૂપિયા ૭૦૦ થી લઇ અને રૂપિયા દસ હજાર સુધી જશે જેની અંદર ઇન્ટરનેટની સ્પીડ ગ્રાહકોને sewbp થી 1gbps સુધીની આપવામાં આવશે પરંતુ આ સર્વિસ ના બધા જ પ્લાન અને તેની સૂચિ હજુ સુધી કંપની દ્વારા જાહેર કરવામાં આવી નથી અને તે બધા જ પ્લાનની સચિને કંપની દ્વારા પાંચમી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

કંપની દ્વારા એક વેલકમ ઓફર પણ લાગુ કરવામાં આવી રહી છે જેની અંદર ગ્રાહકોને ફોર્કે ઍલીડી ટીવી ની સાથે ફોર્કે સેટ ટોપ બોક્સ આ બન્ને વસ્તુ જીઓ ફાઇબર કનેક્શન ની સાથે ફ્રીમાં આપવામાં આવી શકે છે. હા સર્વિસ માટે પહેલાથી જ 1.5 કરોડ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને કંપની નો ધ્યેય બે કરોડ રજીસ્ટ્રેશન ઘર માટે અને 1.5 કરોડ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ ની અંદર મેળવવાનો છે કે જે 1600 શહેરોની અંદર કામ કરશે

Best Mobiles in India

Read more about:
English summary
JioFiber Will Be Free For 2 Months: Here is How To Avail

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X