જીઓ ફાઈબર ના રૂપિયા 199 પ્લાન ની અંદર 1tb ડેટા આપવામાં આવશે

By Gizbot Bureau
|

આજે જ્યારે ટેલિકોમ માર્કેટની અંદર મોબિલીટી વિંગમાં કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બ્રોડબેન્ડ સેગમેન્ટ ની અંદર બધા જ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર હવે ફોકસ કરશે તેવું લાગી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે કંપનીઓ દ્વારા તેમના બ્રોડબેન્ડ પ્લાન કિંમતમાં પણ વધારો કરવામાં આવી શકે છે પરંતુ તેની પહેલાં જીઓ દ્વારા એક સારા સમાચાર છે.

જીઓ ફાઈબર ના રૂપિયા 199 પ્લાન ની અંદર 1tb ડેટા આપવામાં આવશે

રિલાયન્સ જીઓ ફોન નો રૂપિયા 199 કોમ્બો પ્લાન કે જે ખૂબ જ ઓછી વેલીડીટી સાથે આપવામાં આવતો પ્લાન છે તેને કંપની દ્વારા મોડી ફાઈ કરવામાં આવ્યો છે ડ્રિમ ડીટીએચ ના રિપોર્ટ અનુસાર જીઓ ના રૂપિયા 199 કોમ્બો પેક કે જેને પહેલા સપોર્ટ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યો હતો હવે તેને સ્ટેન્ડ અલોન પેક તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ પ્લાન ની અંદર પહેલા સોજી ડેટા સો એમબીપીએસની સ્પીડ પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે આપવામાં આવતું હતું પરંતુ હવે તેની અંદર 1000gb ડેટા અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે સાત દિવસ માટે આપવામાં આવે છે ગ્રાહકો આ પ્લાન ની ખરીદી રૂપિયા 234.82 ની અંદર કરી શકે છે જેની અંદર જીએસટી નો પણ સમાવેશ કરવામાં આવે છે અને તેની સ્પીડ સરખી જ રાખવામાં આવી છે આ પ્લાન જીઓની ઓફીસર વેબસાઈટ અને માઈ જીઓ એપ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

અત્યારે જ્યારે બધી જ તરફ કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જીઓ દ્વારા પણ પોતાના પ્રાણની અંદર ૪૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ તે મોબિલીટી પ્લાન ની અંદર વધારો કરવામાં આવ્યો હતો અને કંપની દ્વારા તેવો દાવો કરવામાં આવ્યો હતો કે તેની સામે ગ્રાહકોને ૩૦૦ ટકા વધુ લાભો આપવામાં આવી રહ્યા છે.

જીઓ દ્વારા તેમના ઓલ ઈન વન પ્લાન ની અંદર ચાર કેટેગરીને લોન્ચ કરવામાં આવી છે કે જેની અંદર એક મહિનાનો પ્લાન બે મહિના નો પ્લાન ત્રણ મહિના નો પ્લાન અને એક વર્ષ સુધીના પ્લાન આપવામાં આવે છે અને તેની અંદર એફોર્ડેબલ પ્લાન ની પણ અલગ કેટેગરી બનાવવામાં આવી છે જેની શરૂઆત રૂપિયા 199 ફ્રી થાય છે અને તે રૂપિયા 2199 સુધી પહોંચે છે.

જ્યો ફાઇબરના અપડેટ ની વાત કરીએ તો કંપની દ્વારા જીઓ ફાઇબર ના ગ્રાહકોને થોડા સમય પહેલાં જ બિલિંગ કરવાની શરૂઆત કરી હતી. જે ગ્રાહકો હજુ સુધી જીઓ ફાઇબર ની ઇન્ટરોડકટરી ઓફરનો લાભ લઇ અને ફ્રી બ્રોડબેન્ડ વાપરી રહ્યા હતા તેઓને હવે કોઇપણ હોમ બ્રોડબેન્ડ સર્વિસ પ્લાન પસંદ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને તેમને તે મુજબ પૈસા પણ ચૂકવવા પડયા હતા.

જોકે પોતાના ગ્રાહકોને ચાર્જ કરવા માટે નો સમય કંપની દ્વારા બે મહિના સુધી લંબાવવામાં આવ્યો હતો કેમ કે કંપનીને નવી બિલિંગ સિસ્ટમ બનાવવામાં થોડી વાર લાગી હતી. જીઓ ફાઇબર ગ્રાહકોએ રૂપિયા 2500 સર્વિસ માટે રૂપિયા 1500 રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ અને રૂપિયા 1000 ઇન્સ્ટોલેશન ચાર્જીસ તરીકે ચૂકવવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
JioFiber Rs. 199 Plan Now Offers 1TB Data With Unlimited Voice Calls

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X