જીઓ દ્વારા જીઓ બુક લેપટોપ અને 5જી સ્માર્ટફોન ને એજીએમ 2021 માં લોન્ચ કરવા માં આવશે

By Gizbot Bureau
|

અમુક અઠવાડિયા પેહલા જ આપણ ને જીઓ બુક લેપટોપ વિષે જાણકારી મળી હતી, કે જે જીઓ દ્વારા ઓફર કરવા માં આવતું એક અફ્રોડેબ્લ લેપટોપ છે. અને હવે જાણવા મળી રહ્યું છે કે જીઓ દ્વારા આ લેપટોપ ની સાથે 5જી સ્માર્ટફોન ને પણ લોન્ચ કરવા માં આવી શકે છે. એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે આ વર્ષે કંપની દ્વારા પોતાના એજીએમ ની અંદર બે નવા ડીવાઈસ ને લોન્ચ કરવા માં આવી શકે છે જેની અંદર જીયોબુક લેપટોપ અને 5જી સ્માર્ટફોન નો સમાવેશ કરવા માં આવી શકે છે.

જીઓ દ્વારા જીઓ બુક લેપટોપ અને 5જી સ્માર્ટફોન ને એજીએમ 2021 માં લોન્ચ

જીઓ 5જી સ્માર્ટફોન

જે લોકો આ વાત ની સાથે જોડ્યાયેલા છે તેમના દ્વારા જણાવવા માં આવ્યું હતું કે જીઓ નો 5જી રેડી એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ ચાલી રહ્યું છે. અને તેને 2021 ના બીજા ક્વાર્ટર ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે. અને આ સ્માર્ટફોન ને ગુગલ ની સાથે ભાગીદારી માં બનાવવા માં આવી શકે છે.

અને એક એક્ઝીક્યુટીવ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ ફોન ના સ્પેક્સ ને ફાઇનલાઈઝ કરી લેવા માં આવ્યા છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે ઓએસ ને લઇ ને હજુ કોઈ વાતો ચાલી રહી છે. અને તેને જીઓ ની બધી જ સર્વિસીસ કે જે માર્કેટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવે છે તેની સાથે જ આપવા માં આવશે. અને જીઓ દ્વારા એન્ડ્રોઇડ ણ કસ્ટમ ઓએસ જીઓ ઓએસ ને ડેવલોપ કરવા માં આવી રહ્યું છે તેવું પણ સાંભળવા માં આવ્યું છે.

હજુ સુધી જીઓએસ પર કોઈ વધુ માહિતી મળી નથી પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે જીઓ ની બધી જ પ્રિ લોડેડ એપ ની સાથે પણ આ ઓએસ ખુબ જ સારી રીતે કામ કરી શકશે. પરંતુ એ જોવા નું રહેશે કે શું જીઓ દ્વારા પોતાના ઓએસ ની સાથે લોન્ચ કરવા માં આવે છે કે પછી ગુગલ ના એન્ડ્રોઇડ ગો કે જે બેઝિક એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે બનાવવા માં આવેલ છે તેની સાથે લોન્ચ કરવા માં આવે છે તે જોવા નું રહેશે.

જીઓ બુક

5જી સ્માર્ટફોન ની સાથે સાથે જીઓ દ્વારા એક અફોર્ડેબલ લેપટોપ ને જીઓબુક ના નામ ની સાથે લોન્ચ કરવા માં આવી શકે છે. અને આ એન્ટ્રી લેવલ લેપટોપ ની અંદર સ્નેપડ્રેગન 665 એસઓસી અને તેની સાથે 2જીબી રેમ 32જીબી સ્ટોરેજ ની સાથે આપવા માં આવી શકે છે. અને તેની અંદર 1366 x 768 રિઝોલ્યુશન ની સાથે ડિસ્પ્લે આપવા માં આવી શકે છે.

અને આ લેપટોપ માટે જીઓ દ્વારા ચાઈના સ્થીત બ્લુબેન્ક કમ્યુનિકેશન ટેક્નોલોજી ની સાથે આ લેપટોપ બનાવવા માં આવી શકે છે. અને એક ઓનલાઇન રિપોર્ટ અનુસાર જીયોબુક લેપટોપ વિષે ડેવલોપમેન્ટ સપ્ટેમ્બર 2020 થી ચાલી રહ્યું છે. અને જેમ જેમ કંપની ની એજીએમ નજીક આવતી જશે તેમ તેમ આ લેપટોપ અને 5જી સ્માર્ટફોન વિષે વધુ માહિતી મળતી રહેશે.

Best Mobiles in India

Read more about:
English summary
JioBook Laptop, 5G Smartphone Tipped To Launch At RILAGM 2021: Expected Features, Price.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X