Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સસ્તા સ્માર્ટફોન બાદ હવે Jio લાવશે લેપટોપ, જાણો કિંમત અને ફીચર્સ
Reliance Jio એ પોતાના નવા લેપટોપ JioBook વર્ઝન 2ને ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ અપકમિંગ લેપટોપની માઈક્રોસાઈટ એમેઝોનની વેબસાઈટ પર લાઈવ પણ થઈ ચૂકી છે. આ સાઈટ પરથી જ જીયોબૂકની લોન્ચ ડેટ અંગે ખુલાસો થયો છે. સાથે જ અહીં લેપટોપની ડિઝાઈન પણ જોઈ શકાય છે. આ માઈક્રો સાઈટમાં મૂકવામાં આવેલી પ્રોમો ઈમેજમાં Your ultimate learning partner ટેગલાઈન લખેલી વંચાય છે, જેના પરથી સ્પષ્ટ છે કે આ લેપટોપ ખાસ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

આ દિવસે લોન્ચ થશે જીયોનું લેટેસ્ટ લેપટોપ
એમેઝોન ઈન્ડિયા પર એક્ટિવ માઈક્રોસાઈટ મુજબ જીયોનું આ લેટેસ્ટ લેપટોપ JioBook 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થવાનું છે. આ લેપટોપની ડિઝાઈન સામાન્ય છે. પરંતુ તેમાં 4G કનેક્ટિવિટીની સાથે JioOSનો સપોર્ટ મળશે, જેનો ઈન્ટરફેસ એકદમ સરળ છે. આ લેપટોપમાં યુઝર્સ જીયોની એપ્લિકેશન્સ પણ વાપરી શક્શે.
સ્મૂથ પર્ફોમન્સ માટે JioBook લેપટોપમાં ઓક્ટાકોર ચિપસેટ આપવામાં આવી છે. આ ઉપરાંત આ લેપટોપમાં દમદાર બેટરીની સાથે સાથે HD વેબકેમ અને બ્લૂટૂથ તેમજ વાઈફાઈ જેવા કનેક્ટિવિટી ફીચર્સ મળશે. આ લેપટોપનું વજન તેના જૂના વર્ઝન કરતા ઓછું હશે.
કેટલી હશે કિંમત?
અત્યાર સુધી સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ જીયોનું આ નવું લેપટોપ બજેટ પ્રાઈઝમાં લોન્ચ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ તેની પાક્કી કિંમત તો લોન્ચિંગ ઈવેન્ટ વખતે જ જાણી શકાશે.
JioBookની ડિટેઈલ્સ
જીયોએ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં JioBook લેપટોપ લોન્ચ કર્યું હતું. આ લેપટોપની કિંમત 20 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. આ જૂના વર્ઝનમાં મળતા ફીચર્સની વાત કરીએ તો તેમાં 2 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું હતું. આ લેપટોપમાં 11.6 ઈંચની સ્ક્રીન મૂકવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1366*768 પિક્સલ છે. સાથે જ આ લેપટોપમાં ક્વાલકોમનું સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું હતું.
જ્યારે કનેક્ટિવિટી માટે 4G સિમકાર્ડ, બ્લૂટૂથ 5.0, વાઈફાઈ, HDMI પોર્ટ અને 3.5 mmનો જેક આપવામાં આયો હતો. આ ઉપરાંત આ લેપટોપમાં મીટિંગ માટે 2 મેગાપિક્સલનો કેમેરા પણ હતો. હવે નવા વર્ઝનમાં આ બધા જ ફીચર્સ અપગ્રેડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
બેટરી
કંપનીના આ બજેટ ફ્રેન્ડલી લેપટોપમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે, જે ફૂલ ચાર્જમાં પૂરેપૂરી 8 કલાક સુધી ચાલે છે. લેપટોપના નવા વર્ઝનમાં બેટરી પણ અપગ્રેડ થવાની પૂરેપૂરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે જીયોએ હજી કેટલાક દિવસ પહેલા જ 1000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. Jio Bharat V2 નામના આ સ્માર્ટફોનમાં 4જી કનેક્ટિવિટી આપવામાં આવી છે. સાથે જ આ ફોન ખરીદનાર ગ્રાહકોને કંપની જીયો સિનેમા અને જીયો સાવન એપનું ફ્રી એક્સેસ પણ આપી રહી છે. હવે બજેટ ફ્રેન્ડલી ફોન બાદ જીયોનું લેપટોપ પણ બજેટ ફ્રેન્ડ્લી હોઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications