Jio લાવશે પોતાના AI ફીચર્સ, ગુજરાતમાં બનશે ડેટા સેન્ટર

By Gizbot Bureau
|

રિલાયન્સની 47મી એજીએમમાં પોતાના સંબોધન દરમિયાન ચેરમેન મુકેશ અંબાણીએ ઘણી મોટી મોટી જાહેરાતો કરી છે. જેમાંથી મહત્વની જાહેરાતો પ્રમાણે જીયો યુઝર્સને હવે 100 જીબી સુધીનું ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. મુકેશ અંબાણીએ કરેલી જાહેરાત પ્રમાણે જીયો એવા સાધનો અને પ્લેટફોર્મનું એક ગ્રુપ બનાવી રહ્યું છે, જે સંપૂર્ણ રીતે એઆઈ લાઈફ સાઈકલને કવર કરે છે. આ ગ્રુપને જીયો બ્રેઈન નામ આપવામાં આવ્યું ચે. જીયો બ્રેઈન પણ એપલના એઆઈ સ્યુટ જેવું જ છે.

Jio લાવશે પોતાના AI ફીચર્સ, ગુજરાતમાં બનશે ડેટા સેન્ટર

જીયો બ્રેઈન શું છે?

મુકેશ અંબાણીએ આપેલી માહિતી પ્રમાણે જીયો એક એઆઈ સ્યૂટ બનાવી રહ્યું છે. જેમાં જીયોની બધી જ સર્વિસ કવર થઈ જશે. આ એઆઈ સ્યુટને કંપનીએ જીયો બ્રેન નામ આપ્યું છે. આ જીયો બ્રેઈન અંતર્ગત આઈ ટીચર, એઆઈ ડોકટ્ર, એઆઈ ફાર્મર સામેલ હશે. મુકેશ અંબાણીએ વાર્ષિક સાધારણ સબામાં કહ્યું કે,'મને આશા છે કે રિલાયન્સની અંદર જીયો બ્રેઈન બનાવીને અમે એક શક્તિશાળી એઆઈ સર્વિસ પ્લેટફોર્મ તૈયાર કરીશું. અમારો ટાર્ગેટ ભારતમાં દુનિયાનું સૌથી વાજબી એઆઈ ઈન્ફરેન્સિંગ બનાવવાનું છે. તેનાથી ભારતમાં એઆઈ એપ્લિકેશન વધારે સસ્તી થઈ જશે. જીયો બ્રેઈનનું લક્ષ્ય કંપનીમાં એઆઈના ઉપયોગને વધુ ઝડપી બનાવવાની છે. જેનાથી નિર્ણય લેવામાં ઝડપ આવશે, તે વધારે સારી રીતે કામ કરસે. ગ્રાહકોને જરૂરિયાતોને વધારે સારી રીતે સમજી શકાશે.'

100 જીબી મફત ક્લાઉડ સ્ટોરેજ

વાર્ષિક સાધારણ સભામાં સંબોધન દરમિયાન મુકેશ અંબાણીએ જીયો એઆઈ ક્લાઉડ વેલકમ ઓફરની પણ જાહેરાત કરી છે. જેમાં તમામ ડિજિટલ સામગ્રી અને ડેટાને સેફ રાખવા માટે તેમ જ ગમે ત્યારે ગમે ત્યાંથી એક્સેસ કરવા માટે 100 જીબી સુધીનું મફત ક્લાઉડ સ્ટોરેજ મળવાની જાહેરાત કરાઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 47મી વાર્ષિક સાધારણ સભામાં શેરધારકોને સંબોધન કરવા દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું કે આ કનેક્ટેડ ઈન્ટેલિજન્સ વિશ્વ સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું હશે.

કંપની એઆઈ એવરીવેર ફોર એવરીવનની થીમ પર આ નવો પ્રોજેટ્ લોન્ચ કરશે.જિયોના ચેરમેન આકાશ અંબાણીએ પણ ઘણી નવી એઆઈ સેવાઓની જાહેરાત કરી છે. જેમાં જીયો ટીવીઓએસ, Hello Jio, Jio Home IoT સોલ્યુશન, Jio Home એપ અને Jio PhoneCAll AI સામેલ છે.

ગુજરાતમાં બનશે ડેટા સેન્ટર

મુકેશ અંબાણીએ કરેલી જાહેરાત પ્રમાણે રિલાયન્સ પોતાના આ એઆઈ પ્રોજેક્ટનું હબ ગુજરાતને બનાવવા જઈ રહ્યું છે. ગુજરાતના જામનગરમાં ગીગાવોટની જેમ એઆઈ ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે, જે ગ્રીન એનર્જી દ્વારા ચાલશે. એટલે કે તેનાથી પ્રદૂષણ પણ નહીં થાય અને વગર કામની ઊર્જા પણ નહીં વપરાય. જીયો બ્રેઈન ટૂંક સમયમાં જ પોતાનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એઆઈને લોન્ચ કરવા પાછળ રિલાયન્સનો ઉદ્દેશ્ય પોતાના જ ઈકોસિસ્ટમને વધુ સજ્જ કરીને સારી બનાવવાનો છે.

Best Mobiles in India

English summary
Jio will launch AI features and hub will be in Jamnagar Gujarat

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X