Jio 5G internet આ રીતે મેળવો ફ્રીમાં, જાણો ઓફર વિશે

By Gizbot Bureau
|

Reliance Jioએ તાજેતરમાં જ 5જી સર્વિસની શરૂઆત કરી છે. મુકેશ અંબાણીની આ જાયન્ટ ટેલિકોમ કંપનીએ Jio true 5G સર્વિસને દેશના 8 શહેરોમાં શરૂ કરી છે. આ 8 શહેરોમાં દિલ્હી NCR, કોલકાતા, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, વારાણસી અને નાથદ્વારાનો સમાવેશ થાય છે. જોકે, JIOએ હજી સુધી 5જી સ્પેસિફિક પ્લાન્ લોન્ચ નથી કર્યા પરંતુ બીટા વર્ઝન અંતર્ગત કંપની પસંદગીના ગ્રાહકોને 5જી સર્વિસ આપી રહી છે. સાથે જ કંપનીએ Jio 5જી વેલકમ ઓફરની પણ શરૂઆત કરી છે.

Jio 5G internet આ રીતે મેળવો ફ્રીમાં, જાણો ઓફર વિશે

Jio 5G Welcome Offerમાં શું લાભ મળશે?

Jioએ પોતાના પસંદગીના યુઝર્સ માટે જીયો 5જી વેલકમ ઓફર લોન્ચ કરી છે. આ ઓફર અંતર્ગત દેશના જે શહેરોમાં 5જી સર્વિસની શરૂઆત કરી છે, તે શહેરોમાં યુઝર્સને 5જી સર્વિસ સાવ ફ્રીમાં મળી શક્શે. જે યુઝર્સને જીયો 5જી વેલકમ ઓફરનો લાભ મળશે, તેઓ 1Gbpsની સ્પીડ સાથે અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શક્શે. જો કે એક નોંધપાત્ર વાત એ છે કે જે વિસ્તારોમાં Jio 5G પહેલેથી ઉપલબ્ધ છે, ત્યાં રહેતા તમામ ગ્રાહકો આ ઑફરનો લાભ લઈ શકશે નહીં. આ એક માત્ર-આમંત્રણ ઓફર છે, એટલે કે જીયો જે વિસ્તારમાં પહેલીવાર 5જી સર્વિસ આપી રહી છે, તે વિસ્તારના ગ્રાહકોને આ વેલકમ ઓફરનો લાભ મળશે. જો કે, ગ્રાહકોએ ઓફરનો લાભ માટે અમુક માપદંડો પૂર્ણ કરવા પડશે.

આ બેન્ચમાર્કનું કરવું પડશે પાલન

Jio તરફથી તેના 5G નેટવર્કનો ઉપયોગ કરવા માટેનું વેલકમ ઓફરનો લાભ મેળવવા માટે, ગ્રાહકોએ કંપનીમાં તેમનો નંબર રજીસ્ટર કરાવવો પડશે. નંબર રજીસ્ટર કર્યા પછી, Jio નક્કી કરશે કે તે ચોક્કસ વપરાશકર્તા Jio True 5G નો ઉપયોગ કરવા માટે પાત્ર છે કે નહીં.

જો કે, જિયોના બીજા પણ કેટલાક માપદંડ છે, જે ગ્રાહકોએ આ વેલકમ ઓફરનો લાભ લેવા માટે નોંધણી કરાવતા પહેલા જ પૂર્ણ કરવા પડશે. Jioની સત્તાવાર સાઇટ મુજબ વપરાશકર્તાઓ પાસે Jio 5G-સુસંગત હેન્ડસેટ હોવો જરૂરી છે અને વેલકમ ઓફરનો લાભ લેવા માટે તમારે જ્યાં 5જી નેટવર્ક અવેલેબલ છે, સાથે જ પ્રોપર નેટવર્ક કવરેજ તેવા વિસ્તારમાં રહેવું પડશે. વધુમાં, Jio વપરાશકર્તાઓને કંપની તરફથી આમંત્રણ મેળવવા માટે પ્રીપેડ અને તમામ પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટે રૂપિયા 239 કે તેથી વધુનો સક્રિય પ્લાન હોવો જરૂરી છે.

1) સૌથી પહેલા જીયોની સત્તાવાર વેબસાઈટ ઓપન કરો, અથવા તમારા સ્માર્ટફોનમાં તમે My Jio એપ પણ ઓપન કરી શકો છો.

2) અહીં તમારે Jio Welcome Offer ટેબમં જઈને Express Interest વિકલ્પ પર ક્લિક કરો.

3) આ વિકલ્પ પસંદ કર્યા બાદ એક નવી વિન્ડો ખુલશે, જેમાં તમારે તમારો ફોન નંબર રજિસ્ટર કરાવવાનો છે.

4) અહીં તમે જેવો જિયો નંબર ઈનપુટ કરશો કે તરત જ તમારા નંબર પર ઓટીપી આવશે.

5) હવે આ ઓટીપી દ્વારા તમારો ફોન નંબર વેરિફાય કરો.

6) આ અપ્લાય કર્યા બાદ કંપની ચેક કરશે કે તમે જીયો વેલકમ ઓફરનો લાભ લેવા માટે એલિજીબલ છો કે નહીં.

Jio 5G Plans

મળતી માહિતી પ્રમાણે આગામી મહિનાઓમાં જ્યારે જીયો પોતાની 5જી સર્વિસને હજી વધારે શહેરોમાં લોન્ચ કરશે, ત્યાર બાદ 5જી પ્લાન્સ લોન્ચ કરશે. નવા પ્લાન લોન્ચ કરતા પહેલા કંપની દેશના દરેક મોટા શહેરોમાં 2022ના અંત સુધીમાં 5જી સર્વિસ લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે. જો કે ભારતના દરેક વિસ્તારમાં જીયોની 5જી સર્વિસ પહોંચતા 2023 સુધીનો સમય લાગશે. ત્યાં સુધી જ્યાં 5જી સર્વિસ મળી રહી છે, તે યુઝર્સને 5જીનો લાભ નિઃશુલ્ક મળશે. આ ઉપરાંત આકાશ અંબાણી દાવો કરી ચૂક્યા છે કે કંપની 5જી સર્વિસ અફોર્ડેબલ કિંમતે લોન્ચ કરવાની છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Welcome Offer: How To Get Jio 5G Connection for Free

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X