જિયો ઘ્વારા ટેલિકોમ રેગ્યુલેટરને ધન ધના ધન ઓફર સબમિટ: રિપોર્ટ

Posted By: anuj prajapati

રિલાયન્સ જિયો ઘ્વારા ધન ધના ધન ઓફર પ્લાન જાહેર કર્યા પછી આખરે રિલાયન્સ જિયો ઘ્વારા તેમનો પ્લાન ટેલિકોમ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઇન્ડિયાને મોકલી આપવામાં આવ્યો છે.

જિયો ઘ્વારા ટેલિકોમ રેગ્યુલેટરને ધન ધના ધન ઓફર સબમિટ: રિપોર્ટ

રિપોર્ટમાં જણાવાયું છે કે જિયોએ યોજના તૈયાર કરવા અંગેના ઇ-મેઇલનો જવાબ આપ્યો ન હતો, પરંતુ ટ્રાયના ચેરમેન આર.એસ. શર્માએ જણાવ્યું હતું કે "ટેલકોસ સાત દિવસની અંદર યોજનાઓ અને ફાઇલ કરી શકે છે, તેથી ઘણી સેંકડો યોજનાઓ અમને આવે છે, પણ હું ટિપ્પણી નહીં કરું કોઈ પણ વ્યક્તિગત યોજના પર.

જ્યારે પણ ટેલિકોમ કંપનીઓ યોજના ઘડે છે, ત્યારે અમે તેનું પરીક્ષણ કરીએ છીએ અને તેના પર નિર્ણય લઈએ છીએ - તે સામાન્ય પ્રક્રિયા છે, તેથી હું કોઈ યોજના પર ટિપ્પણી કરી શકતો નથી."

જિયો ઘ્વારા ટેલિકોમ રેગ્યુલેટરને ધન ધના ધન ઓફર સબમિટ: રિપોર્ટ

રિલાયન્સ જિયો ઘ્વારા 5 ઓક્ટોબર, 2016 ના રોજ જિયો વેલકમ ઓફર સાથે તેની 4G સર્વિસ શરૂ કરી દીધી છે, જેણે અમર્યાદિત ડેટા, વૉઇસ અને વિડિયો કોલ્સ અને પ્રથમ ત્રણ મહિના માટે મેસેજિંગ એક્સેસ આપી હતી.

તે પછી, વેલકમ ઓફરને હેપ્પી ન્યૂ યરના ઓફર દ્વારા બદલવામાં આવ્યો હતો અને મફત વૉઇસ કૉલ્સ, વિડિઓ કૉલિંગ, મેસેજિંગ અને ડેટા સહિતની ઓફર પણ આપી હતી. કંપની દ્વારા ઓફર કરવામાં આવતી મફત સેવાઓ એપ્રિલ 1, 2017 ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી.

રિલાયન્સ જિયો 3 રૂપિયા પર મિનિટ ઇન્ટરનૅશનલ કોલ ઓફર કરી રહ્યું છે.

પરંતુ માર્ચ 31, 2017 ના રોજ, જિયો પ્રાઇમ સભ્યો માટે નવું "સમર સરપ્રાઇઝ" ઓફરની જાહેરાત કરી હતી જેમાં કંપની તેના પ્રાઇમ સભ્યોને ત્રણ મહિનાની મફત સેવાઓ આપે છે જો તેઓ રૂ. 303 પ્લાન (અથવા તેના કરતા પણ વધુ કિંમત ધરાવતા પ્લાન) લઇ શકે છે

ટેરિફ પ્લાન જુલાઈમાં લાગુ થશે. કંપનીએ 15 એપ્રિલ સુધી તેની પ્રાઇમ મેમ્બરશિપ સેવાઓ પણ વિસ્તારી છે. પરંતુ ટ્રાઈ ઘ્વારા મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ જિયોને તેની નવી "સમર સરપ્રાઈઝ" ઓફર પાછી ખેંચી લેવાની સલાહ અપાઈ છે.

જો કે, કંપનીએ સત્તાવાર રીતે ઓફરને પાછો ખેંચવાની જાહેરાત કરી છે.

English summary
Reliance Jio has finally submitted its plan with TRAI. The plan was filed last (Monday) evening. Jio had until the end of the week to file it. TRAI has advised, Mukesh Ambani-led Reliance Jio to withdraw its new "Summer Surprise" offer

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot