Just In
ગુજરાતમાં પણ આવી ગયું Jioનું 5જી નેટવર્ક, આ રીતે લો લાભ
રિલાયન્સ જીયોએ સત્તાવાર રીતે દેશમાં 5જી નેટવર્કની શરૂઆત ગત મહિનાથી કરી હતી. આ શરૂઆત બાદ કંપની સતત દેશના જુદા જુદા રાજ્યોમાં 5જી સર્વિસને પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. જીયો લગભગ રોજે રોજ નવા શહેરોમાં પોતાની 5જી સર્વિસ શરૂ કરી રહી છે. અત્યાર સુધી જીયો દિલ્હી, ગુડગાંવ, નોઈડા, વારાણસી, કોલકાતા, નાથદ્વારા, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, કોલકાતા અને ફરીદાબાદમાં 5જી સર્વિસ શરૂ કરી ચૂકી છે. તાજેતરમાં જ કંપનીએ પૂણેમાં પણ આ લેટેસ્ટ ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવી દીધી છે. હવે જીયોએ ગુજરાત આખામાં પણ 5જી સર્વિસની જાહેરાત કરી દીધી છે.

ટેલિકોમ જાયન્ટ કંપનીએ શુક્રવારે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતના તમામ 33 જિલ્લામાં ટ્રુ 5જી કવરેજ આપવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે જ ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે, જેના દરેક જિલ્લામાં જીયોની ટ્રુ 5જી સર્વિસ મળી રહી છે.
ગુજરાતમાં આ સર્વિસ શરૂ કરતા સમયે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે,’અમને ગર્વ છે કે ગુજરાત એવું પહેલું રાજ્ય બન્યું છે, જેના બધા જ જિલ્લાઓમાં જીયોની 5જી સર્વિસ શરૂ થઈ ચૂકી છે. અમે 5જીની પૂરેપૂરી સ્ટ્રેન્થનો અનુભવ કરાવવા માગીએ છીએ. આ ટેક્નોલોજીને કારણે કરોડો લોકોના જીવન પર સકારાત્મક અસર પડવાની છે.’
જીયોની આ શરૂઆતની સાથે જ ગુજરાતમાં જીયોના યુઝર્સ 1Gbpsની સ્પીડ સાથે અનલિમિટેડ 5જી સર્વિસનો ઉપયોગ કરી શક્શે. જો કે જીયોના યુઝર્સે આ માટે જીયો વેલકમ ઓફરનો લાભ લેવો પડશે.
આ અનલિમિટેડ જીયો 5જી ઓફરનો લાભ લેવા માટે તમારે માત્ર નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: તમારા ફોનમાં માય જીયો એપ ઓપન કરો.
સ્ટેપ 2: માય જીયો એપમાં સૌથી ઉપરની તરફ તમને એક બેનર દેખાશે, જેમાં તમને જીયો વેલકમ ઓફર લખેલું જોવા મળશે.
સ્ટેપ 3: હવે તમારે એક્સ્પ્રેસ ઈન્ટ્રેસ્ટ બટન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 4: બાદમાં તમારી મોબાઈલ સ્ક્રીન પર નવી વિન્ડો ખુલશે, જેમાં તમે તમારો ફોન નંબર ઈનપુટ કરીને પોતાની જાતને રજિસ્ટર કરી શકશો.
સ્ટેપ 5: હવે તમારે જનરેટ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 6: બસ આ ઓટીપી ઈનપુટ કરશો, એટલે તમારી રજિસ્ટ્રેશન પ્રોસેસ ઈનશીએટ થઈ જશે.
સ્ટેપ 7: હવે જીયો તમારી એલિજીબિલીટી ચેક કરશે, અને જો તમે એલિજીબીલ હશો, તો તમને માય જીયો એપમાં જ 5જી વાપરવા માટે ઈન્વીટેશન મળશે. આ ઈન્વીટેશન સ્વીકારતા જ તમે જીયોનું 5જી નેટવર્ક વાપરી શક્શો.
જીયો 5જીનો લાભ લેવા આ શરતો કરવી પડશે પૂરી
જે ગ્રાહકોએ આ વેલકમ ઓફરનો લાભ લેવા માટે નોંધણી કરાવતા પહેલા જ પૂર્ણ કરવા પડશે. Jioની સત્તાવાર સાઇટ મુજબ વપરાશકર્તાઓ પાસે Jio 5G-સુસંગત હેન્ડસેટ હોવો જરૂરી છે અને વેલકમ ઓફરનો લાભ લેવા માટે તમારે જ્યાં 5જી નેટવર્ક અવેલેબલ છે, સાથે જ પ્રોપર નેટવર્ક કવરેજ તેવા વિસ્તારમાં રહેવું પડશે. વધુમાં, Jio વપરાશકર્તાઓને કંપની તરફથી આમંત્રણ મેળવવા માટે પ્રીપેડ અને તમામ પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટે રૂપિયા 239 કે તેથી વધુનો સક્રિય પ્લાન હોવો જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470