જીઓ રૂ. 399 પોસ્ટપેડ પ્લાન ની સાથે નેટફ્લિક્સ ના લાભ આપવા માં આવે છે

By Gizbot Bureau
|

જીઓ દ્વારા પ્રથમ ડિસેમ્બર પર તેમના બધા જ પ્રીપેડ અનલિમિટેડ પ્લાન ની કિંમત માં વધારો કરવા માં આવ્યો હતો. આ કિંમત માં વધારા ની સાથે કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ 20% કિંમત માં વધારા છત્તા તેઓ દ્વારા સૌથી ઓછી કિંમત પર સુવિધા આપવા માં આવશે. અને આ કિંમત માં વધારો કર્યા પછી જીઓ દ્વારા તેમના સ્ટ્રીમિંગ ના લાભો ની અંદર પણ વધારો કરવા માં આવેલ છે. હવે જીઓ દ્વારા રૂ. 601 ના પ્રીપેડ પ્લાન ની સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર નું એક્સેસ આપવા માં આવે છે. અને આ સિવાય જીઓ દ્વારા માત્ર તેમની જીઓ એપ્સ નું જ એક્સેસ આપવા માં આવે છે. પરંતુ જીઓ પોસ્ટપેડ પ્લાન ની અંદર રૂ. 399 ના પ્લાન થી જ કંપની દ્વારા નેટફ્લિક્સ જેવી સ્ટ્રીમિંગ સર્વિસ નું એક્સેસ આપવા માં આવે છે.

જીઓ રૂ. 399 પોસ્ટપેડ પ્લાન ની સાથે નેટફ્લિક્સ ના લાભ આપવા માં આવે છે

રૂ. 399 થી શરૂ કરીને, જીઓ પોસ્ટપેડ પ્લસ પ્લાન વિવિધ પ્રમાણમાં ડેટા સાથે સ્ટ્રીમિંગ લાભો, કૉલિંગ અને એસએમએસ લાભો પ્રદાન કરે છે. જીઓ ના રૂ. 399 પોસ્ટપેડ પ્લાન 75 જીબી ડેટા ઓફર કરે છે જેના પછી ગ્રાહકો પાસેથી 10 રૂપિયા પ્રતિ જીબી વસૂલવામાં આવે છે. આ પ્લાન 200 જીબી નો રોલઓવર ડેટા લાવે છે. તે જીઓ એપ્સના મફત સબ્સ્ક્રિપ્શન્સ સાથે અમર્યાદિત કૉલિંગ અને એસએમએસ લાભો પણ આપે છે. જીઓ એ જીઓ પોસ્ટપેડ પ્લસ વપરાશકર્તાઓને કોઈ વધારાના ખર્ચ વિના ખરીદી અને મનોરંજનના લાભો આપવા માટે એમેઝોન પ્રાઈમ સાથે પણ ભાગીદારી કરી છે. આ પ્લાન નેટફ્લિક્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન જેવા અન્ય ઓટિટિ પ્લેટફરોમ ના લાભો આપવા માં આવે છે. આ પ્લાનમાં ઇન-ફ્લાઇટ અને રોમિંગ સેવાઓનો પણ સમાવેશ થાય છે.

તો હવે જીઓ દ્વારા ઓફર કરવા માં આવતા પ્રીપેડ પ્લાન કે જેની કિંમત રૂ. 500 કરતા ઓછી છે તેના વિશે વાત કરીયે. હવે તેની શરૂઆત રૂ. 119 થી થાય છે. જેની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા 14 દિવસ માટે આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર અનલિમિટેડ વોઇસ કોલ્સ ની સુવિધા આપવા માં આવે છે પરંતુ તેની અંદર કોઈ પણ પ્રકાર ના એસએમએસ ની સુવિધા આપવા માં આવતી નથી.

જીઓ ના રૂ. 179 અનલિમિટેડ પ્રીપેડ પ્લાન ની વાત કરવા માં આવે તો તેની અંદર દરરોજ ના 1જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સાથે આપવા માં આવે છે. તેમના રૂ. 155 પ્રીપેડ પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા પ્રતિ મહિના માટે આપવા માં આવે છે. અને સાથે સાથે અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે. ત્યાર પછી ના પ્લાન ની કિંમત રૂ. 239 છે જેની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે. અને સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે.

અને માત્ર રૂ. 10 વધુ આપી ને તમને જીઓ ની અંદર દરરોજ ના 2જીબી ડેટા 23 દિવસ માટે મળી શકે છે, અને સાથે સાથે અનલિમિટેડ કોલ્સ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે તમને જીઓ એપ્સ નું એક્સેસ પણ આપવા માં આવે છે. જીઓ ના રૂ. 299 પ્રીપેડ પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સાથે આપવા માં આવે છે. તેમના રૂ. 419 પ્લાન ની અંદર 28દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે, અને સાથે સાથે દરરોજ ના 3જીબી ડેટા અનલિમિટેડ કોલ્સ અને દરરોજ ના 100 એસએમએસ ની સાથે આપવા માં આવે છે જેની અંદર જીઓ એપ્સ નું એક્સેસ પણ આપવા માં આવે છે.

જીઓ એ હવે તેની વેબસાઇટ અપડેટ કરી છે અને તેના ત્રણ સુધારેલા પ્રીપેડ પ્લાનમાં સ્ટ્રીમિંગ લાભો ઉમેર્યા છે. અત્યાર સુધીમાં જીઓ ની વેબસાઇટે રૂ. 601 પ્રીપેડ પ્લાન સાથે સ્ટ્રીમિંગ લાભો દર્શાવે છે. પ્રીપેડ પ્લાન અમર્યાદિત કૉલ્સ અને દરરોજ ના 100 એસએમએસ સાથે 3જીબી દૈનિક ડેટા ઓફર કરે છે. તે વધારાના 6જીબી ડેટા અનેડિઝની પ્લસ હોટસ્ટાર નું એક વર્ષની ઍક્સેસ આપવા માં આવે છે.

હવે, ટેલકોએ તેના રૂ. 799, રૂ. 1066 અને રૂ. 3119 પ્રીપેડ પ્લાન સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર ના લાભો ને શામેલ છે. જીઓ ના રૂ. 3119 પ્રીપેડ પ્લાન એ વાર્ષિક પ્લાન છે અને 365 દિવસની માન્યતા સાથે 2જીબી દૈનિક ડેટા, વધારાના 10જીબી ડેટા ઓફર કરે છે.

અને તેની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દરરોજ ના 100 એસએમએસ અને જીઓ એપ્સ નું એક્સેસ પણ આપવા માં આવે છે. રૂ. 799 અને રૂ. 1066 ના પ્રીપેડ પ્લાન ની અંદર જીઓ દ્વારા દરરોજ ના 2જીબી ડેટા, 56 દિવસ અને 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને આ બંને પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા આપવા આવે છે. અને આ બંને પ્લાન ની અંદર ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઈલ ના લાભો આપવા માં આવે છે. અને રૂ. 1066 પ્લાન ની અંદર વધારા ના 5જીબી ડેટા જીઓ એપ્સ ની એક્સેસ ની સાથે આપવા માં આવશે.

Best Mobiles in India

English summary
Jio Rs. 399 Postpaid Plan With Netflix Subscription: Better Than Prepaid Plans?

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X