Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioના 5 સસ્તા રિચાર્જ પ્લાન, 300 રૂપિયા કરતા ઓછામાં મળશે ફ્રી કોલિંગ, ઈન્ટરનેટ
જીયો, વોડાફોન આઈડિયા, એરટેલ દરેક સર્વિસ પ્રોવાઈડરે પોતાના મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. દરેક કંપનીએ લગભગ 25 ટકા સુધીનો વધારો રિચાર્જ પ્લાનમાં કર્યો છે. એવી સ્થિતિમાં જો તમે પણ એક સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, અને તમે જીયો યુઝર છો, તો આ આર્ટિકલમાં અમે તમને એક નહીં પણ 5 સસ્તા પ્લાન વિશે વાત કરીશું. જીયોએ મોબાઈલ રિચાર્જ મોંઘા કર્યા પછી 300 રૂપિયા કરતા ઓછી કિંમતમાં નવા રિચાર્જ પ્લાન શરૂ કર્યા છે. 300 રૂપિયા કરતા ઓછી કિંમતમાં પણ ફ્રી કોલિંગ અને ડેટા જેવા બેનિફિટ્સ મળે છે. હાલ જીયો પોતાના પ્રિપેઈડ યુઝર્સને 300 કરતા ઓછી કિંમતમાં 5 રિચાર્જ પ્લાન આપે છે. ચાલો જાણીએ કે આ કયા પ્લાન છે, અને તેના બેનિફિટ્સ કયા છે.

199 વાળો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે, જેમાં 27 જીબી ઈન્ટરનેટ મળે છે, એટલે કે એક દિવસના 1.5 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે. સાથે જ અનલિમિટેડ કોલિંગ અને 100 મેસેજ પ્રતિ દિવસનો લાભ મળે છે. આ ઉપરાંત Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ મળે છે.
209 રૂપિયાનું રિચાર્જ
આ રિચાર્જમાં 22 દિવસની વેલિડિટી સાથે કુલ 22 જીબી ઈન્ટરનેટ એટલે કે રોજનું 1 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે. સાથે જ અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 મેસેજનો લાભ મળે છે. આ ઉપરાંત Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ મળે છે.
239 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી પણ 22 દિવસની છે. જેમાં રોજના 1.5 જીબી લેખે કુલ 33 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગની સાથે રોજના 100 ફ્રી મેસેજનો પણ યુઝર્સ લાભ લઈ શકે છે. તો Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ આ પ્લાનમાં મળે છે.
249 રૂપિયાનું રિચાર્જ
249 રૂપિયાના રિચાર્જમાં જીયો 28 દિવસની પેક વેલિડિટી આપી રહ્યું છે, જેમાં તમને રોજના 1 જીબી લેખે 28 જીબી ઈન્ટરનેટ કુલ વાપરવા મળે છે. જ્યારે રોજના 100 મેસેજ અને અનલિમિટેડ કોલિંગના લાભ અન્ય પ્લાન જેવા જ છે. તો Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ આ પ્લાનમાં મળે છે.
299 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને રોજનું 1.5 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે. જો કે મર્યાદા કુલ 42 જીબી ઈન્ટરનેટની છે. 28 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાનમાં રોજના 100 ફ્રી મેસેજ અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications