રિલાયન્સ જિયો 100 જીબી ફ્રી 4જી ડેટા ઓફર કરી રહ્યું છે.

Posted By: anuj prajapati

આ વાતમાં કોઈ જ શંકા નથી કે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો રોજ સમાચારોમાં નવી નવી હેડલાઈન બની રહ્યું છે. હાલમાં કંપની તેમના સમર સરપ્રાઈઝ પ્લાન હેઠળ 3 મહિના માટે 100 જીબી 4જી ડેટા ઓફર કરી રહ્યું છે.

રિલાયન્સ જિયો 100 જીબી ફ્રી 4જી ડેટા ઓફર કરી રહ્યું છે.

303 રૂપિયા અને 499 રૂપિયા ધરાવતા પ્લાનમાં યુઝરને રોજની લિમિટ આપવામાં આવે છે. જયારે 999 રૂપિયા અને તેના કરતા વધારે પ્લાનમાં યુઝરને ત્રણ મહિના માટે 100 જીબી અને તેના કરતા પણ વધારે ડેટા આપવામાં આવી રહ્યા છે. પરંતુ તેના માટે પહેલા તમારે 99 રૂપિયામાં જિયો પ્રાઈમ સર્વિસ મેમ્બર બનવું પડશે.

કંપની ઘ્વારા હાલમાં જ સમર સરપ્રાઈઝ પ્લાન લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં જિયો મેમ્બરને ખુબ જ સારો ફાયદો થશે. જયારે તેઓ 15 એપ્રિલ પહેલા તેમનું પહેલું બેઝિક 303 રૂપિયા અથવા તો તેના કરતા વધારે પૈસાનું રિચાર્જ કરવાથી તેમને પહેલા ત્રણ મહિના ફ્રી સર્વિસ આપવામાં આવશે. બેઝિક પ્લાન ત્રણ મહિના પછી જૂનથી શરૂ કરવામાં આવશે.

જિયો પ્રાઈમ અને નોન પ્રાઈમ, તમે સબ્સ્ક્રાઇબ કર્યું કે નહીં?

કંપની ઘ્વારા તેમની પ્રાઈમ મેમ્બરશિપ 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. જે લોકો 31 માર્ચ સુધી પ્રાઈમ મેમ્બર નથી બની શક્યા, તેઓ હવે 15 એપ્રિલ પહેલા 99 રૂપિયા રિચાર્જ કરીને પ્રાઈમ મેમ્બર બની શકે છે.

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે લગભગ 72 મિલિયન જેટલા યુઝર 31 માર્ચ પેહેલા સાઈન અપ કરીને પ્રાઈમ મેમ્બર બની ચુક્યા છે.

પ્રાઈમ પ્રીપેડ કસ્ટમર જેઓ 999 રૂપિયામાં 100 જીબી ફ્રી ડેટા 3 મહિના સુધી મેળવી શકે છે. પરંતુ જુલાઈ પછી 999 રૂપિયા ધરાવતા પેકમાં પ્રાઈમ મેમ્બર 60 દિવસમાં 60 જીબી ડેટા મેળવી શકશે.

English summary
Prime prepaid customers opting for Jio's Rs. 999 recharge pack will get 100GB of free data for 90 days under this offer but after July, under the Rs. 999 pack, Prime members will 60 GB of data for 60 days

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot