Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioના આ મોબાઈલ રિચાર્જ પ્લાન નથી થયા મોંઘા, પણ થયો આ ફેરફાર
રિલાયન્સ જીયો સહિત એરટેલ અને વોડાફોન આઈડિયાએ 3 જુલાઈથી પોતાના પ્રિપેઈડ અને પોસ્ટપેઈડ મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા કરી નાખ્યા છે. જીયોએ પોતાના બધા જ રિચાર્જ પ્લાન લિસ્ટ કરી દીધા છે, જેમાં સારી વાત એ છે કે હજી પણ ઘણા પ્રિપેઈડ પ્લાન જૂની કિંમતમાં જ મળી રહ્યા છે. તેમાં કિંમતમાં વધારો નથી કરાયો. દાખલા તરીકે 149 રૂપિયાનો પ્રિપેઈડ પ્લાન હજી પણ એ જ કિંમતમાં ઉપલબ્ધ છે. પરંતુ વધારે ખુશ ન થશો, કારણ કે કંપનીએ ભાવ ભેલ ન વધાર્યો હોય પરંતુ તેની વેલિડિટી જરૂર ઘટાડી દીધી છે. ચાલો જાણીએ કે જિયોના કયા એવા પ્રિપેઈડ પ્લાન છે, જેની કિંમત નથી ઘટી, પરંતુ તેના ફાયદા ઓછા થઈ ગયા છે.

149 રૂપિયાનો પ્લાન
149 રૂપિયાના પ્લાનની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરાયો. પરંતુ પહેલા આ રિચાર્જ પ્લાન પર 20 દિવસની વેલિડિટી હતી, રોજનો 1 જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 મેસેજનો લાભ મળતો હતો. હવે આ લાભ તો એમના એમ જ રખાયા છે, પરંતુ તેની વેલિડીટી 14 દિવસની કરી દેવાઈ છે.
179 રૂપિયાનો પ્લાન
179 રૂપિયાના પ્રિપેઈડ પ્લાનની કિંમત પણ નથી બદલાઈ. જો કે પહેલા આ પ્લાનમાં 24 દિવસની વેલિડિટીની સાથે રોજનો 1 જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 મેસેજ મળતા હતા. હવે આ બધા જ લાભ માત્ર 18 દિવસ સુધી મળે છે.
199 રૂપિયાનો પ્લાન
જીયોએ પોતાના આ પ્લાનની કિંમતમાં પણ વધારો નથી કર્યો. પહેલા આ રિચાર્જ પર 23 દિવસની વેલિડિટી મળતી હતી, જે હવે 18 દિવસની કરી દેવાઈ છે. જો કે આ પ્લાનમાં મળતા દોઢ જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 મેસેજના લાભ એમના એમ રખાયા છે.
209 રૂપિયાનો રિચાર્જ પ્લાન
209 રૂપિયાના પ્રિપેઈડ રિચાર્જ પ્લાનની કિંમત પણ એઝ ઈટ ઈઝ રખાઈ છે. જો કે તેની વેલિડીટી 28 દિવસથી ઘટાડીને 22 દિવસ કરી દેવાઈ છે. આ દરમિયાન 1 જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 મેસેજનો લાભ મળે છે.
239 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 28 દિવસ સુધી રોજના દોઢ જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 ફ્રી મેસેજ મળતા હતા. જે હવે 22 દિવસ સુધી જ મળશે.
666 રૂપિયાનો રિચાર્જ પ્લાન
666 રૂપિયાના પ્રિપેઈડ રિચાર્જ પ્લાનમાં પહેલા 84 દિવસ સુધી રોજનો દોઢ જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 મેસેજ મળતા હતા. હવે આ બધી સુવિધા 70 દિવસ સુધી મળે છે.
719 રૂપિયાનો પ્રિપેઈડ પ્લાન
જીયોનું 719 રૂપિયાનું રિચાર્જ પણ મોંઘું નથી થયું. આ પ્લાનમાં 84 દિવસ સુધી રોજનો બે જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 મેસેજનો લાભ મળે છે. હવે આ લાભ 70 દિવસ સુધી જ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
