Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioએ લોન્ચ કર્યું નવું ગેજેટ, ઘરે બેઠા જ આપશે સિનેમા હોલનો અનુભવ
જો તમે પણ ઘરમાં જ બેઠા બેઠા સિનેમા હોલમાં બેઠા હોય, એ રીતે ફિલ્મ જોવાની મજા લેવા ઈચ્છો છો, કે પછી સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યા છો, તે રીતે આઈપીએલનો આનંદ માણવા ઈચ્છો છો, તો તમારા માટે જીયો એક લેટેસ્ટ ગેજેટ લઈને આવ્યું છે. જીયોએ નવું VR હેડસેટ લોન્ચ કર્યું છે, જે 360 ડિગ્રી વ્યૂઇંગ એન્ગલની ટેક્નોલોજી ધરાવે છે. કંપનીનો દાવો છે કે આ નવા Jio VR Headset દ્વારા યુઝર્સ 100 ઈંચની સાઈઝ જેટલી વર્ચ્યુઅલ સ્ક્રીન પર ફિલ્મો, ક્રિકેટ, વેબસિરીઝ જોવાનો આનંદ માણી શક્શે.

Jio VR Headsetના સ્પેસિફિકેશન્સ
જીયોનો આ વીઆર હેડસેટ 6.7 ઈંની સ્ક્રીનસાઈઝ ધરાવતા સ્માર્ટફોન સાથે કામ કરશે. તમે આ વીઆર ડિવાઈસને વાઈડ રેન્જ સ્માર્ટફોનની સાથે પણ કનેક્ટ કરી શકો છો. આ ડિવાઈસમાં આઈફોન અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન બંનેનો ઉપયોગ કરી શકાય છે. જીયો ડાઈવ વીઆર હેડસેટમાં યુઝર્સ 4.7 ઈંચ અને 6.7 ઈંચના સ્માર્ટફોન યુઝ કરી શક્શે. આ વીઆર હેડ સેટ iOS 15ને પણ સપોર્ટ કરી શકે છે. જીયો ડાઈવ વીઆર હેડસેટ સેમસંગ, રિયલમી, વીવો, એપલ, વનપ્લસ, શાઓમી, પોકો અને નોકિયા જેવા સ્માર્ટફોનને પણ સપોર્ટ કરશે. આ નવા જીયો ડાઈવ વીઆર હેડસેટનો ઉપયોગ કરવા માટે યુઝર્સે ફોનમાં એક એપ ઈન્સ્ટોલ કરવી પડશે.
Jio VR HeadSetની કિંમત
જીયો ડાઈવ વીઆર હેડસેટની કિંમત ભારતમાં 1,299 રૂપિયાથી શરૂ થાય છે. આ હેડસેટ તમે જીયોની સત્તાવાર વેબસાઈટ અને JioMark સહેલાઈથી ખરીદી શકે છે. જો તમે જીયો ડાઈવ વીઆર હેડસેટને પેટીએમ વોલેટ દ્વારા ખરીદો છો, તો તમને 500 રૂપિયાનું કેશબેક પણ મળી શકે છે. આ ઉપરાંત ગ્રાહકો 100 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફરનો પણ લાભ લઈ શકે છે. જીયોની સત્તાવાર વેબસાઈટ મુજબ આ પ્રોડક્ટની સત્તાવાર કિંમત તો 2,499 રૂપિયા છે, પરંતુ લોન્ચ સમયે તેના પર 1,200 રૂપિયાનું મસમોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેને કારણે આ વીઆરની કિંમત 1,299 રૂપિયા તઈ જાય છે. આ ઉપરાંત કંપની ફ્રી ડિલીવરી ઓફર પણ આપી રહી છે.
JioDive VR Headsetનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા આ ડિવાઈસના બોક્સ પર રહેલા QR કોડને સ્કેન કરો અને JioImmerse App ઈન્સ્ટોલ કરો.
2. હવે એપ્લીકેશનને જરૂરી પરમિશન આપો અને બાદમાં લોગઈન કરો.
3. હવે તમારે JioDive પર ટેપ કરવાનું છે.
4. આગલી સ્ક્રીનમાં તમારે Watch on JioDiveની પસંદગી કરવાની છે.
5. હવે તમારે JioDiveનું કવર કાઢીને તેમાં પોતાનો ફોન મૂકવાનો છે. ધ્યાન રાખો કે આ ડિવાઈસમાં તમે 4.7 ઈંચથી લઈને 6.7 ઈંચની સાઈઝ ધરાવતા સ્માર્ટફોન લગાવી શકો છો.
6. ડિવાઈસમાં ફોન લગાવી દીધા બાદ હેડસેટના પટ્ટા એડજસ્ટ કરીને માથા પર પહેરી લો. બસ હવે માણો થિયેટર જેવા અનુભવની મજા.
જીયો કનેક્શન હોવું છે જરૂરી
આ ડિવાઈસનો ઉપયોગ કરવા માટે ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે, જો તમારી પાસે Jio 4G, Jio 5G અથવા જીયો ફાઈબર કનેક્શન છે, તો જ તમે JioImmerse Appનો ઉપયોગ કરી શક્શો. સાથે જ તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 9 અને iOS 15 ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications