Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioએ લોન્ચ કરી Republic Day ઓફર, શોપિંગ, ટ્રાવેલિંગથી લઈ આ બાબતોમાં ડિસ્કાઉન્ટ
જો તમે રિલાયન્સ જીયો યુઝર છો, તો તમારા માટે સારા સમાચાર છે. જીયોએ રિપબ્લિક ડે ઓફર પોતાના ગ્રાહકો માટે લોન્ચ કરી દીધી છે. જે મુજબ 2,999 રૂપિયાના એન્યુઅલ પ્લાન્સને સબસ્ક્રાઈબ કરનાર ગ્રાહકોને 3,250 રૂપિયાથી વધુની કૂપન્સ મળશે. યુઝર્સ આ કૂપન્સનો ઉપયોગ કરીને શોપિંગ, ટ્રાવેલિંગ અને લંચ-ડિનર કરી શક્શે. આ કૂપન Ajio, Tira, Ixigo, Swiggy અને Reliance Digitalના હશે. આ ઓફર 15 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી વેલિડ છે. તો ચાલો જાણીએ કે યુઝર્સ આ ઓફર્સનો લાભ કેવી રીતે લઈ શકે છે.

Jio Republic Day ઓફર
જીયોના 2,999 રૂપિયાના એન્યુઅલ પ્લાનમાં રિચાર્જ કરવા પર કંપની પોતાના ગ્રાહકોને જુદી જુદી ઓફર આપી રહી છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને લિમિટેડ ટાઈમ માટે મલ્ટીપલ બ્રાન્ડ્ઝની કૂપન્સ મળશે. જે યુઝર્સ 2,999 રૂપિયાનો પ્લાન યુઝ કરી રહ્યા છે, તેવા જીયો યુઝર્સ 299 રૂપિયા અથવા તેનાથી વધુનું શોપિંગ કરવા પર 125 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શક્શે. આ ઉપરાંત ગ્રાહકોને બે સ્વિગી કૂપન પણ રિચાર્જની સાથે મળશે. Ajio પરથી 2,499 રૂપિયાનું શોપિંગ કરવા પર કસ્ટમર્સને ફ્લેટ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત યુઝર્સે Ixigo દ્વારા ફ્લાઈટ બૂક કરશે, તો 1,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ Tira પરથી 999 રૂપિયા અથવા તેનાથી વધુનું શોપિંગ કરવા પર કેટલીક સિલેક્ટેડ પ્રોડક્ટ્સ પર 30 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. જીયોની આ રિપબ્લિક ડે ઓફર 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી વેલિડ રહેશે.
Jio Republic Day Offerનો લાભ લેવા આટલું કરો.
Jio Republic Day Offerને તમે MyJio એપ અને જિયોની સત્તાવાર વેબસાઈટ પર જઈને રિડીમ કરી શકો છો. આ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સે સૌથી પહેલા જીયો ફોન નંબર પર 2,999 રૂપિયાના પ્લાનથી રિચાર્જ કરવું જરુરી છે.
Jio 2,999 રૂપિયાનો પ્લાન શું છે?
જીયોના 2,999 રૂપિયાના પ્લાનની વેલિડિટી 365 દિવસ અથવા તો 1 વર્ષ છે. આ પ્લાન અંતર્ગત યુઝર્સને 2.5 જીબી 4 જીબી ડેટા રોજ મળે છે. આ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટા ફ્રી મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલિંગ, રોજના 100 મેસેજિસ મળે છે. સાથે જ Jio Cinema, Jio TV, Jio Cloud જેવી એપ્સનું સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications