Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jio યુઝર્સને ઝટકો, પ્લાનની કિંમતોમાં અધધધ વધારો, 3 જુલાઈથી થશે લાગુ
રિલાયન્સ જીયો પોતાના યુઝર્સ માટે જાતભાતના પ્લાન ઓફર કરે છે. પણ જો તમે જીયોના ગ્રાહક છો, તો હાલ તમારા માટે ખરાબ સમાચાર આવ્યા છે. કંપનીએ એક સાથે ઘણા બધા પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. આ પ્લાન્સના લિસ્ટમાં પ્રિપેઈડ અને પોસ્ટપેઈડ બંને પ્રકારના પ્લાન સામેલ છે. મોટા ભાગના પ્લાનમાં કંપનીએ 25 ટકા જેટલો અધધધ વધારો ઝીંક્યો છે. જીયોનો સૌથી પોપ્યુલર પ્લાન 155 રૂપિયાનો હતો, પરંતુ હવે તેની કિંમત વધારીને કંપનીએ 189 રૂપિયા કરી દીધી છે. જ્યારે પોસ્ટપેઈડ પ્લાન જે 299 રૂપિયાનો હતો તે હવે સીધો જ 349 રૂપિયાનો કરી દેવાયો છે. ચાલો જાણીએ કંપનીએ કયા પ્લાનમાં કેટલો વધારો કર્યો છે.
જીયોએ ગઈકાલે પોતાના નવા પ્લાન્સની પણ જાહેરાત કરી છે. આમ તો આ પ્લાન સંપૂર્ણ રીતે કંપનીના નવા પ્લાન નથી, પરંતુ હાલના જ પ્લાનની કિંમતમાં વધારો ઝીંકાયો છે. જીયોની જાહેરાત પ્રમાણે આ નવા પ્લાનની કિંમતો 3 જુલાઈથઈ લાગુ થવાની છે.

નવી કિંમતો
જીયોએ 155 રૂપિયાના પ્લાનની કિંમત 189 રૂપિયા કરી દીધી છે. જેમાં તમને 28 દિવસી વેલિડિટીમાં 2 જીબી ઈન્ટરનેટ મળે છે.
જ્યારે 209 રૂપિયાનો પ્લાન હવે 249 રૂપિયામાં મળશે, જેમાં 28 દિવસની વેલિડિટી સાથે 1 જીબી ઈન્ટરનેટ ડેટા રોજ મળશે.
239 રૂપિયાનો પ્લાન કે જેમા 28 દિવસની વેલિડિટીમાં રોજનું 1.5 જીબી ઈન્ટરનેટ મળે છે, તેની કિંમત વધારીને 299 રૂપિયા કરી દેવાઈ છે.
તો 299 રૂપિયાનો પ્લાન હવે 349 રૂપિયામાં મળશે. જેમાં તમને 28 દિવસ સુધી રોજનું 2 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે.
તો 349 રૂપિયાનો પ્લાન હતો, તેના માટે હવે 399 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જેમાં તમને 28 દિવસ સુધી રોજનું 2.5 જીબી ઈન્ટરનેટ મળે છે.
જ્યારે 399 રૂપિયાનો પ્લાન સીધો જ 449માં મળશે. જેમાં 28 દિવસની વેલિડીટી સાથે રોજનો 3 જીબી ઈન્ટરનેટ ડેટા મળે છે.
એની સામે 479 રૂપિયાના પ્લાનની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરીને તેને 579નો કરી દેવાયો છે. જેમાં 56 જીબીની વેલિડિટી સાથે રોજનો 2 જીબી ડેટા મળે છે.
જીયોએ 395 રૂપિયાના પ્લાનની કિંમત 479 રૂપિયા કરી દીધી છે. જેમાં તમને 84 દિવસની વેલિડિટીમાં 6 જીબી ઈન્ટરનેટ મળે છે.
જ્યારે 666 રૂપિયાનો પ્લાન હવે 799 રૂપિયામાં મળશે, જેમાં 84 દિવસની વેલિડિટી સાથે 1.5 જીબી ઈન્ટરનેટ ડેટા રોજ મળશે.
719 રૂપિયાનો પ્લાન કે જેમા 84 દિવસની વેલિડિટીમાં 2 જીબી ઈન્ટરનેટ મળે છે, તેની કિંમત વધારીને 859 રૂપિયા કરી દેવાઈ છે.
તો 999 રૂપિયાનો પ્લાન હવે 1199 રૂપિયામાં મળશે. જેમાં તમને 84 દિવસ સુધી રોજનું 3 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે.
તો 2999 રૂપિયાનો પ્લાન હતો, તેના માટે હવે 3599 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જેમાં તમને 365 દિવસ સુધી રોજનું 2.5 જીબી ઈન્ટરનેટ મળે છે.
જીયો ડેટા એડ ઓન પેકની વાત કરીએ તો 15 રૂપિયાનો પ્લાન હવે 19 રૂપિયાનો થઈ ગયો છે, જેમાં બેઝ પ્લાનની વેલિડિટીમાં 1 જીબી ઈન્ટરનેટ મળે છે. જ્યારે 25 રૂપિયાનો પ્લાન 29 રૂપિયાનો છે. જેમાં એક્સ્ટ્રા 2 જીબી ઈન્ટરનેટ મળે છે. તો 61 રૂપિયાના પ્લાનની કિંમત 69 કરી દેવાઈ છે, જેમાં 6 જીબી ઈન્ટરનેટ મળે છે.
જીયોનો પોસ્ટપેઈડ પ્લાન જે 299 રૂપિયાનો હતો, તે હવે 349 રૂપિયામાં ખરીદી શકાય છે. જેમાં 30 જીબી ડેટા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications