ગુગલ અને જીઓ દ્વારા એક અફ્રોડેબ્લ સ્માર્ટફોન પર કામ કરવા માં આવી રહ્યું છે

By Gizbot Bureau
|

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે ગુગલ દ્વારા ભારતીય ટેલિકોમ ઓપરેટરો રિલાયન્સ જીઓ સાથે મળી અને એક અફોર્ડેબલ સ્માર્ટફોન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ બંને કંપનીઓ દ્વારા ગયા વર્ષે ભાગીદારી કરવામાં આવી હતી અને એક અફોર્ડેબલ સ્માર્ટફોન વિશે જાહેરાત પણ કરવામાં આવી હતી. ગુગલ દ્વારા રિલાયન્સ જીઓ ની અંદર ૭.૭ ટકાનો સ્ટેજ પણ લેવામાં આવ્યો છે. સુંદર પીચાઈ દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે આ પ્રકારના એક સ્માર્ટફોનને બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેની કિંમત શું હશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ગુગલ અને જીઓ દ્વારા એક અફ્રોડેબ્લ સ્માર્ટફોન પર કામ કરવા માં આવી રહ્યુ

સુંદર પીચાઈ દ્વારા એક વર્ચ્યુઅલ કોન્ફરન્સ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે, અમે એક અફ્રોડેબ્લ સ્માર્ટફોન બનાવવા પર ફોકસ કરી રહ્યા છીએ, અને અમે તેની અંદર પ્રોગ્રેસ પણ કરી રહ્યા છીએ અને તેઓની સાથે કામ પણ કરી રહ્યા છીએ.

ગુગલ દ્વારા ગુગલ ફોર ઇન્ડિયા ડિજિટલ અંતર્ગત જીઓ ના ફોનની અંદર ગયા વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. અને આવનારા પાંચ થી સાત વર્ષની અંદર ગુગલ દ્વારા કુલ ૭૫ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે જેથી ભારતની અંદર ડિજિટલ ટેકનોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી શકે.

સુંદર પીચાઈ દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે, ગુગલ દ્વારા ઇન્ડિયા ડિજિટલ ની અંતર્ગત નવી ઑપર્ચ્યૂનિટિ ને પણ શોધવામાં આવી રહી છે જેના વિશે કંપની દ્વારા આ વર્ષની અંદર આગળ જણાવવામાં આવશે.

ગુગલ અને જીઓ નું મહત્વ

ગુગલ દ્વારા ભારતીય માર્કેટની અંદર પિક્સલ સ્માર્ટફોનની મદદથી આવવા માટે કોશિશ કરવામાં આવી હતી. પિક્સલ સ્માર્ટફોનને ભારતીય માર્કેટમાં અંદર હંમેશાથી પસંદ કરવામાં આવ્યા છે પરંતુ તેની વધુ કિંમતને કારણે તે ક્યારેય પણ વધુ લોકો સુધી પહોંચી શક્યા નથી. અને ભારતની અંદર ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓ દ્વારા તે પ્રકારના સ્પેસિફિકેશન્સ ને વધુ ઓછી કિંમત પર ઓફર કરવામાં આવે છે. અને ગુગલ દ્વારા એ વાતને જાણવામાં આવ્યું હતું કે ભારતના માર્કેટની અંદર ગ્રાહકો વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર નથી ખાસ કરીને ત્યારે કે જ્યારે તેઓ પાસે બીજા સસ્તા વિકલ્પ ઉપલબ્ધ હોય.

અને તેના કારણે જ ગુગલ દ્વારા છેલ્લા અમુક પિક્સલ સ્માર્ટફોનને ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યા નથી. બે વર્ષે ગુગલ દ્વારા ભારતની અંદર માત્ર પિક્સલ 4એ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે પિક્ચર ની સાથે કંપની દ્વારા શરૂ કરવામાં આવે છે તે જાણવું રસપ્રદ રહેશે.

અને ભૂતકાળની અંદર રિલાયન્સ જીઓ દ્વારા પણ સ્માર્ટફોન માર્કેટની અંદર કોશિશ કરવામાં આવી હતી જેની અંદર તેઓ એલવાયએફ સ્માર્ટફોનને જીઓ સિમ આઉટ ઓફ બોક્સ ની સાથે આપતા હતા જેની અંદર ડેટા ની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવી હતી. પરંતુ તે સ્માર્ટફોન પણ ત્યારે એ મેઇનસ્ટ્રીમ માર્કેટની અંદર આવી શક્યા નહીં.

રિલાયન્સ જીઓ દ્વારા જ્યારે અમુક વર્ષો પહેલાં જીઓ ફોન ફીચર ફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો તેને ખૂબ જ સફળતા મળી હતી. અને હવે તેઓ ગુગલ સાથે ભાગીદારી કરી અને નવું પગલું લેવા જઈ રહ્યા છે. અને ક્વાલકોમ દ્વારા પણ હીટ આપવામાં આવી હતી કે તેઓ પણ જીઓ અને ગૂગલના આ સ્માર્ટફોન ની અંદર એક ખૂબ જ મોટો ભાગ ભજવી શકે છે.

ગુગલ અને જીઓ એ બંને ખૂબ જ મોટી કંપનીઓ છે અને તેમ છતાં તેઓ સ્માર્ટફોન માર્કેટની અંદર મોટી સફળતા મેળવી શક્યા નથી. અને આ નવા આવનારાઓ ફોલ્ડેબલ સ્માર્ટફોનની સાથે ગુગલ અને જીઓ એકબીજાની એક્સપોઝ નો ઉપયોગ કરી અને ભારતના વધુથી વધુ યુઝર્સ સુધી પહોંચી શકે છે.

ગુગલ જીઓ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થઈ શકે છે?

જેવું કે ઉપર જણાવવામાં આવ્યું હતું પીચાઈ દ્વારા આ સ્માર્ટફોનને ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેની કિંમત શું હશે તેના વિશે કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવેલ નથી. સામાન્ય રીતે રિલાયન્સ જીઓ દ્વારા તેમની એન્યુઅલ મીટીંગ કે જે ઓગસ્ટ મહિનાની અંદર યોજવામાં આવે છે તેની અંદર મોટી જાહેરાતો કરવામાં આવે છે.

રિલાયન્સ જિયોની એન્યુઅલ જનરલ મિટિંગ કે જે આ વર્ષના ઓગસ્ટ મહિનાની અંદર યોજવામાં આવી શકે છે જો કોરોનાવાયરસ ની મહામારી ને કારણે તેની અંદર ડીલે નહીં કરવામાં આવે તો આ મિટિંગની અંદર ગુગલ જીઓ સ્માર્ટફોન વિશે સાંભળવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio, Google Partner For Affordable Smartphone; How Will It Alter Smartphone Market In India?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X