Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioનો બેસ્ટ પ્લાન, 150 GB ડેટા સાથે મેળવો Netflix, Amazon Prime, Disney hotstar મફત
ભારતમાં લોકોને ફિલ્મો ખૂબ જ ગમે છે. પહેલા તો માત્ર થિયેટર્સ જ મૂવી જોવાનું એકમાત્ર સ્થળ હતા. થિયેટર્સની ટિકિટ પણ મોંઘી હોય છે, એટલે ખર્ચો પણ મોટો આવે છે. પરંતુ હવે તો ઓટીટી પ્લેટફોર્મ્સ ખૂબ સારું કન્ટેન્ટ પીરસી રહ્યા છે. જો તમને પણ ઓટીટી પ્લેટફોર્મ્સ પર શોઝ અને ફિલ્મો જોવી ગમે છે, તો રિલાયન્સ જીયોનો આ પ્લાન ખાસ તમારા માટે જ છે. રિલાયન્સ જિયો યુઝર તરીકે તમે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન એક વર્ષ માટે સાવ ફ્રીમાં મેળવી શકો છો. એટલું જ નહીં આ પ્લાનમાં તમને 150 જીબી ડેટા સહિત અન્ય ફાયદા પણ મળે છે.

799નું રિચાર્જ અને મનોરંજનનો ખજાનો
અમે વાત કરી રહ્યા છીએ જીયોના રૂપિયા 799ના રિચાર્જ પ્લાનની. આ પ્લાનમાં યુઝ્સને 150 જીબીથી લઈને 200જીબી રોલઓવર ડેટા આપવામાં આવે છે. આ એક ફેમિલી પ્લાન છે, જેમાં તમને બે એડિશનલ સીમકાર્ડ, કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ અને અનલિમિટેડ SMSની સુવિધા મળે છે. ખાસ વાત એ છે કે જિયોના 799ના પ્લાનમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન એક વર્ષ માટે મળે છે.
399ના પ્લાનમાં મળશે આટલી સુવિધા
જીયોના 799 વાળા પ્લાન ઉપરાંત પણ બીજા કેટલાક એવા પ્લાન્સ છે, જે ઓછી કિંમતે વધારે ડેટા, અનલિમિટેડ કોલિંગ જેવા ફાયદા મળે છે. સાથે જ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અ ડિઝની હોટસ્ટારનું એક્સેસ પણ મળે જ છે. રૂપિયા 399ના રિચાર્જવાળા પ્લાનમાં OTT બેનિફિટ્સ ઉપરાંત 75 જીબી ઈન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 ફ્રી એસએમએસની સુવિધા મળે છે.
599નું રિચાર્જ, મનોરંજન અનલિમિટેડ
જ્યારે રૂપિયા 599 વાળો પ્લાન પણ તમારા માટે ફાયદાકારક બની શખે છે. જીયોના સિમકાર્ડ પર જો તમે 599 રૂપિયાનું રિચાર્જ કરાવશો તો તમને 100 જીબી ઈન્ટરનેટ મળે છે. સાથે જ જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ્સ ફ્રીમાં માણવાનો લાભ તો ખરો જ.
999 રૂપિયાના રિચાર્જ પર મળશે લાભ
જીયોનો એક પ્લાન રૂપિયા 999ના રિચાર્જવાળો પણ છે. જો તમે જીયોમાં 999 રૂપિયાનું રિચાર્જ કરાવશો તો તમને 200 જીબી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળશે. આ ઉપરાંત નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ડિઝની હોટસ્ટાર સહિતના ઓટીટી પ્લેટફોર્મનું કન્ટેન્ટ માણવાનો મોકો પણ મળશે જ.
અહીં મળશે તમામ માહિતી
જીયોના આ બધા જ પ્લાન્સ અંગે તમે વિગતે માહિતી જીયોની વેબસાઈટ અથવા માય જીયો એપમાંથી મેળવી શકો છો. પરંતુ એ વાતમાં બેમત નથી કે મનોરંજનની સાથે ફ્રી ઈન્ટરનેટ માટે જીયોના આ બધા પ્લાન્સ તમારૂ જરૂરિયાત મુજબ સૌથી શ્રેષ્ઠ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications