Jioના આ યુઝર્સને 1 મહિના સુધી મળશે ફ્રી સર્વિસ, ફેમિલી મેમ્બરશિપ પ્લાન

By Gizbot Bureau
|

જીયો પોતાના યુઝર્સ માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. જે અંતર્ગત યુઝર્સને એક મહિના સુધીની ફ્રી સર્વિસ અને ફ્રી ફેમિલી મેમ્બરશિપ પ્લાન મળશે. રિલાયન્સ જીયોએ કરેલી જાહેરાત પ્રમાણે જીયો પ્લસના ભાગ રૂપે કંપની બે પોસ્ટપેઈડ પ્લાનમાં પરિવારના 3 સભ્યોને જોડવાની પરવાનગી આપશે. સાથે જ 399 રૂપિયા અને 699 રૂપિયાના પોસ્ટ પેઈડ પ્લાનમાં કુલ 4 કનેક્શન જોડવાની પરવાનગી આપશે. જીયો હાલ પોતાના સૌથી નજીકના હરીર એરટેલથી આગળ નીકળવાના પ્રયાસ કરી રહ્યું છે, છેલ્લા કેટલાક સમયથી એડ ઓન પોસ્ટપેઈડ કનેક્શન પણ આપી રહ્યું છે. જીયોનું કહેવું છે કે તમારા પોસ્ટપેઈડ અકાઉન્ટમાં પરિવારના સભ્યોને જોડવાની સાથે સાથે તમને ચેકિંગ માટે એક મહિના માટે ફ્રી સર્વિસ પણ મળશે.

Jioના આ યુઝર્સને 1 મહિના સુધી મળશે ફ્રી સર્વિસ, ફેમિલી મેમ્બરશિપ પ્લાન

રિલાયન્સ જીયોના ચેરમેન આકાશ અંબાણીનું કહેવું છે કે,’જીયો પ્લસ લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ્ય પોસ્ટપેઈડ યુઝર્સને આકર્ષક નવા ફાયદા અને રોમાંચક અનુભવ આપવાનો છે. પોસ્ટપેઈડ યુઝર્સ સહિત 430 મિલિયનથી વધુ ગ્રાહકોને પોતાની સેવા સફળતાપૂર્વક આપ્યા બાદ જીયો લાખો નવા પોસ્ટપેઈડ કસ્ટમર્સને આવકારવા માટે તૈયાર છે.’ નવા યુઝર્સને જીયો વાપરતા કરવા માટે જીયોએ નવી સ્કીમ શરૂ કરી છે.


Jio Plusના 399 રૂપિયાના અને 699 રૂપિયાના પ્લાન

Jio Plusના 399 રૂપિયા અને 699 રૂપિયાના પ્લાનમાં ત્રણ એડ ઓન કનેક્શન સપોર્ટ કરી શક્શે. બીજી રીતે કહીએ તો તમે તમારા પોસ્ટપેઈડ કનેક્શનના એક ભાગ તરીકે જુદા જુદા મોબાઈલ નંબર સાથે વધુમાં વધુ ત્રણ સિમ કાર્ડ લઈ શકો છો. ત્રણેય એડ ઓન સિમકાર્ડની કિંમત દર મહિને 99 રૂપિયા હશે. જો તમે ત્રણ સિમ કાર્ડ ખરીદો છો, તો તમારે 399ના પ્લાન અથવા 699 રૂપિયાના પ્લાનની સાથે સાથે 297 રૂપિયાનું બિલ પણ ભરવું પડશે.

399 રૂપિયાના પ્લાન અંતર્ગત, તમને અને તમારા પરિવારના સભ્યોને 75 જીબી ડેટા અને અનલિમિટેડ કોલની સુવિધા મળશએ. જો ગ્રાહકો 699 રૂપિયાના પ્લાનનું સબસ્ક્રિપ્શન લેશે તો નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ પણ મળશે. જીયોના નવા પોસ્ટપેઈડ યુઝર્સે 399 રૂપિયાના પ્લાન માટે 500 રૂપિયા અને 699 રૂપિયાના પ્લાન માટે 875 રૂપિયા ડિપોઝિટ પણ જમા કરાવવી પડશે. પરંતુ જો તમે એક જીયો ફાઈબર યુઝર છો, એક કોર્પોરેટ કર્મચારી છો, કે પછી તમે બીજી કોઈ ટેલિકોમ કંપનીનું પોસ્ટપેઈડ કનેક્શન વાપરી રહ્યા છો, અથવા તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે, કે પછી તમારો ક્રેડિટ સ્કોર સારો છે, તો પછી તમારે આ પ્રકારની ડિપોઝિટ જમા નહીં કરાવવી પડે.

Best Mobiles in India

English summary
Jio giving 1 month free service to new post paid users

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X