Just In
- 6 hrs ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 1 day ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 2 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
- 3 days ago
એલપીજી સબસિડી સ્ટેટસને ઓનલાઇન ચેક કરો
Don't Miss
જીઓ ગીગાફાઈબર vs બીએસએનએલ બ્રોડબેન્ડ vs એરટેલ વી-ફાઈબર: પ્લાન્સ,કિંમત ફાયદા અને વધુ
એ વાત માં કોઈ શઁકા નથી કે જીઓ આવ્યા બાદ ઇન્ડિયા ની ટેલિકોમ માર્કેટ એકદમ બદલાઈ ગઈ છે, તેમણે આવતા ની સાથે જ ખુબ જ સસ્તા ભાવ માં વધુ ફાયદાઓ આપવા ના શરૂ કર્યા હતા જેના કારણે બીજી બધી કંપનીઓ એ પણ ઓછી કિંમત પર વધુ ફાયદાઓ આપવા પડી રહ્યા છે.
અને આ કિંમત નું યુદ્ધ કે જે જીઓ દ્વારા ચાલુ કરવા માં આવ્યું હતું તે હજી સુધી ચાલુ જ છે અને આવનારા ટૂંક સમય માં તે પૂરું થાય તેવું લાગી નથી રહ્યું.
અને 4જી સેવા પર પોતાનું પ્રભુત્વ જમાવ્યા બાદ જીઓ હવે બ્રોડબેન્ડ સેક્ટર ની અંદર આવી રહ્યું છે. 41મી વર્ષીત સામાન્ય સભા ની અંદર કે જે આ વર્ષે જુલાઈ માં યોજવા માં આવી હતી, કંપની એ જીઓ ગિગા ફાઈબર FTTH સેવા ની જાહેરાત કરી હતી. અને તેની સાથે સાથે જીઓફોન 2 ની પણ જાહેરાત કરી હતી.
જોકે આ બ્રોડબેન્ડ સેવા હજુ સુધી આખા દેશ માં બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવા માં નથી આવી. પરંતુ તેના કારણે બીજી કંપની ઓ જરૂર થી ચોક્સસ થઇ ગઈ છે અને આમ આવા લાગી છે બીએસએનએલ અને એરટેલ જેવી કંપનીઓ પણ હવે આમ આવી ગઈ છે, જેનું નામ બીએસએનએલ બ્રોડબેન્ડ સર્વિસ અને એરટેલ વી-ફાઈબર રાખવા માં આવેલ છે.
અને તેના પર થી હવે આ બ્રોડબેન્ડ ની સેવા માં પણ ખુબ જ સ્પર્ધા અને ઘણા બધા જુદા જુદા લાભો આપવા માં આવી રહ્યા છે. અને તેના કારણે અમે હિઓ ગિગાફાઈબર, એરટેલ વી-ફાઈબર, અને બીએસએનએલ બ્રોડબેન્ડ વચ્ચે ની એક સરખામણી કરી છે આવો એક નજર જોઈએ.

જીઓ ગિગાફાઈબર
જિઓજિગ ફાઈબર ના રજીસ્ટ્રેશન ઈચ્છા ધરાવતા ગ્રાહકો માટે ઓગસ્ટ ની અંદર લોન્ચ કરવા માં આવ્યા હતા.અને તેના પર થી અમને તેના પ્લાન વિષે ના અમુક ફાયદાઓ અને બીજી થોડી ઘણી જાણ થઇ છે. જો કે કંપની દ્વારા આ ઓફિશ્યલ પ્લાન વિષે હજી સુધી કોઈ ચર્ચા કરવા માં આવી નથી. અને અફવાઓ ની આધારે વાત કરીયે તો જીઓ ગિગાફાઈબર એક પ્રિવ્યુ ઓફર ની સાથે લોન્ચ થશે.
અને જીઓ ગિગાફાઈબર ની પ્રિવ્યુ ઓફર ની અંદર યુઝર્સ ને 3 મહિના માત્ર 100જીબી ડેટા 100એમબીપીએસ ની સ્પીડ પર આપવા માં આવશે. અને 4જી સેવા ની જેમ જ જીઓ ની સ્યુટ એપ ની સેવા પણ તેમાં આપવા માં આવશે. પરંતુ આ બધી જ સેવાઓ નો લાભ મેળવવા માટે ગ્રાહકે રૂ. 4500 ની ડિપોઝિટ ભરવી પડશે ગીગાહબ હોમ ગેટવે ડિવાઈઝ મેળવવા માટે. હા આ સુરક્ષા ડિપોઝિટ ને પછી થી પછી આપવા માં આવશે.

બીએસએનએલ બ્રોડબેન્ડ
બીએસએનએલ બ્રોડબેન્ડ નો હોલ્ડ ઇન્ડિયા ની માર્કેટ ની અંદર ખુબ જ મોટો છે. તેના રૂ. 777 યોજના 50 એમબીપીએસ ની ઝડપે દર મહિને 500GB ડેટા આપે છે. પણ રૂ. 1,277 યોજના દર મહિને 750 જીબી ડેટા ઓફર કરે છે જે 100 એમબીપીએસ ની ઝડપે છે. માસિક ડેટા ભથ્થું પૂરા થતાં, સ્પીડ ઘટીને 20 એમબીપીએસ થઈ જાય છે. અત્યાર સુધી, બીએસએનએલ ઇન્સ્ટોલેશન માટે ચાર્જ લેતું નથી પરંતુ વપરાશકર્તાઓએ રાઉટર અને એક-વખતની સુરક્ષા ફી ચૂકવવી પડતી હોઈ છે.

એરટેલ વી ફાઈબર
જયારે એરટેલ ના વી-ફાઈબર બ્રોડબેન્ડ સેવા ની વાત આવે છે ત્યારે તેના સબસ્ક્રાઇબર્સ ને ફ્રી રાઉટર અને એમેઝોન પ્રાઈમ ની 1 વર્ષ ની મેમ્બરશિપ ફ્રી માં આપવા માં આવશે. એરટેલ વી-ફાઇબરનીરૂ. 797 યોજના દર મહિને 100GB ડેટા 40 એમબીपीएस સ્પીડ અને અમર્યાદિત કૉલિંગ જેવા લાભો ઓફર કરે છે. રૂ. 1,299 પ્લાન 100 એમબીબીએસ પર 500 જીબી ઓફર કરે છે. અને, ત્યાં અમર્યાદિત ડેટા પ્લાન રૂ. 1,999 ની સાથે 100 એમબીપીએસની ડેટા સ્પીડ પણ ઓફર કરશે.

સૌથી સારો પ્લાન કયો છે?
જયારે અમે અહીં અત્યારે આ બધી જ કંપનીઓ ના બ્રોડબેન્ડ પ્લાન ને રજૂ કર્યા ત્યારે હવે મારે કહેવું પડશે કે જીઓ ગિગાફાઈબર નો પ્લાન સૌથી વધુ સારો છે અત્યારે કેમ કે તે પ્રિવ્યુ ઓફર સાથે આવે છે. અને આપણ ને વધુ માહિતી ની ખબર ત્યારે જ પડશે જયારે કંપની પ્લાન ને લોન્ચ કરશે. અને બીજી તરફ જો ઉપલબ્ધતા ની વાત કરીયે તો બીએસએનએલ અને એરટેલ અમુક શહેરો માં ઉપલબ્ધ છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190