જીઓ ગિગાફાઈબર કોમર્શિયલ રોલઓઉટ માર્ચ માં થશે અમુક વિસ્તાર માં અત્યરે ફ્રી માં ઉપલબ્ધ છે.

|

વર્ષ 2019 આવી ગયું છે અને એનો અર્થ એ છે કે જીઓ ગિગાફાઈબર હવે આવનારા ટૂંક સમય ની અંદર જ ભારત ના મોટા શહેરો ની અંદર આવી જશે. અને આની ચોક્સસ તારીખ વિષે હજુ સરખી માહિતી નથી પરંતુ એવું માનવા માં આવી રહ્યું છે કે રિલાયન્સ જીઓ ગિગાફાઈબર ને માર્ચ મહિના માં લોન્ચ કરી શકે છે. જોકે જીઓ ગિગાફાઈબર અત્યારે ઘણા બધા વિસ્તારો ની અંદર ટ્રેઇલ માટે ફ્રી માં ઉપલબ્ધ પણ કરવા માં આવ્યું છે. અને એવા હજારો ગ્રાહકો છે કે જે દિલ્હી અને મુંબઈ જેવા શહેરો ની અંદર જીઓ ગિગાફાઈબર નો ઉપીયોગ કરી રહ્યા છે.

જીઓ ગિગાફાઈબર કોમર્શિયલ રોલઓઉટ માર્ચ માં થશે અમુક વિસ્તાર માં અત્યરે

આની પહેલા પણ ઇન્ર્ટનૅટ પર જીઓ ગિગાફાઈબર ના રિવ્યુઝ આવ્યા હતા કે જે ગાઝિયાબાદ ની અંદર કોઈ યુઝર્સ ના ઉપીયોગ અને અનુભવ પર થી શેર કરવા માં આવ્યા હતા. અને જીઓ ગિગાફાઈબર સાથે સન્કળાયેલા અમુક લોકો સાથે વાત કર્યા બાદ એવું અનુમાન કરવા માં આવી રહ્યું છે કે જીઓ ગિગાફાઈબર રિલાયન્સ માર્ચ મહિના માં કોમર્શિયલી લોન્ચ કરી શકે છે.

અને જેવું કે તેઓ એ કંપની ની છેલ્લી એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર જણાવ્યું હતું કે આ કંપની ની પ્રથમ ફાઈબર ટુ ધ હોમ બ્રોડબેન્ડ સેવા છે કે જેને યુઝર્સ સુધી ફિક્સ લાઇન્સ દ્વારા પહોંચાડવા માં આવશે. અને આ સેવા નો ધ્યેય ઇન્ડિયા ની અંદર 50મિલિયન લોકો ના ઘરે પોતાની બ્રોડબેન્ડ સેવા ને પહોંચાડવા નો છે. અને તેઓ આ બ્રોડબેન્ડ સેવા ની સાથે ઘર ની અંદર જીઓ ગિગાફાઈબર સેટોપ બોક્સ અને ગીગા ટીવી સેટોપ બોક્સ પણ લાવી રહ્યા છે. ગિગાફાઈબર સેટોપ બોક્સ નો ઉપીયોગ તમે એક કરતા વધુ ડિવાઇસીસ પર 1GBPS ની સ્પીડ પર ઇન્ટરનેટ કનેક્ટ કરી શકો છો, અને જીઓ ગીગા ટીવી સેટોપ બોક્સ ટીવી માટે લોન્ચ કરવા માં આવશે.

અને જીઓ ગિગાફાઈબર એ વિશ્વ નું સૌથી મોટું ગ્રીનફિલ્ડ ફિક્સ લાઈન બ્રોડબેન્ડ રોલઓઉટ હશે. કે જેની અંદર ઇન્ડિયા ના 1100 શહેરો ની અંદર એકસાથે આ પ્રકાર ની સેવા ને રોલઓઉટ કરવા માં આવશે. તેવું જીઓ ના ચેરમેન મુકેશ અંબાણી એ કંપની ની એજીએમ ની અંદર જણાવ્યું હતું.

જીઓ ગિગાફાઈબર ની સાથે કંપની ફોન, ટીવી, કોમ્પ્યુટર અને બીજા ડિવાઇસીસ માટે વોલ ટુ વોલ FTTH સેવા આપવા નો ધ્યેય રાખ્યો છે. અને વોલ ટુ વોલ FTTH સેવા નો અર્થ એ છે કે જો વોલ ની અંદર કોઈ પણ અડચણ આવ્યા બાદ પણ ઇન્ટરનેટ ની સ્પીડ માં જરા પણ ઘટાડો જોવા નહિ મળે. અને આ સેવા ના પહેલા લોન્ચ ની અંદર 1100 ઇન્ડિયા ના શહેરો માં લોન્ચ કરવા માં આવી શકે છે.

જીઓ ગિગાફાઈબર બીટા રન યુઝર્સ ને ફ્રી ફાઈબર ઇન્ટરનેટ ની સેવા આપે છે.

વ્યાપારી રોલઆઉટ પહેલાં, જિઓએ કેટલાક સ્થાનો પસંદ કર્યા છે જ્યાં તે સેવાને જમાવવા માટે અનુકૂળ લાગે છે. ઉદાહરણ તરીકે દિલ્હી-એનસીઆરમાં કંપની ઊંચી ઇમારતો ધરાવતી ઇમારતોને લક્ષ્ય બનાવી રહી છે અને ગાઝિયાબાદ, ગુડગાંવ અને નોઇડાના પસંદીદા વિસ્તારોમાં ટેક્નોલૉજી લાવી રહી છે.

ઇન્ડિયા ટુડે ટેક ગાઝિયાબાદ વિસ્તારમાં કાર્યરત જેયો ગિગા ફાઇબર સર્વિસ પ્રોવાઇડર સુધી પહોંચ્યો હતો જેણે જણાવ્યું હતું કે આ વર્ષે માર્ચમાં સેવાનો વ્યવસાયિક રોલઆઉટ થશે. કંપનીએ સમાન સમયે લેન્ડલાઇન અને સેટ-ટોપ બૉક્સ સેવાઓ ઉમેરવાનું પણ આયોજન કર્યું છે. જો કે, જિયોના સ્માર્ટ હોમ સોલ્યુશન્સમાં થોડો સમય લાગી શકે છે.

જીઓ ગિગાફાઈબર નો પ્રિવ્યુ

જીઓ યુઝર્સ ને પેહલા 3 મહિના માટે 1100જીબી ડેટા દર મહિને 100એમબીપીએસ ની ઝડપે આપી રહ્યું છે. અને આ પ્લાન ની સાચી કિંમત આ સેવા ના લોન્ચ વખતે જણાવવા માં આવશે. અને આ જીઓ ગિગાફાઈબર ના ઈન્સ્ટોલેશન માટે કોઈ પણ પ્રકાર નો ચાર્જ લેવા માં નહીં આવે. જોકે કંપની ગ્રાહકો પાસે થી રૂ. 4500 ડિપોઝીટ તરીકે લેશે કે જે યુઝર્સ ને જયારે તેઓ જીઓ ની આ ગિગાફાઈબર સેવા ને બંધ કરાવશે ત્યારે પરત આપી દેવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio GigaFiber commercial rollout to happen in March, in some areas it is already available for free

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X