Jio Games Cloud ભારતમાં લોન્ચ, જાણો કેવી રીતે ફ્રીમાં રમી શક્શો ગેમ્સ

|

રિલાયન્સ જીયોએ ભારતમાં નવું ક્લાઉડ ગેમિંગ પ્લેટફોર્મ JioGamesCloud લોન્ચ કર્યું છે. આ ગેમિંગ પ્લેટફોર્મ પર AAA ટાઈટલથી લઈને હાઈપર કેઝ્યુઅલ સુધીની ગેમ્સની રેન્જ છે. જીયો યુઝર્સ ઈન્ટરનેટ કનેક્શન દ્વારા JioGamesCloudમાં સાઈન ઈન કરીને ગેમ ઈન્સ્ટોલ, ડાઉનલોડ કે અપડેટ કર્યા વિના રમી શકે છે. ખાસ કરીને કોઈ પણ કોમ્પિટેબલ ડિવાઈસમાં આ ગેમ્સ ઓનલાઈન રમી શકાય છે.

Jio Games Cloud ભારતમાં લોન્ચ, જાણો કેવી રીતે ફ્રીમાં રમી શક્શો ગેમ્સ

જીયોનું કહેવું છે કે યુઝર આ નવા ગેમિંગ પ્લેટફોર્મને સ્માર્ટ ફોન, વેબ બ્રાઉઝર અને જિયો સેટ ટોપ બોક્સ દ્વારા એક્સ કરી શકાય છે. આ ગેમિંગ પ્લેટફોર્મની લાઈબ્રેરીમાં 50થી વધુ હાઈ ક્વોલિટી ગેમિંગ ટાઈટલ સાવ ફ્રીમાં અવેલેબલ છે. જેમાં Beholder, Saints Row IV, Deliver Us The Moon, Kingdom Come Deliverance, Flashback, Shadow Tactics: Blades of the Shogun, Victor Vran, Steel Rats, Blacksad: Under the Skin અને Garfield Kart Furious Racing જેવી ગેમ્સ સામેલ છે.

એરટેલ અને Vi સહિતના યુઝર્સ પણ લઈ શકે છે લાભ

હાલ તો આ ગેમિંગ પ્લેટફોર્મ બીટા મોડમાં છે. જો તમારે પણ બીટા પ્રોગ્રામમાં સામેલ થવું હોય તો તમે અપ્લાય કરી શકો છો. જીયો બધા જ યુઝર્સની બીટા વર્ઝન રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી રહ્યું છે. ભલે તમે બીજું કોઈ મોબાઈલ નેટવર્ક યુઝ કરી રહ્યા છો, તેમ છતાંય તમે આ બીટા પ્રોગ્રામનો લાભ લઈ શકો છો. એટલે કે Airtel, Vi સહિત બીજા ટેલિકોમ નેટવર્કના યુઝર્સ પણ JioGamesCloudનો લાભ લઈ શકે છે.

આ રીતે કરો JioGamesCloudનો ઉપયોગ

સ્ટેપ 1: સૌથી પહેલા તો વેબ બ્રાઉઝરમાંથી https://cloud.jiogames.com/ પર લોગ ઈન કરો. અથવા તમારા એન્ડ્રોઈડ ડિવાઈસ પરથી JioGames: Play, Win, Stream એપ ડાઉનલોડ કરો.

સ્ટેપ 2: હવે તમારા સ્માર્ટ ફોન, ડેસ્કટોપ અથવા સેટ ટોપ બોક્સમાંથી જે ડિવાઈસ છે, તેની પસંદગી કરો.

સ્ટેપ 3: તમારા મોબાઈલ નંબર દ્વારા એપ કે વેબ બ્રાઉઝરમાં સાઈન ઈન કરો.

સ્ટેપ 4: જીયો હવે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલશે, આ ઓટીપી ઈનપુટ કરીને તમારી એન્ટ્રી વેરિફાઈ કરો.

સ્ટેપ 5: હવે તમારી એપમાં ડાબી બાજુ ખૂણામાં ક્લાઉડ ઓપ્શન છે, તે સિલેક્ટ કરો.

સ્ટેપ 6: અહીં તમને જુદી જુદી ગેમ્સની લિંક્સ મળશે. તમારે જે ગેમ રમવી છે, તેની પસંદગી કરી શકો છો.

સ્ટેપ 7: ગમ સ્ટાર્ટ કરવા માટે તમારે હવે Play Now પર ક્લિક કરો.

આટલું ધ્યાન રાખો

જીયો ક્લાઉ પર ગેમ રમવા માટે તમારી પાસે સ્ટેબલ ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. વધારે સારા ગેમિંગ એક્સપિરિયન્સ માટે જીયો ગૂગલ ક્રોમ પર ગેમ રમવાની સલાહ આપી રહ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio games cloud play free games online know how to

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X