રિલાયન્સ જીઓ ફાઇબર ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ને કારણે અને બીજા મલ્ટીપ્લેક્સ શા માટે ચિંતા ન કરવી જોઈએ

By Gizbot Bureau
|

જ્યારે ઓગસ્ટ મહિનાની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા સ્ટેજ પર આવ્યા હતા ત્યારે બધા જ લોકો સર્વિસ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા. અને ત્યારબાદ તેમણે લોકોને જરા પણ નિરાશ કર્યા ન હતા અને jio ફાઇબર સર્વિસની લોન્ચની તારીખ અને તેની સાથે કયા ફિચર્સ આપવામાં આવશે તેની જાહેરાત કરી હતી.

રિલાયન્સ જીઓ ફાઇબર ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ને કારણે અને બીજા મલ્ટીપ્લેક

અને જે લોકોને મલ્ટીપ્લેક્સ અને થિયેટર ની અંદર મૂવી જોવાનો શોખ હોય તેમના માટે પણ એક ખૂબ જ સારા સમાચાર આવ્યા હતા કે જે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હતું નામ. આ ફીચરને કારણે લોકો તેમના ઘરની બહાર નીકળ્યા વિના તે દિવસે જ રિલીઝ થયેલી ફિલ્મ અને પોતાના ઘરની અંદર જ જોઈ શકશે.

અને હવે જ્યારે jio ફાઇબર સર્વિસ ના પ્લાન અને જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે પીવીઆર અને બીજા બધા મલ્ટીપ્લેક્સ ને નિરાંત થઈ હશે. કેમ કે અત્યાર સુધી બધા જ મલ્ટીપ્લેક્સ ના લોકો એ ચિંતા કરી રહ્યા હતા કે જીઓ ફાઇબરના આ ફીચરને કઈ કિંમત પર લોકો સુધી પહોંચાડવામાં આવશે.

Jio ફાઇબરનું આ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ન્યુ ફિચર માત્ર તે ગ્રાહકોને જ મળશે કે જેઓ ડાયમંડ પ્લેટીનમ અથવા ટાઇટેનિયમ પ્લાન ની ખરીદી કરે છે. અને બાકીના જેટલા પણ લોન સિલ્વર અને ગોલ્ડન પ્લાન છે તેની અંદર આ ફીચરને આપવામાં નહીં આવે. તેની અંદર જે ડાયમંડ પ્લાન છે તેની કિંમત રૂપિયા 2499 પ્રતિ મહિને છે જેની અંદર 1250 જીબી ડેટા પ્લસ 250gb વધારાનો ડેટા આપવામાં આવે છે.

જ્યારે બીજી તરફ platinum plan ની અંદર 2500 જીબી ડેટા રૂપિયા 3999 ની કિંમત પર આપવામાં આવે છે. Jio ફાઇબર નો સૌથી મોંઘો પ્લાન રૂપિયા 8499 પ્રતિ મહિના પરનો છે જેની અંદર પાંચ હજાર જીબી ડેટા એક મહિના માટે આપવામાં આવે છે. જ્યારે બ્રોન્ઝ સિલ્વર અને ગોલ્ડન ની કિંમત રૂપિયા 699 ૮૪૯ અને રૂ 1299 રાખવામાં આવ્યા છે.

અને આ પ્લાન પરથી એવું લાગી રહ્યું છે કે મોટાભાગના ગ્રાહકો રિલાયન્સના જે એન્ટ્રી લેવલના પ્લાન છે તેની જ ખરીદી કરશે કેમકે તેમાં પણ ઘણા બધા લાભો આપવામાં આવે છે. જ્યારે રિલાયન્સ જીઓ દ્વારા તેમના આ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ના ફીચર વિશે જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ બધા જ મલ્ટિપ્લેક્સના ધારકો વચ્ચે એક ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો કે રિલાયન્સ જીઓ આ સર્વિસને કઈ કિંમત પર આપશે. અને હજુ સુધી એ વાતની પણ કોઈ ચોખવટ કરવામાં આવી નથી કે તે ફીચર ની અંદર કયા કન્ટેન્ટ આપવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Fiber First Day First Show Is Not A Worry For Multiplexes, Explained

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X