Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ટનલ દુર્ઘટનામાં મદદ માટે જીયોએ માત્ર 12 કલાકમાં લગાવ્યું ઈન્ટરનેટ અને કોલ કનેક્શન
કાશીમાં થયેલી ટનલ દુર્ઘટનામાં મજૂરો 15 દિવસથી અંદર ફસાયેલા છે. હવે આશાનું કિરણ ઉગી રહ્યું છે. ડ્રિલીંગ પૂરુ થઈ ચૂક્યુ છે અને ગમે ત્યારે મજૂરો બહાર આવી શકે છે. આ ડ્રિલિંગ દરમિયાન ઘણી બધી મુસીબતો આવી અને જુદા જુદા ક્ષેત્રેથી ઘણી મદદો પણ આવી. જિયોનો દાવો છે કે આ ટનલ દુર્ઘટનામાં કમ્યુનિકેશન અટકી ન પડે તે માટે દુર્ગમ પહાડી વિસ્તારમાં કંપનીએ વોઈસ કોલ કનેક્શન અને ડેટા સર્વિસ કનેક્શન 12 કલાકમાં જ સફળતાપૂર્વક લગાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે સિલ્કયારા વિસ્તારમાં મજૂરોને બચાવવા માટે કમ્યુનિકેશન અત્યંત જરૂરી હતું.

જિયોના કહેવા પ્રમાણે,’મજૂરોને બચાવવા માટે જે ટીમો આકરી મહેનત કરી રહી છે, તેની સાથે ખભેખભા મિલાવીને અમારા જીયોના કર્મચારીઓ પણ મહેનત કરી રહ્યા છે. મંગળવારે સિલ્કયારાના દુર્ગમ વિસ્તારમાં જીયો દ્વારા ડેટા અને વોઈસ સર્વિસ 12 કલાકના ખૂબ ઓછા ગાળામાં એક્ટિવેટ કરી દેવામાં આવી છે.’
પહાડી વિસ્તારમાં આવેલું ટનલ દુર્ઘટનાનું સ્થળ એટલું દુર્ગમ છે, કે ત્યાં બધા જ વાહનો પણ નથી પહોંચી શક્તા. સાથે જ અહીં વાયરો લગાવવા માટેના થાંભલા તેમજ ઈલેક્ટ્રિસિટીનો પણ અભાવ છે. જો કે જીયોનું કહેવું છે કે,’આ બધા જ પડકારો છતાંય તેને પહોંચી વળીને જરૂર પુરતું કમ્યુનિકેશન નેટવર્ક ઉભું કરી દેવામાં આવ્યું છે.’
કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ ટનલ દુર્ઘટનામાં રેસ્ક્યુ મિશનમાં પહેલા બે દિવસમાં સાથ આપનાર જીયો એક માત્ર ટેલિકોમ ઓપરેટર હતું. આ દુર્ઘટના સ્થળે હાલ જીયોના 1200 યુઝર્સ છે, જેઓ એક દિવસમાં 700 જીબી જેટલા ડેટાનો વપરાશ કરી રહ્યા છે.
તો બીજી તરફ સરકારી ટેલિકોમ ઓપરેટર ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL દ્વારા પણ રેસ્ક્યુ મિશન દરમિયાન નેટવર્ક કનેક્ટિવિટી માટે મદદ પૂરી પાડવામાં આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રિપોર્ટ પ્રમાણે BSNL દ્વારા ટનલની અંદર ફસાયેલા મજૂરો અને તેમના પરિવાર વચ્ચે વાતચીત માટે ખાસ કમ્યુનિકેશન લિંક બનાવવામાં આવી છે.
BSNLના ડેપ્યુટી જનરલ મેનેજર રાકેશ ચૌધરીના કહેવા પ્રમાણે,’BSNL દ્વારા ટનલથી માત્ર 200 મીટર દૂર ક ટેમ્પરરી ટેલિફોન એક્સચેન્જ બનાવવામાં આવ્યું છે. જેમાં સપ્લાય લાઈનનો ઉપયોગ કરીને ટનલની અંદર અને બહાર એમ ટુ વે કમ્યુનિકેશન ચેનલ ઉભી કરવામાં આવી છે. જેથી અંદર ફસાયેલા 41 મજૂરો ટનલની બહાર તેમની રાહ જોઈ રહેલા પરિવારજનો સાથે વાત કરી શકે.’
જો કો, હવે સારા સમાચાર આવી રહ્યા છે. માત્ર 4-5 કલાકના ગાળામા જ બધા મજૂરોને સુરક્ષિત ટનલની બહાર કાઢી લેવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications